Cheap Air Tickets : પ્લેનમાં મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે. દિવાળીની આસપાસ ઘણા સ્થાનિક રુટ પરના સરેરાશ હવાઈ ભાડામાં ગયા વર્ષની સરખામણીમાં 20-25 ટકાનો ઘટાડો થયો છે. એક વિશ્લેષણમાં આ માહિતી આપવામાં આવી હતી. આ મુજબ, ક્ષમતામાં વધારો અને તાજેતરમાં તેલના ભાવમાં થયેલા ઘટાડાને કારણે ભાવમાં ઘટાડો થયો છે. ટ્રાવેલ પ્લેટફોર્મ વિશ્લેષણ દર્શાવે છે કે, ડોમેસ્ટિક રુટ પર સરેરાશ હવાઈ ભાડામાં 20 થી 25 ટકાનો ઘટાડો થયો છે. આ કિંમતો 30 દિવસની એડવાન્સ ખરીદી તારીખના આધારે સરેરાશ વન-વે ભાડા માટે છે.