SBI home loan EMIs: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) પાસેથી હોમ લોન લેનારાઓ માટે સારા સમાચાર છે. બેન્કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા રેપો રેટમાં ઘટાડાનો લાભ તેના કસ્ટમર્સ સુધી પહોંચાડ્યો છે. બેન્કે હોમ લોન પર વ્યાજ દર ઘટાડ્યા છે. આનાથી SBI પાસેથી હોમ લોન લેનારાઓને મોટી રાહત મળી છે. તેમનો EMI ઓછો થયો છે. ઘણા સમયથી લોકો હોમ લોનના EMI ઘટાડવાની રાહ જોઈ રહ્યા હતા. ચાલો જાણીએ કે બેન્કે વ્યાજ દરમાં કેટલો ઘટાડો કર્યો છે અને હોમ લોન લેતા કસ્ટમર્સને તેનાથી કેટલો ફાયદો થશે.
રેપો રેટમાં ઘટાડા બાદ નિર્ણય
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ વિવિધ લોન પર લાગુ પડતા તેના બાહ્ય બેન્ચમાર્ક-આધારિત ધિરાણ દર (EBLR) અને રેપો લિંક્ડ ધિરાણ દર (RLLR) માં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ગયા અઠવાડિયે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ તેની MPC બેઠકમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ (bps) ઘટાડો કરીને 6.50% થી 6.25% કરવાનો નિર્ણય લીધા બાદ આ વાત સામે આવી છે. સુધારેલા ધિરાણ દરો 15 ફેબ્રુઆરી, 2025થી અમલમાં આવી ગયો છે. જોકે, બેન્કે માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR), બેઝ રેટ અને બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ (BPLR)ને અગાઉના દરોથી યથાવત રાખ્યા છે.
ધારો કે તમે SBI પાસેથી 50 લાખ રૂપિયાની લોન લીધી છે, તો તમે હાલમાં 9.15% ના દરે વ્યાજ ચૂકવી રહ્યા છો. આ સ્થિતિમાં, 20 વર્ષના લોન સમયગાળા દરમિયાન તમારો માસિક EMI રુપિયા 45,470 થશે. હવે જ્યારે બેન્કે વ્યાજ દર ઘટાડીને 8.90% કર્યો છે, તો તમારી EMI ઘટીને 44,665 રૂપિયા થઈ જશે.