LPG cylinder price: નવા વર્ષ નિમિત્તે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. બુધવારે દિલ્હીથી મુંબઈ વચ્ચે કોમર્શિયલ ઉપયોગ માટેના 19 કિલોના LPG સિલિન્ડરના ભાવમાં 14-16 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે, ઘરેલું વપરાશના LPG સિલિન્ડર (14.2 કિગ્રા)ની કિંમત 803 રૂપિયા પર યથાવત છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, હોટલ અને રેસ્ટોરન્ટ જેવી વિવિધ સંસ્થાઓમાં ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ LPGની કિંમત હવે રાષ્ટ્રીય રાજધાનીમાં 19 કિલોગ્રામના સિલિન્ડર દીઠ 1804 રૂપિયા હશે, જે પહેલા 1818.50 રૂપિયા હતી.