તહેવારોની સિઝનમાં ખાદ્ય ચીજવસ્તુઓના ઉંચા ભાવથી સામાન્ય માણસને ભારે મુશ્કેલી પડી રહી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત આપતા મોટી જાહેરાત કરી છે. સરકારે જાહેરાત કરી છે કે દિવાળી પહેલા સામાન્ય લોકોને લોટ, ચોખા અને દાળ સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર, ભારત બ્રાન્ડ યોજનાનો બીજો તબક્કો બુધવાર, 23 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે ગયા વર્ષે આ યોજના શરૂ કરી હતી.