ગુજરાત સરકારની દિવાળી ભેટ: મોંઘવારી ભથ્થું 3% વધ્યું, DA 63% થયો, 8.82 લાખ કર્મચારી-પેન્શનરોને સીધો ફાયદો | Moneycontrol Gujarati
Get App

ગુજરાત સરકારની દિવાળી ભેટ: મોંઘવારી ભથ્થું 3% વધ્યું, DA 63% થયો, 8.82 લાખ કર્મચારી-પેન્શનરોને સીધો ફાયદો

ગુજરાત સરકારે દિવાળી પહેલાં DA માં 3% વધારો કર્યો. 60% થી 63% થયો મોંઘવારી ભથ્થો. 8.82 લાખ કર્મચારી-પેન્શનરોને ફાયદો. જાણો કેટલો વધશે પગાર.

અપડેટેડ 01:07:17 PM Nov 04, 2026 પર
Story continues below Advertisement
ચાલુ વર્ષે મે 2026માં 7મા પગારપંચ હેઠળ DA માં 2% નો વધારો થયો હતો, જેથી ભથ્થું 58% થી 60% થયું હતું. હવે નવા 3% વધારા સાથે DA 63% ની સપાટીએ પહોંચશે.

Gujarat DA hike 2026: દિવાળીના તહેવારો આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ખુશખબર આપી છે. લાંબા સમયથી કર્મચારી સંગઠનો જે માંગણી કરી રહ્યા હતા, તે આખરે સ્વીકારવામાં આવી છે. સરકારે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી DA 60% થી સીધો 63% પર પહોંચી જશે.

કોને કોને મળશે ફાયદો?

આ નિર્ણયનો સીધો લાભ રાજ્યના 8.82 લાખથી વધુ લોકોને થશે. જેમાં 4 લાખથી વધુ કાર્યરત સરકારી કર્મચારીઓ, 4.82 લાખ પેન્શનરો, રાજ્ય સરકારી કર્મચારીઓ ઉપરાંત પંચાયત સેવાના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. એટલે કે રાજ્યના પોણા નવ લાખ જેટલા પરિવારોના ઘરમાં દિવાળી વધુ ઉજાસભરી બનશે.


DA નો હિસાબ: 58% થી 63% સુધીનો સફર

ચાલુ વર્ષે મે 2026 માં 7મા પગારપંચ હેઠળ DA માં 2% નો વધારો થયો હતો, જેથી ભથ્થું 58% થી 60% થયું હતું. હવે નવા 3% વધારા સાથે DA 63% ની સપાટીએ પહોંચશે.

સરળ ઉદાહરણથી સમજીએ:

જો કોઈ કર્મચારીનો મૂળ પગાર  30,000 રૂપિયા હોય.

60% DA મુજબ અત્યાર સુધી 18,000 રૂપિયા મળતા હતા.

63% DA મુજબ હવે 18,900 રૂપિયા મળશે.

એટલે કે દર મહિને 900 રૂપિયાનો સીધો રોકડ ફાયદો.

જેમનો મૂળ પગાર વધુ છે, તેમને આ વધારાનો ફાયદો પણ તેટલો જ વધારે મળશે.

સત્તાવાર પરિપત્ર ટૂંક સમયમાં

હાલમાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટની મંજૂરી બાદ સત્તાવાર પરિપત્ર બહાર પડશે, જેમાં અમલીકરણની ચોક્કસ તારીખ અને અન્ય વિગતો જાહેર કરવામાં આવશે. કર્મચારીઓને એરિયર્સ સાથે વધારાની રકમ મળશે કે કેમ, તે પણ પરિપત્રમાં સ્પષ્ટ થશે.

રજાઓનું શિડ્યુલ પણ જાહેર

DA વધારા ઉપરાંત સરકારે તહેવારોને ધ્યાનમાં રાખીને રજાઓ અંગે પણ નિર્ણય લીધો છે.

9 નવેમ્બર: જાહેર રજા રહેશે

12 ડિસેમ્બર (શનિવાર): ભરપાઈ રૂપે તમામ સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે અને કામકાજ ચાલુ રહેશે.

આ પણ વાંચો-SSY Calculator: સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર મહિને 2000 રૂપિયા રોકો અને બનાવો 11 લાખથી મોટો ફંડ, જાણો ટેક્સના નિયમો

MoneyControl News

MoneyControl News

First Published: Nov 04, 2026 1:07 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.