સરકારે તાજેતરમાં PAN કાર્ડ 2.0ની જાહેરાત કરી છે, જેમાં QR કોડ આધારિત PAN કાર્ડ યુઝર્સને આપવામાં આવશે. PAN Card 2.0ની જાહેરાત બાદ લોકો ઈન્ટરનેટ પર PAN કાર્ડ સંબંધિત માહિતી સર્ચ કરી રહ્યા છે. સાયબર ગુનેગારો આનો ફાયદો ઉઠાવી લોકોને છેતરે છે. સ્માર્ટફોનના આગમન પછી, લોકો તેમના મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ ડિજિટલ સ્વરૂપમાં રાખે છે, જેથી જ્યારે પણ જરૂર હોય ત્યારે તે બતાવી શકાય. PIB ફેક્ટ ચેકે તેના ઓથોકાઇઝ X હેન્ડલ પરથી ઈ-પાન કાર્ડ ડાઉનલોડના નામે આવતા ઈ-મેઈલ અંગે સાવચેત રહેવા જણાવ્યું છે.
ફેક્ટ ચેક ટીમે કહ્યું કે હેકર્સે ઈ-પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઘણા યુઝર્સને ઈ-મેલ મોકલ્યા છે. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ નકલી ઈ-મેલ છે. હેકર્સ લોકોને નકલી લિંક્સ મોકલીને તેમની સાથે સાયબર છેતરપિંડી કરી રહ્યા છે. જો તમને પણ આવો કોઈ ઈ-મેલ, એસએમએસ અથવા વોટ્સએપ મેસેજ મળ્યો હોય, તો તેને અવગણો કારણ કે તે નકલી છે અને હેકર્સ દ્વારા તમારી અંગત માહિતી ચોરી કરવા માટે મોકલવામાં આવ્યો છે.
આવી લિંક્સ મોકલીને ગુનેગારો લોકો પાસેથી નામ, સરનામું, જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર અને બેંકની વિગતો જેવી અંગત માહિતીની ચોરી કરે છે. માહિતી હેકર્સ સુધી પહોંચ્યા પછી, યુઝર્સ છેતરપિંડી કરી શકે છે. ઈ-મેલ અથવા એસએમએસમાં મોકલવામાં આવેલી આવી લિંક્સમાં વાયરસ પણ હોઈ શકે છે, જે તમારા ફોન અથવા કમ્પ્યુટરમાં ઘૂસી શકે છે. તમારી અંગત માહિતીની સાથે અંગત ડોક્યુમેન્ટ્સ, ફોટા વગેરેની પણ ચોરી થઈ શકે છે.
તમે PAN કાર્ડ ડાઉનલોડ કરવા માટે ભારત સરકારની ઓથોકાઇઝ આવકવેરા વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. ત્યાં તમને ઈ-પાન કાર્ડનો વિકલ્પ મળશે. આના પર ક્લિક કર્યા પછી તમે તમારું ઈ-પાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય તમે ડિજીલોકર પર તમારા પાન કાર્ડનું ડિજિટલ વર્ઝન પણ ચેક કરી શકો છો.