Bank FD Rate: HDFC, Axis અને ફેડરલ બેંકે FDના વ્યાજદરમાં કર્યો વધારો, સિનિયર સિટીઝનને જલસા, પણ SBIએ આપ્યો ઝટકો
ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરતા ગ્રાહકો માટે મોટા સમાચાર. Axis, HDFC અને Federal બેંકે વ્યાજદરમાં વધારો કરી સિનિયર સિટીઝનને 7.25% સુધી રિટર્ન આપવાની જાહેરાત કરી, જ્યારે SBI એ વ્યાજદર ઘટાડ્યા. જાણો લેટેસ્ટ અપડેટ.
HDFC બેંકે સિનિયર સિટીઝન્સ માટે કેટલીક ચોક્કસ મુદતની FD પર વ્યાજદરમાં 10 બેસિસ પોઈન્ટ (એટલે કે 0.10%) નો વધારો કર્યો છે. આ નવા દરો 19 ઓગસ્ટ 2026 થી અમલમાં આવ્યા છે.
Bank FD Rate: જો તમે બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરીને સારા અને સુરક્ષિત રિટર્નની અપેક્ષા રાખી રહ્યા છો, તો તમારા માટે એક ખૂબ જ મહત્વના સમાચાર છે. દેશની ત્રણ મોટી પ્રાઈવેટ બેંકોએ FDના વ્યાજદરમાં વધારો કરીને ગ્રાહકોને ખુશ કરી દીધા છે. હવે સિનિયર સિટીઝન્સને 7.25% સુધીનું તગડું વ્યાજ મળશે. જોકે, બીજી તરફ દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. ચાલો જાણીએ કઈ બેંકમાં હવે કેટલો ફાયદો મળશે.
Axis Bank FD: વડીલોને મળશે સૌથી વધુ 7.25% વ્યાજ
એક્સિસ બેંકે 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની FD ના વ્યાજદરમાં મોટા ફેરફાર કર્યા છે. આ નવા દરો 26 ઓગસ્ટ 2026 થી લાગુ થઈ ગયા છે.
સિનિયર સિટીઝન: બેંક 3.50% થી લઈને 7.25% સુધીનું વ્યાજ આપી રહી છે. જેમાં 5 થી 10 વર્ષની FD પર સૌથી વધુ 7.25% વ્યાજ મળશે.
સામાન્ય ગ્રાહક: વ્યાજદર 3% થી 6.50% ની વચ્ચે રાખવામાં આવ્યા છે. 18 મહિનાથી 10 વર્ષ સુધીની મુદત પર વધુમાં વધુ 6.50% વ્યાજ મળશે. જો તમારી રકમ 3 કરોડથી 5 કરોડની વચ્ચે હોય, તો સામાન્ય ગ્રાહકોને મહત્તમ 6.15% અને સિનિયર સિટીઝનને 5 થી 10 વર્ષની FD પર 6.90% વ્યાજ મળશે.
HDFC Bank FD: વ્યાજદરમાં 0.10% નો વધારો
HDFC બેંકે સિનિયર સિટીઝન્સ માટે કેટલીક ચોક્કસ મુદતની FD પર વ્યાજદરમાં 10 બેસિસ પોઈન્ટ (એટલે કે 0.10%) નો વધારો કર્યો છે. આ નવા દરો 19 ઓગસ્ટ 2026 થી અમલમાં આવ્યા છે.હવે સિનિયર સિટીઝનને 3 વર્ષ 1 દિવસથી લઈને 4 વર્ષ 7 મહિનાથી ઓછી મુદતની FD પર 7.10% વ્યાજ મળશે, જે પહેલા 7.00% હતું. આ નિયમ 3 કરોડથી ઓછી જમા રકમ પર લાગુ થશે.
Federal Bank FD: 48 મહિનાની FD પર બમ્પર રિટર્ન
ફેડરલ બેંકના નવા વ્યાજદરો પણ 17 ઓગસ્ટ 2026 થી લાગુ થઈ ચૂક્યા છે.અહીં સામાન્ય ગ્રાહકોને 3% થી 6.70% અને સિનિયર સિટીઝન્સને 3.50% થી 7.20% સુધીનું વ્યાજ મળી રહ્યું છે.ગ્રાહકોને સૌથી વધુ રિટર્ન 48 મહિના (4 વર્ષ) ની FD પર મળશે. જેમાં સામાન્ય ગ્રાહકને 6.70% અને સિનિયર સિટીઝનને 7.20% નો ઉચ્ચતમ વ્યાજદર અપાશે.
SBI Bulk FD: સ્ટેટ બેંકે ઘટાડ્યા વ્યાજદર
એક તરફ પ્રાઈવેટ બેંકો FD પર વ્યાજ વધારી રહી છે, ત્યારે SBI એ 3 કરોડ કે તેથી વધુની બલ્ક ટર્મ ડિપોઝિટ્સના વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટ (0.25%) સુધીનો ઘટાડો કરી દીધો છે.
આ કાપ 15 ઓગસ્ટ 2026 થી લાગુ થયો છે.7 થી 179 દિવસની બલ્ક FD પર સામાન્ય અને સિનિયર સિટીઝન બંને માટે વ્યાજદરમાં 25 bps નો ઘટાડો કરાયો છે. જ્યારે 180 થી 210 દિવસની બલ્ક FD પર 10 bps નો કાપ મુકાયો છે. આ ઉપરાંત SBI એ રોકડ ઉપાડવાના નિયમોમાં પણ થોડા ફેરફાર કર્યા છે.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.