ICICI બેંકે તેની કેટલીક સેવાઓ માટેના સેવા શુલ્કમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. બેંક ગ્રાહકોને હવે ડિમાન્ડ ડ્રાફ્ટ, નોન-ICICI બેંક ATM (મેટ્રો હોય કે નોન-મેટ્રો શહેરો), રોકડ જમા અને ઉપાડ સેવાઓ અને ડેબિટ કાર્ડ શુલ્ક પર વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. આ નવા શુલ્ક 1 જુલાઈ, 2025 થી લાગુ થશે.
કઈ સેવાઓ પર લાગૂ થશે નવા શુલ્ક
ATM ટ્રાંજેક્શન: નોન-ICICI બેંક ATM માંથી પૈસા ઉપાડવા અથવા બેલેન્સ ચેક કરવા માટે નવા શુલ્ક લાગુ થશે, જે મેટ્રો અને નોન-મેટ્રો બંને શહેરોમાં સમાન રીતે લાગુ થશે.
રોકડ જમા અને ઉપાડ: બ્રાન્ચમાં રોકડ જમા અને ઉપાડ પર પણ સુધારેલા શુલ્ક લાગુ થશે.
ડેબિટ કાર્ડ ફી: ડેબિટ કાર્ડ સંબંધિત ફીમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
બેંકે ગ્રાહકોને સલાહ આપી છે કે તેઓ તેમની બેંકિંગ જરૂરિયાતો અને ખર્ચનું આયોજન કરતી વખતે આ નવી ફીને ધ્યાનમાં રાખે. ફી અંગેની વિગતવાર માહિતી બેંકની સત્તાવાર વેબસાઇટ અને ગ્રાહક સંભાળમાંથી મેળવી શકાય છે.