FD Rates: પ્રાઇવેટ સેક્ટરની બેન્ક IDBI બેન્કે રૂપિયા 2 કરોડથી ઓછીની FD પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. બેન્કની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ નવા દરો 1 એપ્રિલ 2023થી લાગુ થશે. IDBI બેન્કે તેના છૂટક રોકાણકારો માટે 'અમૃત મહોત્સવ FD' યોજના શરૂ કરી છે, જે વરિષ્ઠ નાગરિકો માટે 7.65% અને સામાન્ય લોકો માટે 7.15% વળતર ઓફર કરે છે. બેન્ક હાલમાં સામાન્ય લોકોને 3.00% થી 6.25% વ્યાજ અને વરિષ્ઠ નાગરિકોને 3.50% થી 6.75% વ્યાજ ઓફર કરે છે. બેન્ક 7 દિવસથી 10 વર્ષમાં પાકતી FD પર વ્યાજ ઓફર કરે છે.



