જો તમે 'રીલ્સ' બનાવવાના શોખીન છો...તો આ ટ્રેન અને સ્ટેશન પર બનાવો ફિલ્મ અને મેળવો 150,000 રૂપિયાનું ઇનામ
નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) નમો ભારત શોર્ટ ફિલ્મ મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરી રહ્યું છે. કોઈપણ ક્ષેત્રના કન્ટેન્ટ ક્રિએટર્સ અને ફિલ્મ નિર્માતાઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.
આ કોમ્પિટિશનમાં કૉલેજના વિદ્યાર્થીઓ, સ્વતંત્ર ફિલ્મ નિર્માતાઓ અને જીવનના તમામ ક્ષેત્રોના કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ખુલ્લી છે.
જો તમે 'રીલ્સ' અથવા ફિલ્મો બનાવવાના શોખીન છો, તો તમારા માટે આ એક સુવર્ણ તક છે. તમે તમારો શોખ પૂરો કરવાની સાથે પૈસા પણ કમાઈ શકો છો. નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) નમો ભારત શોર્ટ ફિલ્મ મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરી રહ્યું છે. કોઈપણ ક્ષેત્રના કન્ટેન્ટ ક્રિએટર્સ અને ફિલ્મ નિર્માતાઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.
આ સ્પર્ધામાં ભાગ લેનાર ફિલ્મ નિર્માતાઓ શોર્ટ ફિલ્મ બનાવવા માટે તેમની પોતાનું જેનર અથવા સ્ટોરી પસંદ કરી શકે છે, તેના પર કોઈ પ્રતિબંધ નથી. જો કે આરઆરટીએસ સ્ટેશન અને નમો ભારત ટ્રેન તેમની શોર્ટ ફિલ્મમાં સર્જનાત્મક સ્વરૂપમાં જોવા મળે.
શૂટિંગ સંપૂર્ણપણે ફ્રી
RRTS સ્ટેશનો અને નમો ભારત ટ્રેનો એક આધુનિક અને આકર્ષક સ્થાન છે, સૌથી સારી વાત એ છે કે RRTS સ્ટેશનો અને નમો ભારત ટ્રેનોમાં શૂટિંગ સંપૂર્ણપણે મફત છે, જે તેને ફિલ્મ નિર્માતાઓની સર્જનાત્મકતાને જીવંત કરવાની વધુ આકર્ષક તક બનાવે છે.
હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓનો ઓપ્શન
આ સ્પર્ધા માટેની અરજીઓ અંગ્રેજી અથવા હિન્દી બંને ભાષામાં વૈકલ્પિક સબટાઈટલ્સ સાથે સ્વીકારવામાં આવશે. દર્શકોને આકર્ષે તેવા ઉચ્ચ-ગુણવત્તાવાળા દ્રશ્યો સુનિશ્ચિત કરવા માટે મૂવીઝ MP4 અથવા MOV ફોર્મેટમાં ઓછામાં ઓછા 1080p ના રિઝોલ્યુશન સાથે રજૂ થવી જોઈએ.
કોલેજના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે
આ કોમ્પિટિશનમાં કૉલેજના વિદ્યાર્થીઓ, સ્વતંત્ર ફિલ્મ નિર્માતાઓ અને જીવનના તમામ ક્ષેત્રોના કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ખુલ્લી છે. સ્પર્ધામાં ભાગ લેનાર ટોચના ત્રણ વિજેતાઓને અનુક્રમે રુપિયા 1,50,000, રુપિયા 1,00,000 અને રુપિયા 50,000 ના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. વિજેતા ફિલ્મોને NCRTCના ડિજિટલ પ્લેટફોર્મ પર પણ બતાવી શકાશે.
આ રીતે કરો એપ્લીકેશન
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે, અરજદારોએ વિષય લાઇન સાથે pr@ncrtc.in પર ઇમેઇલ કરવાનો રહેશે: “નમો ભારત શોર્ટ ફિલ્મ મેકિંગ કોન્ટેસ્ટ”. ઈમેલમાં અરજદારનું પૂરું નામ, 100 શબ્દોની ટૂંકી વાર્તા અને ફિલ્મની અંદાજિત અવધિ શામેલ હોવી જોઈએ. છેલ્લી તારીખ 20મી ડિસેમ્બર 2024 છે.