Government Scheme: 1 લાખ રૂપિયા કઈ સરકારી સ્કીમમાં રોકવા? NSC, KVP, PPF કે પોસ્ટ ઓફિસ FD? સમજો રોકાણનું આખું ગણિત
તમારી પાસે 1 લાખ રૂપિયા છે અને સુરક્ષિત રોકાણ કરવા માંગો છો? જાણો લેટેસ્ટ 2025 ના વ્યાજ દર મુજબ NSC, KVP, PPF અને પોસ્ટ ઓફિસ FD માંથી કયો વિકલ્પ તમારા માટે બેસ્ટ છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડની મુદત 15 વર્ષની હોય છે અને તેમાં હાલ 7.1% વ્યાજ મળે છે. આ સ્કીમનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનું વ્યાજ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે.
Government Scheme: જો તમારી પાસે 1 લાખ રૂપિયા છે અને તમે તેને કોઈ સુરક્ષિત જગ્યાએ રોકવાનું વિચારી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસ અને ભારત સરકારની બચત યોજનાઓ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ યોજનાઓમાં નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, કિસાન વિકાસ પત્ર, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટનો સમાવેશ થાય છે.
પરંતુ, માત્ર વધારે વ્યાજ દર જોઈને રોકાણ કરવું સમજદારી નથી. આ ચારેય સ્કીમનો સમયગાળો અલગ-અલગ છે. કોઈ સ્કીમમાં તમારા પૈસા 5 વર્ષ માટે જમા રહે છે, તો કોઈમાં 10 કે 15 વર્ષ માટે. વર્ષ 2025 ના લેટેસ્ટ વ્યાજ દરો અનુસાર, તમારે તમારી જરૂરિયાત મુજબ ક્યાં રોકાણ કરવું જોઈએ, ચાલો સમજીએ તેનો સંપૂર્ણ હિસાબ.
એક નજરમાં સમજો વ્યાજ અને રિટર્નનો તફાવત
1 લાખ રૂપિયાના રોકાણ પર મળતા અંદાજિત રિટર્નની ગણતરી નીચે મુજબ છે.
જે લોકો પોતાના પૈસા માત્ર 5 વર્ષ માટે રોકવા માંગે છે, તેમના માટે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સારો વિકલ્પ છે. તેમાં હાલમાં 7.7% વ્યાજ મળી રહ્યું છે. જો તમે 1 લાખ રૂપિયા રોકો છો, તો 5 વર્ષ પછી તમને લગભગ 1.45 લાખ રૂપિયા મળશે. એટલે કે સીધો 45,000 રૂપિયાનો ફાયદો. આમાં 80C હેઠળ ટેક્સ છૂટ મળે છે, જોકે પાકતી મુદતે મળતું વ્યાજ ટેક્સેબલ હોય છે.
KVP માં પૈસા બમણા થવાની ગેરંટી
કિસાન વિકાસ પત્રમાં 7.5% ના દરે વ્યાજ મળે છે. આ સ્કીમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં તમારા પૈસા 115 મહિનામાં (લગભગ 9 વર્ષ 7 મહિના) ડબલ થઈ જાય છે. એટલે કે 1 લાખનું રોકાણ મેચ્યોરિટી પર 2 લાખ રૂપિયા બની જાય છે. જો તમે લાંબા સમય માટે પૈસા મૂકી રાખવા માંગતા હોવ અને પૈસા ડબલ કરવાનો લક્ષ્યાંક હોય, તો આ સ્કીમ શ્રેષ્ઠ છે.
પોસ્ટ ઓફિસ FDના ફાયદા
પોસ્ટ ઓફિસમાં 5 વર્ષની ફિક્સ ડિપોઝિટ પર 7.5% વ્યાજ મળે છે. 1 લાખ રૂપિયા જમા કરવા પર 5 વર્ષ પછી રકમ 1.45 લાખ રૂપિયા થઈ શકે છે. જોકે આમાં રિટર્ન NSC કરતા થોડું ઓછું છે, પરંતુ FD માં ફ્લેક્સિબિલિટી વધુ છે. તમે 1, 2, 3 કે 5 વર્ષ માટે FD કરાવી શકો છો. 5 વર્ષની FD પર 80C હેઠળ ટેક્સ બચતનો લાભ પણ મળે છે.
PPF: લાંબા ગાળાના રોકાણનો રાજા
પબ્લિક પ્રોવિડન્ટ ફંડની મુદત 15 વર્ષની હોય છે અને તેમાં હાલ 7.1% વ્યાજ મળે છે. આ સ્કીમનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનું વ્યાજ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે. જો 1 લાખ રૂપિયા એકસાથે રોકીને 15 વર્ષ માટે છોડી દેવામાં આવે, તો તે 2.80 લાખ રૂપિયા બની શકે છે. જોકે, PPF માં એકસાથે પૈસા નાખવા કરતા દર વર્ષે (મહત્તમ 1.5 લાખ સુધી) નિયમિત રોકાણ કરવાથી સૌથી મોટો ફાયદો થાય છે.
તમારે 1 લાખ રૂપિયા ક્યાં રોકવા જોઈએ?
રોકાણ કરતા પહેલા તમારો ગોલ નક્કી કરો,,,જો તમારે 5 વર્ષ માટે જ રોકાણ કરવું છે, તો NSC અથવા પોસ્ટ ઓફિસ FD પસંદ કરો. જો તમારે તમારા પૈસા ડબલ કરવા છે, તો કિસાન વિકાસ પત્ર બેસ્ટ છે. જો તમારો ગોલ 15 વર્ષ કે તેથી વધુનો છે અને બિલકુલ ટેક્સ ફ્રી રિટર્ન જોઈએ છે, તો PPF સિવાય બીજો કોઈ સારો વિકલ્પ નથી. માત્ર વ્યાજ દર જોઈને લલચાઈ જવાને બદલે, તમને પૈસા ક્યારે પાછા જોઈએ છે તે નક્કી કરીને જ સ્કીમની પસંદગી કરો.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.