ઘણા રોકાણકારો એવા ઓપ્શનો શોધી રહ્યા છે જે સુરક્ષિત અને સ્થિર રિટર્ન આપે.
શેરબજારમાં લાંબા સમયથી ઉતાર-ચઢાવ ચાલી રહ્યો છે, જેના કારણે ઘણા રોકાણકારો એવા ઓપ્શનો શોધી રહ્યા છે જે સુરક્ષિત અને સ્થિર રિટર્ન આપે. આ કારણે, ફિક્સ્ડ ડિપોઝિટ (FD) એક પોપ્યુલર રોકાણ ઓપ્શન બની ગયો છે, કારણ કે તે જોખમમુક્ત અને નિશ્ચિત વ્યાજ રેટ પ્રોવાઇડ કરે છે. જોકે, એ સમજવું અગત્યનું છે કે FD પરનો વ્યાજ ફુગાવાના દર કરતા વધારે હોવો જોઈએ જેથી રોકાણકારોને વાસ્તવિક લાભ મળી શકે.
પત્નીના નામે FD કરાવવાના ફાયદા
જો તમે પરિણીત પુરુષ છો, તો તમારા નામે FD કરાવવાને બદલે તમારી પત્નીના નામે FDમાં રોકાણ કરવું વધુ ફાયદાકારક બની શકે છે. આનાથી ઘણા ટેક્ષ બેનિફિટ મળી શકે છે અને વ્યાજ પરનો TDS બચાવી શકાય છે.
FD પર TDS ગણતરી અને ટેક્ષ સેવિંગ
FD વ્યાજ પર ટેક્ષ નિયમો: FD પર મળતું વ્યાજ તમારી કુલ આવકમાં ઉમેરવામાં આવે છે, જે તમારી ટેક્ષ જવાબદારીમાં વધારો કરી શકે છે. જો તમારી વાર્ષિક આવક ઊંચા ટેક્સ સ્લેબમાં આવે છે, તો તમારે FD પર વધુ ટેક્સ ચૂકવવો પડી શકે છે.
પત્નીના નામે FD કરાવીને ટેક્ષ સેવિંગ: જો તમારી પત્નીની આવક ઓછી હોય અથવા તે ગૃહિણી હોય, તો તે ફોર્મ 15G ભરીને TDS કપાત ટાળી શકે છે.
જોઇન્ટ એફડીનો લાભ: જો તમે તમારી પત્ની સાથે સંયુક્ત એફડી કરો છો અને તેને પ્રાથમિક ધારક બનાવો છો, તો તમે તમારી કર જવાબદારી ઘટાડી શકો છો.
FD પર TDS કપાત માટેના નિયમો
વ્યાજ મર્યાદા - જો કોઈ વ્યક્તિની FD માંથી વાર્ષિક વ્યાજ આવક 40,000 રૂપિયાથી વધુ હોય, તો 10% TDS કાપવામાં આવે છે.
વરિષ્ઠ નાગરિકો માટે મુક્તિ - 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે, મર્યાદા 50,000 રૂપિયા છે.
ફોર્મ 15G અને 15Hનો ઉપયોગ - જેમની કુલ આવક ટેક્ષેબલ લિમિટથી ઓછી છે તેઓ ફોર્મ 15G (નિયમિત વ્યક્તિઓ) અથવા 15H (વરિષ્ઠ નાગરિકો) ભરીને TDS કપાત ટાળી શકે છે.
FDમાં રોકાણ કરતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો
વ્યાજ દરોની તુલના કરો - મેક્સિમમ રિટર્ન મેળવવા માટે વિવિધ બેન્કો અને NBFC દ્વારા ઓફર કરવામાં આવતા FD વ્યાજ દરોની તુલના કરવી મહત્વપૂર્ણ છે.