રેપો રેટમાં 0.25% નો વધારો થયો હોવાથી આગામી દિવસોમાં બેંકો ધીમે ધીમે તેમના વ્યાજદરમાં વધારો કરશે. આનાથી તમારા માસિક હપ્તાની રકમ વધી શકે છે અથવા તમારી લોનનો સમયગાળો લંબાઈ શકે છે.
Home Loan : પોતાના સપનાનું ઘર ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ તેની તાજેતરની બેઠકમાં રેપો રેટ 5.25% થી વધારીને 5.50% કરી દીધો છે. આરબીઆઈના આ નિર્ણય બાદ એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ સાથે જોડાયેલી તમામ હોમ લોન મોંઘી થવી હવે નિશ્ચિત માનવામાં આવે છે.
જોકે, સરકારી અને ખાનગી બેંકો તેમજ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ તેમના વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કરે, તે પહેલા નવા ઘર ખરીદનારાઓ પાસે હાલના સૌથી ઓછા વ્યાજદરે લોન બુક કરાવવાની એક શાનદાર તક છે. જો તમે 30 લાખથી 75 લાખ રૂપિયા સુધીની હોમ લોન લેવાનું આયોજન કરી રહ્યા છો, તો નીચે આપેલી સરકારી અને ખાનગી બેંકોના વર્તમાન વ્યાજદરોની સરખામણી કરીને તમારા માટે સૌથી સસ્તો વિકલ્પ પસંદ કરી શકો છો.
સરકારી બેંકોના વર્તમાન હોમ લોન વ્યાજ દરો
સરકારી બેંકો હાલમાં ગ્રાહકોને ખૂબ જ આકર્ષક અને સ્પર્ધાત્મક વ્યાજદરો ઓફર કરી રહી છે.
બેંક ઓફ મહારાષ્ટ્ર : 7.00% થી 9.90%
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા : 7.00% થી 9.15%
બેંક ઓફ ઈન્ડિયા : 7.10% થી 10.00%
ઈન્ડિયન બેંક : 7.15% થી 9.15%
પંજાબ નેશનલ બેંક : 7.20% થી 9.25%
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા : 7.25% થી 8.55%
પંજાબ એન્ડ સિંધ બેંક : 7.35% થી 10.75%
પ્રાઈવેટ બેંકોના વર્તમાન હોમ લોન વ્યાજ દરો
ખાનગી ક્ષેત્રની બેંકો પણ ગ્રાહકોને પોતાની તરફ ખેંચવા માટે શાનદાર ઓફર આપી રહી છે.
આઈસીઆઈસીઆઈ બેંક : 7.55% થી શરૂ
કોટક મહિન્દ્રા બેંક : 7.60% થી શરૂ
એચડીએફસી બેંક : 7.75% થી શરૂ
એક્સિસ બેંક : 8.00% થી 11.90%
ફેડરલ બેંક : 8.35% થી 10.50%
હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના વ્યાજ દરો
નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પણ હોમ લોન માર્કેટમાં મજબૂત વિકલ્પ બનીને ઊભી છે.
બજાજ હાઉસિંગ ફાઇનાન્સ : 7.25% થી શરૂ
આઈસીઆઈસીઆઈ હોમ ફાઇનાન્સ : 7.50% થી શરૂ
ગોદરેજ હાઉસિંગ ફાઇનાન્સ : 7.65% થી શરૂ
આદિત્ય બિરલા કેપિટલ : 7.75% થી શરૂ
પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ: 7.75% થી 10.05%
હોમ લોન લેનારાઓ માટે હવે 3 મહત્વની ટિપ્સ
રેપો રેટમાં 0.25% નો વધારો થયો હોવાથી આગામી દિવસોમાં બેંકો ધીમે ધીમે તેમના વ્યાજદરમાં વધારો કરશે. આનાથી તમારા માસિક હપ્તાની રકમ વધી શકે છે અથવા તમારી લોનનો સમયગાળો લંબાઈ શકે છે.માત્ર ટીવી કે છાપાની જાહેરાતોમાં દેખાતા 'શરૂઆતી વ્યાજદર' જોઈને સીધો નિર્ણય ન લો. તમને વાસ્તવમાં કયા દરે લોન મળશે તે તમારો સિબિલ સ્કોર, લોનની રકમ અને તમે નોકરીયાત છો કે ધંધાદારી તેના પર નિર્ભર કરે છે. RBIના હાલના કડક વલણને જોતા એવું લાગે છે કે ભવિષ્યમાં પણ વ્યાજદરો ઊંચા રહી શકે છે. તેથી લોન લેતા પહેલા તમારા ઘરનું બજેટ અને લોન ચૂકવવાની તમારી ક્ષમતાનો બરાબર હિસાબ લગાવી લો.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.