EPF માંથી પૈસા ઉપાડવાની આ ભૂલ ક્યારેય ન કરતા, નહીંતર પડશે મોટો ફટકો; જુઓ એક્સપર્ટનું આખું કેલ્ક્યુલેશન | Moneycontrol Gujarati
Get App

EPF માંથી પૈસા ઉપાડવાની આ ભૂલ ક્યારેય ન કરતા, નહીંતર પડશે મોટો ફટકો; જુઓ એક્સપર્ટનું આખું કેલ્ક્યુલેશન

નોકરીયાત વર્ગ માટે EPF એ રિટાયરમેન્ટનું બેસ્ટ ફંડ છે. પણ નાની જરૂરિયાત માટે પીએફ ઉપાડતા પહેલા આ વાંચો. 28 વર્ષની ઉંમરે 1 લાખ ઉપાડવાથી 11.78 લાખનું નુકસાન થઈ શકે છે!

અપડેટેડ 03:09:31 PM Jun 21, 2026 પર
Story continues below Advertisement
એક્સપર્ટ્સ સ્પષ્ટ કહે છે કે EPF કોઈ સામાન્ય સેવિંગ્સ એકાઉન્ટ કે પિગી બેંક (ગલ્લો) નથી, જેને જિંદગીમાં થોડો ખર્ચ વધતા જ ખાલી કરી દેવાય.

EPF Withdrawal Rules: નોકરીયાત લોકો માટે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ રિટાયરમેન્ટ માટે ફંડ ભેગું કરવાનો સૌથી સુરક્ષિત અને ભરોસાપાત્ર રસ્તો છે. પરંતુ ઘણી વખત લોકો નાના-મોટા ખર્ચા કે ઈમરજન્સીના નામે પોતાના PF ખાતામાંથી અમુક પૈસા ઉપાડી લેતા હોય છે. જો તમે પણ આવું કરવાનું વિચારી રહ્યા છો, તો જરા થોભી જાવ! ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સ માને છે કે યુવાનીમાં પીએફમાંથી કાઢેલી એક નાની રકમ તમારા ઘડપણના મોટા ફંડમાં મોટું ગાબડું પાડી શકે છે.

જો આપણે આંકડાની માયાજાળ સમજીએ તો, જો તમે 28 વર્ષની ઉંમરે તમારા EPF એકાઉન્ટમાંથી માત્ર 1 લાખ રૂપિયા ઉપાડો છો, તો નિવૃત્તિ સમયે તમારે અંદાજે 11.78 લાખ રૂપિયાનું સીધું નુકસાન ભોગવવું પડી શકે છે.

પીએફમાંથી પૈસા ઉપાડવા કેમ આટલા મોંઘા પડે છે?

આટલા મોટા નુકસાન પાછળનું સૌથી મોટું કારણ છે કમ્પાઉન્ડિંગ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજની તાકાત. પીએફમાં તમારા પૈસા લાંબા સમય સુધી જમા રહે છે, જેના કારણે તેના પર મળતું વ્યાજ આવતા વર્ષે મુદ્દલમાં ઉમેરાય છે અને પછી તે વ્યાજ પર પણ વ્યાજ મળે છે.

ફિનટેક પ્લેટફોર્મ 'કસ્ટોડિયન લાઈફ' ના ફાઉન્ડર કુણાલ કાબરાના જણાવ્યા અનુસાર, 'સમય પહેલાં EPF માંથી ઉપાડેલી રકમ તમારા રિટાયરમેન્ટ ફંડ પર એક કાયમી ટેક્સ જેવી છે. તમે જેટલી નાની ઉંમરે પૈસા ઉપાડશો, નુકસાન એટલું જ મોટું થશે. કમ્પાઉન્ડિંગ ધીરજ રાખનારની સંપત્તિ વધારે છે, અને સમય પહેલાં પૈસા ઉપાડનારને મોટું નુકસાન પણ કરાવે છે.'


1 લાખ ઉપાડવાથી 11.78 લાખનો ફટકો કેવી રીતે?

હાલમાં EPFO પીએફમાં જમા રકમ પર 8.25 ટકાનું શાનદાર વાર્ષિક વ્યાજ આપી રહ્યું છે. ચાલો એક્સપર્ટના ઉદાહરણ દ્વારા સમજીએ:

માની લો કે એક વ્યક્તિ 23 વર્ષની ઉંમરે નોકરી શરૂ કરે છે અને 58 વર્ષ સુધી EPF માં ફાળો આપે છે. તે પહેલા 10 વર્ષ 5000 રૂપિયા દર મહિને જમા કરે છે. પછીના 10 વર્ષ 10000 રૂપિયા, ત્યારપછીના 10 વર્ષ 20000 રૂપિયા અને છેલ્લા 5 વર્ષ 25000 રૂપિયા મહિને જમા કરે છે.

જો તે કર્મચારી પોતાના 35 વર્ષના કરિયરમાં 1 રૂપિયો પણ નથી ઉપાડતો, તો નિવૃત્તિ સમયે તેનું કુલ ફંડ લગભગ 2.11 કરોડ રૂપિયા થઈ જશે.

પરંતુ જો તે વચ્ચે પૈસા ઉપાડે તો,,

1 લાખ ઉપાડવા પર: જો તે 28 વર્ષની ઉંમરે માત્ર 1 લાખ રૂપિયા ઉપાડે છે, તો રિટાયરમેન્ટ વખતે તેનું ફાઇનલ ફંડ અંદાજે 11.78 લાખ રૂપિયા ઘટી જશે.

5 લાખ ઉપાડવા પર: જો તે કોઈ મોટા ખર્ચા માટે 5 લાખ રૂપિયા ઉપાડી લે, તો નિવૃત્તિ સમયે તેના કુલ ફંડમાં 60 લાખ રૂપિયાનું મોટું ગાબડું પડશે.

એક્સપર્ટની સલાહ

એક્સપર્ટ્સ સ્પષ્ટ કહે છે કે EPF કોઈ સામાન્ય સેવિંગ્સ એકાઉન્ટ કે પિગી બેંક (ગલ્લો) નથી, જેને જિંદગીમાં થોડો ખર્ચ વધતા જ ખાલી કરી દેવાય. સીધા અને સરળ શબ્દોમાં કહીએ તો 28 વર્ષની ઉંમરે ઉપાડેલો તમારો 1 રૂપિયો, નિવૃત્તિ સમયે તમારા 12 રૂપિયા બરાબર હોય છે.

તેથી, જ્યાં સુધી કોઈ ગંભીર મેડિકલ ઈમરજન્સી કે અત્યંત જરૂરી પરિસ્થિતિ ન હોય, ત્યાં સુધી તમારા પીએફ ફંડને બિલકુલ અડશો નહીં. ટૂંકા ગાળાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક અલગ ઈમરજન્સી ફંડ બનાવીને રાખો, જેથી તમારા ઘડપણની લાકડી એકદમ સુરક્ષિત રહે.

આ પણ વાંચો-સેન્સેક્સની ટોપ 10માંથી 9 કંપનીઓની માર્કેટ કેપમાં 2.15 લાખ કરોડનો જંગી ઉછાળો, જાણો કોને થયો સૌથી મોટો ફાયદો

MoneyControl News

MoneyControl News

First Published: Jun 21, 2026 3:09 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.