New Income Tax Rules: 1 એપ્રિલથી દેશમાં નવો ટેક્સ નિયમ લાગુ: PAN કાર્ડ, ITR અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાયા, જાણો બધી જ વિગતો
New Income Tax Rules: 1 એપ્રિલથી ભારતમાં નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 લાગુ થયો છે. PAN કાર્ડ, ITR ડેડલાઇન, HRA, અને ક્રેડિટ કાર્ડમાં થયેલા મોટા ફેરફારો વિશે સરળ ભાષામાં જાણો.
New Income Tax Rules: 1 એપ્રિલથી ભારતમાં નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 લાગુ થયો છે.
New Income Tax Rules: 1 એપ્રિલથી ભારતના ટેક્સ સિસ્ટમમાં એક બહુ મોટો અને ઐતિહાસિક બદલાવ આવી ગયો છે. હવે દેશમાં 65 વર્ષ જૂના આવકવેરા કાયદા, 1961 ની જગ્યાએ નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 લાગુ કરવામાં આવ્યો છે. આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય માણસ માટે ટેક્સના નિયમોને એકદમ સરળ અને સ્પષ્ટ બનાવવાનો છે.
સરકારે ફાઇનાન્સ એક્ટ-2026નું નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે. હવે બેકાર અને જૂના નિયમોને હટાવી દેવામાં આવ્યા છે, જેથી લોકોને ITR ભરવામાં કોઈ જ મુશ્કેલી ન પડે. ચાલો જાણીએ આ નવા ટેક્સ સિસ્ટમમાં સામાન્ય માણસ, નોકરીયાત વર્ગ અને વેપારીઓ માટે કયા મોટા ફેરફારો થયા છે.
ટેક્સ યર નો નવો નિયમ
સૌથી મોટી રાહત એ છે કે હવે ફાઇનાન્શિયલ યર અને અસેસમેન્ટ યર (નિર્ધારણ વર્ષ) એવી બે અલગ અલગ ગણતરીની ઝંઝટ ખતમ કરી દેવાઈ છે. 1 એપ્રિલથી હવે માત્ર ટેક્સ યર જ ગણાશે. એટલે કે તમે જે વર્ષમાં કમાણી કરશો, તે જ વર્ષમાં તેના પર ટેક્સ લાગુ પડશે.
ITR ભરવાની છેલ્લી તારીખમાં ફેરફાર
ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની તારીખો હવે આ મુજબ રહેશે:
* નોકરીયાત લોકો (ITR-1 અને ITR-2): છેલ્લી તારીખ 31 જુલાઈ જ રહેશે.
* અન્ય સામાન્ય ટેક્સપેયર્સ: 31 ઓગસ્ટ છેલ્લી તારીખ રહેશે.
* ઓડિટ વાળા કેસ: છેલ્લી તારીખ 31 ઓક્ટોબર રહેશે.
ગિફ્ટ અને બાળકોના ભથ્થામાં મોટો વધારો
ગિફ્ટ અને વાઉચર: કંપની તરફથી મળતા ગિફ્ટ કાર્ડ કે વાઉચર પર અત્યાર સુધી માત્ર 5000 રૂપિયાની છૂટ હતી, જે હવે વધારીને સીધી 15000 રૂપિયા કરી દેવાઈ છે. આ લાભ જૂની અને નવી બંને ટેક્સ સિસ્ટમમાં મળશે.
બાળકો માટે ભથ્થું: બાળકો માટેનું એજ્યુકેશન એલાઉન્સ દર મહિને 100 રૂપિયાથી વધારીને 3000 રૂપિયા કરી દેવાયું છે. જ્યારે હોસ્ટેલ એલાઉન્સ 300 રૂપિયાથી વધારીને સીધું 9000 રૂપિયા પ્રતિ માસ કરાયું છે.
PAN કાર્ડ બનાવવાના નિયમો બદલાયા
હવે માત્ર આધાર કાર્ડ આપીને PAN કાર્ડ બનાવી શકાશે નહીં. નવા નિયમ મુજબ અલગ અલગ લોકો માટે અલગ ફોર્મ ભરવા પડશે:
* સામાન્ય વ્યક્તિઓ માટે: ફોર્મ 93
* કંપનીઓ માટે: ફોર્મ 94
* વિદેશી વ્યક્તિઓ માટે: ફોર્મ 95
* વિદેશી સંસ્થાઓ માટે: ફોર્મ 96
આ ઉપરાંત, હવે મોટા આર્થિક વ્યવહારોમાં PAN કાર્ડ આપવું ફરજિયાત કરી દેવાયું છે.
ક્રેડિટ કાર્ડ અને HRA (ભાડા ભથ્થું) માટે કડક નિયમો
ક્રેડિટ કાર્ડ: જો તમે ક્રેડિટ કાર્ડથી 10 લાખ રૂપિયાથી વધુનો ઓનલાઈન ખર્ચ કરો છો અથવા 1 લાખ રૂપિયાથી વધુનો રોકડ ખર્ચ કરો છો, તો તેની સીધી માહિતી આવકવેરા વિભાગને પહોંચી જશે.
HRAના કડક નિયમો: હવે ફેક (ખોટી) ભાડાની પહોંચ આપીને ટેક્સ બચાવવો શક્ય નથી. તમારે મકાન માલિકનું PAN કાર્ડ અને ભાડું ચૂકવ્યાનો પુરાવો આપવો જ પડશે.
મેટ્રો સિટીની નવી લિસ્ટ: બેંગલુરુ, હૈદરાબાદ, પુણે અને અમદાવાદને હવે મેટ્રો સિટીનો દરજ્જો મળ્યો છે. આ શહેરોમાં રહેતા લોકોને હવે 40%ને બદલે 50% HRAની છૂટ મળશે. કુલ 8 શહેરો (મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, પુણે અને અમદાવાદ)ને 50% HRAનો લાભ મળશે.
અન્ય મહત્વના ફેરફારો
મોટર એક્સિડન્ટ ક્લેમ: મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ (MACT) તરફથી મળતા વળતર પર જે વ્યાજ મળે છે, તે હવે સંપૂર્ણપણે ટેક્સ ફ્રી (કરમુક્ત) રહેશે.
ટ્રસ્ટ અને NGO: ધાર્મિક અને સામાજિક ટ્રસ્ટના નિયમો હવે માત્ર એક જ કલમ 17-B હેઠળ લાવી દેવાયા છે. જે ટ્રસ્ટ કોઈ ટેક્સ બેનિફિટ નથી લેતા, તેઓ સરળતાથી પોતાનું રજીસ્ટ્રેશન કેન્સલ કરાવી શકશે.
કોણે કયું ITR ફોર્મ ભરવું?
આવકવેરા વિભાગે વર્ષ 2026-27 માટે નવા ફોર્મ બહાર પાડી દીધા છે:
* ITR-1 (સહજ): પગારદાર વર્ગ, જેની વાર્ષિક આવક 50 લાખ સુધી છે (પગાર, ઘરભાડું, વ્યાજ કે 5000 સુધીની ખેતીની આવક).
* ITR-4 (સુગમ): 50 લાખ સુધીની આવક ધરાવતા નાના વેપારીઓ અને પ્રોફેશનલ્સ.