TDS Rule Changes 2025: 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરાયેલા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ટેક્સ ડિડક્શન એટ સોર્સ (TDS) નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત કરવામાં આવી હતી. નવો TDS નિયમ 1 એપ્રિલથી અમલમાં આવશે. નવા નિયમો અમલમાં આવ્યા બાદ, ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને રિકરિંગ ડિપોઝિટ (RD) બનાવતા ઇન્વેસ્ટર્સને મોટી રાહત મળશે. જેમાં વરિષ્ઠ નાગરિકોને રાહત આપતા FDમાંથી થતી આવક પર TDS કપાતની લિમિટ ડબલ કરવામાં આવી છે. સામાન્ય નાગરિકોને પણ રાહત આપવામાં આવી છે. 1 એપ્રિલથી, વરિષ્ઠ નાગરિકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD), રિકરિંગ ડિપોઝિટ (RD) વગેરેમાંથી વ્યાજની આવક પર TDS કપાતને ત્યારે જ મંજૂરી આપવામાં આવશે જો વ્યાજની આવક નાણાકીય વર્ષમાં રૂ. 1 લાખથી વધુ હોય. આનો અર્થ એ થયો કે, જો કોઈ વરિષ્ઠ નાગરિકની વ્યાજની આવક 1 લાખ રૂપિયાથી ઓછી હોય, તો તેણે TDS ચૂકવવો પડશે નહીં.