દરેક લોન્ગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ પર નથી લાગતો ટેક્સ, જાણો શું છે નિયમો
અગાઉ દરેક સંપત્તિ માટે કેપિટલ ગેન્સ ટેક્સના નિયમો અલગ-અલગ હતા, પરંતુ હવે સરકાર આ નિયમોમાં એકરૂપતા લાવી રહી છે. ચાલો જાણીએ કેપિટલ ગેન્સ ટેક્સના નિયમો શું છે.
જો પ્રોપર્ટી 24 મહિનાની અંદર વેચવામાં આવે, તો તેના નફા પર 20% શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ લાગે છે.
કોઈ સંપત્તિ ખરીદ્યા બાદ તેને કેટલાક મહિના કે વર્ષો પછી વેચવામાં આવે ત્યારે જે નફો થાય છે, તેને કેપિટલ ગેન્સ કહેવામાં આવે છે. આવકવેરાના નિયમો અનુસાર, કેપિટલ ગેન્સ પર ટેક્સ લાગુ થાય છે. કેપિટલ ગેન્સ બે પ્રકારના હોય છે: શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ અને લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ. અગાઉ દરેક સંપત્તિ માટે કેપિટલ ગેન્સ ટેક્સના નિયમો અલગ-અલગ હતા, પરંતુ હવે સરકાર આ નિયમોમાં એકરૂપતા લાવી રહી છે. ચાલો જાણીએ કેપિટલ ગેન્સ ટેક્સના નિયમો શું છે.
શેર અને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ પર ટેક્સ
જો કોઈ શેર (સ્ટોક્સ) અથવા મ્યુચ્યુઅલ ફંડ (ઇક્વિટી)ના યુનિટ્સ ખરીદ્યાના 12 મહિનાની અંદર વેચવામાં આવે, તો તેના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ લાગે છે. 12 મહિના બાદ વેચાણ પર લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ લાગુ થાય છે.
શોર્ટ ટર્મ: શેર અને મ્યુચ્યુઅલ ફંડ પર 20% ટેક્સ.
લોન્ગ ટર્મ: 12.5% ટેક્સ.
રિયલ એસ્ટેટ પર કેપિટલ ગેન્સના નિયમો
પ્રોપર્ટી (રિયલ એસ્ટેટ)ના વેચાણના કિસ્સામાં:
જો પ્રોપર્ટી 24 મહિનાની અંદર વેચવામાં આવે, તો તેના નફા પર 20% શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ લાગે છે.
જો 24 મહિના બાદ વેચાય, તો તે લોન્ગ શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ ગણાય છે. આ પર ઇન્ડેક્સેશન વિના 12.5% અથવા ઇન્ડેક્સેશન સાથે 20% ટેક્સ લાગે છે.
કેપિટલ ગેન્સ પર ટેક્સમાંથી છૂટના નિયમો
કેટલાક કિસ્સાઓમાં કેપિટલ ગેન્સ પર ટેક્સ ચૂકવવાની જરૂર પડતી નથી. આ નિયમો નીચે મુજબ છે:
બેસિક એક્ઝેમ્પશન લિમિટ: જો કોઈ વ્યક્તિની કુલ આવક (કેપિટલ ગેન્સ સહિત) બેસિક એક્ઝેમ્પશન લિમિટથી ઓછી હોય, તો તેને કેપિટલ ગેન્સ પર ટેક્સ ચૂકવવો નહીં પડે.
ગિફ્ટ ટ્રાન્સફર: જો કોઈ સંપત્તિ ગિફ્ટ તરીકે ટ્રાન્સફર કરવામાં આવે, તો તેના પર કેપિટલ ગેન્સ ટેક્સ લાગતો નથી. શરત એ છે કે આ ટ્રાન્સફર કોઈ વ્યક્તિ અથવા હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF) દ્વારા કરવામાં આવે.
શેર અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ: આવકવેરાની કલમ 112A હેઠળ, શેર અથવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સના વેચાણથી નાણાકીય વર્ષમાં 1.25 લાખ રૂપિયા સુધીના કેપિટલ ગેન્સ પર ટેક્સ ચૂકવવાની જરૂર નથી.
પ્રોપર્ટીમાં રિઇન્વેસ્ટમેન્ટ: આવકવેરાની કલમ 54F હેઠળ, જો પ્રોપર્ટીના વેચાણથી મળેલા કેપિટલ ગેન્સને બે વર્ષની અંદર બીજી પ્રોપર્ટીમાં રોકાણ કરવામાં આવે, તો તેના પર ટેક્સ લાગતો નથી. એ જ રીતે, જો જૂની સંપત્તિના વેચાણ પછી કેપિટલ ગેન્સનો ઉપયોગ ત્રણ વર્ષની અંદર ઘર બનાવવા માટે કરવામાં આવે, તો પણ ટેક્સ ચૂકવવો પડતો નથી.