Post Office MIS: 5 લાખ જમા કરો અને દર મહિને 3083 રૂપિયા પાક્કા મેળવો, 5 વર્ષમાં મળશે 6.85 લાખ | Moneycontrol Gujarati
Get App

Post Office MIS: 5 લાખ જમા કરો અને દર મહિને 3083 રૂપિયા પાક્કા મેળવો, 5 વર્ષમાં મળશે 6.85 લાખ

પોસ્ટ ઓફિસ MISમાં 5 લાખ જમા કરાવો અને દર મહિને 3083 રૂપિયા મેળવો. 7.4 ટકા વ્યાજે 5 વર્ષમાં 1.85 લાખ વ્યાજ સહિત કુલ 6.85 લાખ મળશે, જાણો પૂરો હિસાબ.

અપડેટેડ 04:44:26 PM Nov 25, 2026 પર
Story continues below Advertisement
MISની ખાસિયત એ છે કે વ્યાજ દર મહિને ચૂકવાય છે. જો તમે 5 લાખ રૂપિયા જમા કર્યા હોય તો 7.4 ટકા લેખે એક વર્ષનું વ્યાજ આશરે 37,000 રૂપિયા થાય છે.

Post Office MIS: તમારી પાસે 5 લાખ રૂપિયાની બચત પડી છે અને દર મહિને ઘરખર્ચ માટે નક્કી આવક જોઈએ છે? તો પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ એટલે કે MIS તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. આમાં એક વખત પૈસા જમા કરવાના, પછી દર મહિને વ્યાજ તમારા ખાતામાં આવતું રહે છે. શેર બજારની ઝંઝટ નહીં અને દર મહિને રોકાણ કરવાની માથાકૂટ પણ નહીં.

હાલ ઓક્ટોબરથી ડિસેમ્બર 2026ના ક્વાર્ટર માટે MIS પર 7.4 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. આ દરે 5 લાખ જમા કરો તો કેટલા પૈસા મળે, ચાલો પૂરો હિસાબ સમજીએ,,,

દર મહિને ખાતામાં આવશે 3083 રૂપિયા


MISની ખાસિયત એ છે કે વ્યાજ દર મહિને ચૂકવાય છે. જો તમે 5 લાખ રૂપિયા જમા કર્યા હોય તો 7.4 ટકા લેખે એક વર્ષનું વ્યાજ આશરે 37,000 રૂપિયા થાય છે. આ રકમને 12 મહિનામાં વહેંચીએ તો દર મહિને લગભગ 3083 રૂપિયા મળે છે. આ પેમેન્ટ સતત 5 વર્ષ સુધી ચાલુ રહેશે. તમારી મૂળ રકમ સલામત રહેશે અને ઉપરથી દર મહિને આવક પણ થશે.

5 લાખના રોકાણનો પૂરો હિસાબ

એક વખત જમા રકમ: 5,00,000 રૂપિયા

વાર્ષિક વ્યાજ દર: 7.4 ટકા

દર મહિને મળતું વ્યાજ: 3083 રૂપિયા

1 વર્ષનું કુલ વ્યાજ: 37,000 રૂપિયા

5 વર્ષનું કુલ વ્યાજ: 1,85,000 રૂપિયા

મેચ્યોરિટી પર મૂળ રકમ પરત: 5,00,000 રૂપિયા

5 વર્ષમાં કુલ મળનારી રકમ: 6,85,000 રૂપિયા

એટલે કે 5 વર્ષ ખાતું ચાલુ રાખો તો વ્યાજથી 1.85 લાખની કમાણી થશે અને અંતે 5 લાખ મૂળ રકમ પણ પાછી મળશે.

આ સ્કીમ કોના માટે ઉપયોગી છે?

જેમને બચતમાંથી દર મહિને નક્કી રકમ જોઈતી હોય તેમના માટે આ સ્કીમ બેસ્ટ છે. નિવૃત્તિ પછી પેન્શન ઉપરાંત વધારાની આવક જોઈતી હોય, કે ઘરમાં એકસામટી રકમ પડી હોય અને તેને માસિક ખર્ચ માટે વાપરવી હોય, તો MIS માં રોકાણ કરવું ફાયદાકારક રહે છે.

MISના મહત્વના નિયમો જાણી લો

એક વ્યક્તિ પોતાના નામે વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા કરાવી શકે છે. જોઈન્ટ ખાતામાં આ મર્યાદા 15 લાખ રૂપિયા સુધીની છે. ખાતું 5 વર્ષ માટે ખુલે છે. 1 વર્ષ પૂરું થયા પહેલા ખાતું બંધ કરાવી શકાતું નથી. 3 વર્ષ પહેલા બંધ કરાવો તો જમા રકમમાંથી 2 ટકા કપાશે. 3 થી 5 વર્ષ વચ્ચે બંધ કરાવો તો 1 ટકા કપાશે.

આ પણ વાંચો-Silver Gold Price: MCX પર સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો, ચાંદી 1,043 અને સોનું 640 તૂટ્યું, જાણો આગળ કેવી રહેશે કિંમતોની ચાલ

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 25, 2026 4:44 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.