Post Office: દેશના મધ્યમ વર્ગ માટે પોસ્ટ ઓફિસ યોજનાઓ પસંદગીનો ઓપ્શન છે. પોસ્ટ ઓફિસ સ્કીમ્સમાં ગેરંટી રિટર્ન ઉપલબ્ધ છે. તેમાં રોકાણ કરવું સૌથી સિક્યોર છે. પોસ્ટ ઓફિસ એવી સ્કીમ પણ ઓફર કરે છે જેમાં તમે દર મહિને રોકાણ કરીને રિટર્ન મેળવી શકો છો. તમે તમારા દર મહિનાના બજેટમાંથી કેટલાક પૈસા બચાવી શકો છો અને આ યોજનામાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસ કસ્ટમર્સને આરડી ઓફર કરે છે જેમાં તમારે દર મહિને પૈસા જમા કરાવવાના હોય છે. તમને તેના પર વ્યાજ મળે છે. આમાં તમે દર મહિને 100 રૂપિયા પણ બચાવી શકો છો.
સરકારે વ્યાજમાં વધારો કર્યો
મહિને 2,000 રૂપિયા જમા કરાવવા પર આટલા પૈસા મળશે
જો તમે રિકરિંગ ડિપોઝિટમાં દર મહિને રૂપિયા 2000નું રોકાણ કરો છો, તો તમને મેચ્યોરિટી પર રૂ. 1,41,983 મળશે. જો તમે દર મહિને 2000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમે દરરોજ 66 રૂપિયાના દરે વાર્ષિક 24 હજાર રૂપિયાનું રોકાણ કરશો. જે 5 વર્ષના સમયગાળામાં 1,20,000 રૂપિયા થઈ જશે. તેનાથી તમને 21,983 રૂપિયાનું વ્યાજ મળશે. મેચ્યોરિટી પર તમને કુલ 1,41,983 રૂપિયા મળશે.
મહિને 4,000 રૂપિયા જમા કરાવવા પર આટલા પૈસા મળશે
જો તમે રિકરિંગ ડિપોઝિટમાં દર મહિને રૂપિયા 4000નું રોકાણ કરો છો, તો તમને મેચ્યોરિટી પર રૂપિયા 2,83,968 મળશે. જો તમે દર મહિને 4000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમે દરરોજ 133 રૂપિયાના દરે વાર્ષિક 48 હજાર રૂપિયાનું રોકાણ કરશો. જે 5 વર્ષના સમયગાળામાં 1,20,000 રૂપિયા થઈ જશે. તેનાથી તમને 43,968 રૂપિયાનું વ્યાજ મળશે. મેચ્યોરિટી પર તમને 2,83,968 રૂપિયા મળશે.