પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (Pradhan Mantri Ujjwala Yojana) સરકારની તરફથી શરૂ કરવામાં આવેલી સૌથી સફળ યોજનાઓમાંની એક છે, જેનાથી કરોડો લોકોને ફાયદો થયો છે. આજે આ સ્કીમ પર કેન્દ્ર સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. અમારી સહયોગી ચેનલ સીએનબીસી આવાઝ દ્વારા મળેલી એક્સક્લુઝિવ જાણકારી અનુસાર, સરકારની ઉજ્જવલા એલપીજી સબસિડી સ્કીમ (Ujjwala LPG Subsidy Scheme) ને 1 વર્ષના વિસ્તાર મળવાની સંભાવના છે. કેબિનેટ આજે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને નાણાકીય વર્ષ 2025 સુધી વધારી શકે છે.
શું છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના?
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી. આ હેઠળ મફત એલપીજી ગેસ સિલિન્ડર અને સ્ટોવ ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારે મહિલાઓને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી હતી. યોજના હેઠળ ગરીબ પરિવારોને સબ્સિડી પર સિલિન્ડર આપવામાં આવે છે. એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ પહેલી વખત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર અને ગેસ સ્ટોવ ખરીદે છે, તો તેને EMIની સુવિધા પણ આપવામાં આવે છે.
કોને મળે છે પીએમ ઉજ્જવલા યોજનાનો ફોયદો
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માત્ર એવા પરિવારો માટે છે જેઓ ગરીબી રેખા નીચે આવે છે. પહેલા તેમાં માત્ર પાંચ કરોડ પરિવારો તેમાં સામેલ હતા. જો કે, બદલાવ પછી લાભાર્થીઓની સંખ્યામાં વધારો થયો અને અત્યાર સુધી દેશમાં કરોડો લોકોએ આ યોજનાનો લાભ લીધો છે.