Online Application Digital Document: ઘરે બેઠા બનાવો આ 5 મહત્વના દસ્તાવેજ, જાણો ઓનલાઇન અરજીની સરળ રીત | Moneycontrol Gujarati
Get App

Online Application Digital Document: ઘરે બેઠા બનાવો આ 5 મહત્વના દસ્તાવેજ, જાણો ઓનલાઇન અરજીની સરળ રીત

Online Application Digital Document: વોટર આઇડી, આધાર, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ જેવા જરૂરી દસ્તાવેજો ઘરેથી જ બનાવી શકો છો અને સરકારી ઓફિસના ધક્કા ખાવા પડશે નહીં.

અપડેટેડ 03:34:54 PM Aug 08, 2025 પર
Story continues below Advertisement
સરકારે મહત્વના દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, વોટર આઇડી, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયાને સરળ બનાવી છે.

Online Application Digital Document: આજના ડિજિટલ યુગમાં સરકારે મહત્વના દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, વોટર આઇડી, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયાને સરળ બનાવી છે. હવે તમે ઘરે બેઠા આ દસ્તાવેજો માટે ઓનલાઇન અરજી કરી શકો છો અને સરકારી ઓફિસની લાંબી કતારો ટાળી શકો છો. ચાલો જાણીએ આ દસ્તાવેજો માટેની ઓનલાઇન અરજીની પ્રક્રિયા.

1. આધાર કાર્ડ

* UIDAIની વેબસાઇટ https://uidai.gov.in પર જાઓ.

* 'My Aadhaar' સેક્શનમાં 'Book an Appointment' પસંદ કરો.

* તમારું શહેર અને નજીકનું આધાર સેવા કેન્દ્ર પસંદ કરો.


* 'New Aadhaar' વિકલ્પ પસંદ કરી, નામ, જન્મ તારીખ, સરનામું અને મોબાઇલ નંબર દાખલ કરો.

* મોબાઇલ પર આવેલો OTP વેરિફાય કરો.

* ઓળખ, સરનામું અને જન્મ તારીખના દસ્તાવેજોની માહિતી ભરો.

* એપોઇન્ટમેન્ટના દિવસે અસલ દસ્તાવેજો સાથે રાખો અને બાયોમેટ્રિક વિગતો આપો.

2. વોટર આઇડી

* નેશનલ વોટર સર્વિસ પોર્ટલ https://www.nvsp.in/ પર જાઓ.

* નવા મતદારો માટે 'First Register' વિકલ્પ પસંદ કરો.

* ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને OTP વેરિફાય કરો.

* બૂથ લેવલ ઓફિસર દસ્તાવેજો ચકાસવા ઘરે આવશે.

* વેરિફિકેશન બાદ 1 મહિનામાં વોટર આઇડી ઘરે મળશે.

3. ડ્રાઇવિંગ લાઇસન્સ

* માર્ગ પરિવહન મંત્રાલયની વેબસાઇટ https://parivahan.gov.in/ પર જાઓ.

* 'Online Services'માં 'Driving Licence Related Services' પસંદ કરો.

* તમારું રાજ્ય પસંદ કરી, 'Learner’s Licence Application' ફોર્મ ભરો.

* જરૂરી દસ્તાવેજો અપલોડ કરો, ડ્રાઇવિંગ ટેસ્ટની તારીખ પસંદ કરો અને પેમેન્ટ કરો.

* જો રાજ્યમાં સંપૂર્ણ ઓનલાઇન પ્રક્રિયા હોય, તો આધાર ઓથેન્ટિકેશન વિકલ્પ પસંદ કરો.

4. ઇ-પાન કાર્ડ

* આવકવેરા વિભાગની વેબસાઇટ https://eportal.incometax.gov.in પર જાઓ.

* 'Instant e-PAN' વિકલ્પ પસંદ કરો.

* આધાર નંબર દાખલ કરી, OTP વેરિફાય કરો.

* નિયમો-શરતો સ્વીકારી, વ્યક્તિગત માહિતી વેરિફાય કરો.

* 10 મિનિટમાં પાન નંબર મોબાઇલ પર મળશે.

5. ઇ-પાસપોર્ટ

* પાસપોર્ટ સેવા પોર્ટલ https://www.passportindia.gov.in/ પર રજિસ્ટર કરો.

* લોગ ઇન કરી, 'Apply for Fresh Passport/Re-issue of Passport' પસંદ કરો.

* માહિતી ભરો, ફી ઓનલાઇન ચૂકવો અને એપોઇન્ટમેન્ટ બુક કરો.

* નિર્ધારિત તારીખે PSK/RPO સેન્ટર પર દસ્તાવેજો સાથે જાઓ.

* પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઇ-પાસપોર્ટ ઘરે મોકલાશે.

આ પણ વાંચો- Rahul Gandhi Election Commission: રાહુલ ગાંધીને ચૂંટણી પંચનો આકરું અલ્ટીમેટમ, સ્તાક્ષર કરો અથવા દેશની માફી માંગો

MoneyControl News

MoneyControl News

First Published: Aug 08, 2025 3:34 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.