Indian Railway: રેલવે મુસાફરો માટે એક મોટા સમાચાર છે. ભારતીય રેલવે 1 જુલાઈથી એસી અને નોન-એસી મેલ અને એક્સપ્રેસ સેવાઓ સહિત લાંબા અંતરની ટ્રેનોની વિવિધ શ્રેણીઓમાં ભાડામાં નજીવો વધારો કરવા જઈ રહી છે. સીએનબીસી અનુસાર, નોન-એસી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો થશે, જ્યારે એસી શ્રેણીના ભાડામાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો થશે.
1 જુલાઈ, 2025 થી લાગુ થનારા નવા ભાડા માળખા મુજબ, ઉપનગરીય ટ્રેનો અને માસિક સીઝન ટિકિટના ભાડામાં કોઈ ફેરફાર થશે નહીં. સામાન્ય સેકન્ડ ક્લાસમાં 500 કિમી સુધીની મુસાફરી માટેના ભાડામાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
જોકે, 500 કિમીથી વધુ અંતર માટે, ભાડામાં પ્રતિ કિલોમીટર 0.5 પૈસાનો વધારો થશે.
હવે બધાને નહીં મળે તત્કાલ ટિકિટ
રેલ્વે તરફથી સત્તાવાર સૂચનામાં જણાવાયું છે કે "01-07-2025 થી, તત્કાલ યોજના હેઠળ ટિકિટ ફક્ત આધાર પ્રમાણિત યુઝર્સ દ્વારા જ ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) વેબસાઇટ/તેની એપ્લિકેશન દ્વારા બુક કરાવી શકાય છે."