Supreme Court Judgment: શું તમે પણ તમારો ફ્લેટ ભાડે આપો છો? તો સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો તમારા માટે મોટા સમાચાર છે! | Moneycontrol Gujarati
Get App

Supreme Court Judgment: શું તમે પણ તમારો ફ્લેટ ભાડે આપો છો? તો સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો તમારા માટે મોટા સમાચાર છે!

Supreme Court Judgment, Consumer Protection Act, Flat Renting Rules, Landlord Rights, Real Estate News, Home Buyer Rights, સુપ્રીમ કોર્ટ, ગ્રાહક સુરક્ષા કાયદો, ફ્લેટ ભાડે, રિયલ એસ્ટેટ, મકાન માલિક, બિલ્ડર વિવાદ

અપડેટેડ 01:10:04 PM Feb 06, 2026 પર
Story continues below Advertisement
Supreme Court Judgment: સુપ્રીમ કોર્ટે મકાન માલિકોને મોટી રાહત આપી છે.

Supreme Court Judgment: જો તમે તમારું મકાન કે ફ્લેટ ખરીદીને તેને ભાડે આપ્યું છે, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. ઘણીવાર એવું બને છે કે જ્યારે કોઈ ગ્રાહક બિલ્ડર સામે ફરિયાદ કરે, ત્યારે બિલ્ડર એવો બચાવ કરે છે કે ગ્રાહકે તો પ્રોપર્ટી ભાડે આપી છે, એટલે તે 'ગ્રાહક' (Consumer) નથી પણ વ્યવસાય કરે છે. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આ અંગે એક મહત્વનો અને ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું..?

સુપ્રીમ કોર્ટની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, માત્ર કોઈ રહેણાંક (Residential) ફ્લેટને ભાડે કે લીઝ પર આપવાથી તેનો ખરીદદાર ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ 'ગ્રાહક'ની શ્રેણીમાંથી બહાર નથી થઈ જતો. ન્યાયમૂર્તિ પ્રશાંત કુમાર મિશ્રા અને ન્યાયમૂર્તિ એન.વી. અંજારિયાની પીઠે આ ચૂકાદો આપતા જણાવ્યું હતું કે, જો બિલ્ડર કોઈ ખરીદદારને ગ્રાહકની વ્યાખ્યામાંથી બાકાત રાખવા માંગતો હોય, તો બિલ્ડરે સાબિત કરવું પડશે કે ફ્લેટ ખરીદવાનો મુખ્ય ઉદ્દેશ્ય બિઝનેસ કે કોમર્શિયલ હતો. માત્ર ભાડું મેળવવું એ કોમર્શિયલ હેતુ નથી ગણાતો.

ગ્રાહક કોણ છે? કોર્ટે કરી સ્પષ્ટતા

ગ્રાહક સુરક્ષા અધિનિયમની કલમ 2(1)(D) નો સંદર્ભ આપતા કોર્ટે સમજાવ્યું કે, ગ્રાહક એ વ્યક્તિ છે જે પૈસા આપીને વસ્તુ ખરીદે છે અથવા સેવાઓ લે છે. જો કોઈ વ્યક્તિ ફરીથી વેચવા (Resale) માટે અથવા ધંધાદારી હેતુ માટે સામાન ખરીદે તો તે ગ્રાહક નથી. પરંતુ, સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે ફ્લેટને ભાડે આપવો એ કોઈ વાણિજ્યિક પ્રવૃત્તિ નથી. 'કોમર્શિયલ હેતુ' દરેક કેસની હકીકતો અને સંજોગોને આધારે નક્કી થવો જોઈએ, માત્ર અનુમાનના આધારે નહીં.


શું હતો આખો મામલો?

આ આદેશ વિનીત બહરી નામના વ્યક્તિની અપીલ પર આવ્યો છે. આ કેસ રિયલ એસ્ટેટ ગ્રુપ MGF ડેવલપર્સ લિમિટેડ સાથે જોડાયેલો છે.

પ્રોજેક્ટ: MGF ડેવલપર્સે 2005 માં ગુરુગ્રામના સેક્ટર-25 માં "ધ વિલાસ" નામનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો.

બુકિંગ: માર્ચ 2005 માં વિનીત બહરીએ 15 લાખ રૂપિયા આપીને બુકિંગ કરાવ્યું હતું. તેમને ટાવર-C માં 3,590 સ્ક્વેર ફૂટનો ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો.

વિવાદ: પાછળથી બિલ્ડરે પ્લાન બદલી નાખ્યો અને વધુ પૈસાની માંગણી કરી. ગ્રાહકે વિરોધ વચ્ચે પૈસા ચૂકવ્યા. છેવટે 8 જાન્યુઆરી, 2015 ના રોજ ફ્લેટનું પઝેશન મળ્યું.

બિલ્ડરની દલીલ શું હતી?

જ્યારે વિનીત બહરીએ મોડું પઝેશન અને વધુ પૈસા વસૂલવા બદલ વળતર માટે NCDRC (નેશનલ કન્ઝ્યુમર કમિશન) માં ફરિયાદ કરી, ત્યારે બિલ્ડરે વાંધો ઉઠાવ્યો. બિલ્ડરે કહ્યું કે, બહરીએ માર્ચ 2015 થી ફ્લેટ ભાડે આપી દીધો છે, તેથી તેમણે કોમર્શિયલ હેતુ માટે ફ્લેટ લીધો છે અને તેઓ 'ગ્રાહક' ગણાય નહીં.

જોકે, હવે સુપ્રીમ કોર્ટે બિલ્ડરની આ દલીલ ફગાવી દીધી છે અને ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ આદેશથી લાખો ફ્લેટ માલિકોને રાહત મળી છે જેઓ પોતાના ફ્લેટ ભાડે આપે છે અને બિલ્ડરો સામે પોતાના હક માટે લડી રહ્યા છે.

આ પણ વાંચો- ઇસ્લામિક NATOના સપના પર પાણી? ભારતની આરબ દેશો સાથેની દોસ્તીથી પાકિસ્તાનને મોટો ઝટકો, જાણો મોદી સરકારનો માસ્ટર પ્લાન

MoneyControl News

MoneyControl News

First Published: Feb 06, 2026 1:09 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.