સરકાર નવી યુનિવર્સલ પેન્શન યોજના પર કામ કરી રહી છે. અસંગઠિત ક્ષેત્ર સહિત તમામ ભારતીયોને આ પેન્શન યોજનાનો લાભ મળશે. હાલમાં, બાંધકામ કામદારો, ઘરેલું કર્મચારીઓ અને સામાન્ય કામદારો જેવા અસંગઠિત ક્ષેત્રના લોકો સરકાર દ્વારા ચલાવવામાં આવતી મોટી બચત યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. શ્રમ મંત્રાલયના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. આ નવી યુનિવર્સલ પેન્શન યોજનાનો લાભ બધા પગારદાર કર્મચારીઓ અને પોતાનો બિઝનેસ ચલાવતા લોકોને મળશે.