દિલ્હીથી વારાણસીનો પ્રવાસ બનશે શાનદાર, રાતભર દોડશે 'સ્લીપર વંદે ભારત', જાણો રૂટ અને સમય
ભારતીય રેલવે ટૂંક સમયમાં નવી દિલ્હી અને વારાણસી વચ્ચે 'સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ' શરૂ કરવા જઈ રહી છે. મુસાફરો માટે જાણો આ ટ્રેનનો રૂટ, ટાઈમિંગ અને સુવિધાઓ વિશે તમામ લેટેસ્ટ માહિતી.
વંદે ભારત ટ્રેનો ભારતીય રેલવેની આધુનિક સેમી-હાઈ-સ્પીડ સેવાઓ છે. તેના સ્લીપર વર્ઝનને ખાસ કરીને રાત્રિની મુસાફરી માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
Delhi Varanasi Sleeper Vande Bharat : જો તમે વારંવાર દિલ્હીથી વારાણસીની મુસાફરી કરો છો, તો ભારતીય રેલવે તમારા માટે એક મોટા અને ખુશીના સમાચાર લઈને આવી છે. રેલવે હવે નવી દિલ્હી અને વારાણસી વચ્ચે બીજી 'સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ' શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ ટ્રેન રાત્રે દોડશે અને પ્રયાગરાજ તેમજ કાનપુર થઈને વારાણસી પહોંચશે. આ નવી સેવાથી પૂર્વીય ઉત્તર પ્રદેશ અને દિલ્હી વચ્ચે મુસાફરી કરતા લોકોને એક નવો અને આરામદાયક વિકલ્પ મળશે.
દિવાળી આસપાસ શરૂ થવાની શક્યતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેલવે અધિકારીઓ આ ટ્રેનને આગામી દિવાળીના તહેવારો આસપાસ શરૂ કરવાનું આયોજન કરી રહ્યા છે. જેનું ટ્રાયલ રન સપ્ટેમ્બર મહિનામાં શરૂ થઈ શકે છે. જોકે, રેલવે બોર્ડ દ્વારા હજુ સુધી ટ્રેન નંબર, ભાડું અને નિયમિત સેવા શરૂ થવાની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી.
શું હશે ટ્રેનનો રૂટ અને સમય?
આ પ્રસ્તાવિત સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ રાત્રિ દરમિયાન મુસાફરી કરશે, જેથી મુસાફરોનો દિવસનો સમય બચી શકે. સંભવિત ટાઈમ-ટેબલ નીચે મુજબ છે,
દિલ્હીથી વારાણસી: વળતી મુસાફરીમાં, નવી દિલ્હીથી રાત્રે 9:20 વાગ્યે ટ્રેન ઉપડશે અને સવારે 5:00 વાગ્યે વારાણસી પહોંચશે.
ટ્રેનની સ્પીડ: ટ્રેકની સ્થિતિ અને મંજૂરીના આધારે, આ ટ્રેન 130 થી 160 કિમી/કલાકની શાનદાર ઝડપે દોડી શકે છે.
16 કોચ અને 823 મુસાફરોની ક્ષમતા
પ્રસ્તાવિત સ્લીપર વંદે ભારત ટ્રેનમાં મુસાફરોની સુવિધા અને જગ્યાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. mટ્રેનમાં કુલ 16 કોચ હશે, જેમાં 823 મુસાફરો આરામથી બેસી/સૂઈ શકશે. કોચની વહેંચણી જોઈએ તો તેમાં 11 AC 3-ટિયર કોચ, 4 AC 2-ટિયર કોચ અને 1 ફર્સ્ટ AC કોચ સામેલ હશે. હાવડા-કામાખ્યા રૂટ બાદ દિલ્હી-વારાણસી સેવા ભારતીય રેલવેની આ બીજી સ્લીપર વંદે ભારત ટ્રેન હશે.
મુસાફરો અને આ શહેરોને થશે મોટો ફાયદો
વંદે ભારત ટ્રેનો ભારતીય રેલવેની આધુનિક સેમી-હાઈ-સ્પીડ સેવાઓ છે. તેના સ્લીપર વર્ઝનને ખાસ કરીને રાત્રિની મુસાફરી માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જો આ ટ્રેન શરૂ થશે, તો નોકરી-ધંધા અર્થે જતા લોકો રાત્રે દિલ્હીથી નીકળીને સવારે ફ્રેશ થઈને વારાણસી પહોંચી શકશે. રૂટમાં આવતા કાનપુર અને પ્રયાગરાજના મુસાફરોને પણ આ હાઈ-સ્પીડ ટ્રેનનો સીધો ફાયદો મળશે. ટ્રેનમાં આધુનિક સુરક્ષા અને પેસેન્જર સુવિધાઓ હશે, જે મુસાફરીને અત્યંત અનુકૂળ બનાવશે.