સરકાર દેશની અડધી વસ્તી એટલે કે મહિલાઓને વધુ સારી નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે સતત કામ કરી રહી છે. સમય સમય પર, સરકાર મહિલાઓની જરૂરિયાતો અનુસાર સેવિંગ યોજનાઓ રજૂ કરી રહી છે. ગયા વર્ષે પણ, બજેટમાં, સરકારે એક ઉત્તમ સેવિંગ યોજના, 'મહિલા સન્માન સેવિંગ યોજના' લઈને આવી હતી. તે ખાસ કરીને મહિલાઓ અને દિકરીઓને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી હતી. આ સેવિંગ યોજના 2 વર્ષના લોક-ઇન પર બેન્ક FD કરતા વધુ રિટર્ન આપી રહી છે. મહિલા સન્માન સેવિંગ યોજનામાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 છે.
7.05%ના દરે મળી રહ્યું છે વ્યાજ
મહિલા સન્માન સેવિંગ યોજના હેઠળ, જમા રકમ પર વાર્ષિક 7.5% ના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. વ્યાજ ત્રિમાસિક ધોરણે ચક્રવૃદ્ધિ પામે છે. આ ખાતામાં જમા થાય છે અને બંધ કરતી વખતે ચૂકવવામાં આવે છે. આ યોજના પર આપવામાં આવતું વ્યાજ હાલમાં 2 વર્ષની બેન્ક એફડી કરતા વધારે છે. ઉદાહરણ તરીકે SBI બે વર્ષની FD પર સામાન્ય ગ્રાહકોને 6.80% અને વરિષ્ઠ નાગરિકોને 7.30% વ્યાજ આપી રહી છે. તે જ સમયે, HDFC બેન્ક સામાન્ય ગ્રાહકોને 7.00% અને વરિષ્ઠ નાગરિકોને 7.50% ના દરે વ્યાજ આપી રહી છે.
મેક્સિમમ કેટલા રોકાણની મંજૂરી?
આ સેવિંગ યોજનામાં લઘુત્તમ રોકાણ મર્યાદા રુપિયા 1,000 અને મહત્તમ રુપિયા 2,00,000 છે. ખાતું ખોલવા માટે, અરજદારે ખાતું ખોલવાનું ફોર્મ, KYC ડોક્યુમેન્ટ્સ (આધાર અને પાન કાર્ડ), નવા ખાતાધારકો માટે KYC ફોર્મ અને પે-ઇન સ્લિપ, ડિપોઝિટ રકમ અથવા ચેક સાથે નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેન્ક શાખામાં સબમિટ કરવાના રહેશે.