બાળકોનું Aadhar card ક્યારે અને કેટલીવાર અપડેટ કરાવવું જરુરી? જાણો સંપૂર્ણ માહિતી | Moneycontrol Gujarati
Get App

બાળકોનું Aadhar card ક્યારે અને કેટલીવાર અપડેટ કરાવવું જરુરી? જાણો સંપૂર્ણ માહિતી

aadhar cardની વેલિડિટી ક્યારેય પણ ખતમ નથી થતી, પરંતુ બાળકોના aadhar card 5 અને 15 વર્ષની ઉંમરે અપડેટ કરવા જરૂરી છે. UIDAI અનુસાર 10 વર્ષ પછી પણ તે માન્ય રહેશે. બાળકો માટે aadhar card અપડેટની સંપૂર્ણ પ્રોસેસ પણ એકદમ ફ્રી છે. જ્યારે એડલ્ટ લોકો માટે તેમાં ચાર્જ લાગતો હોય છે.

અપડેટેડ 06:24:18 PM Mar 17, 2025 પર
Story continues below Advertisement
આપને જણાવી દઈએ કે 5 કે 15 વર્ષના બાળકો માટે aadhar card અપડેટ કરાવવું અનિવાર્ય છે.

aadhar card તમામના લાઇફનું અભિન્ન અંગ બની ગયું છે. દસ્તાવેજને લગતું કોઈ પણ કામ હોય, ત્યાં આધાર નંબર મહત્વની ભૂમિકા ભજવે છે. નાના બાળકોથી લઈ વૃદ્ધો પણ આ aadhar card બનાવી શકે છે, પરંતુ શું આની કોઈ વેલિડિટી હોય છે ખરી? અવાર નવાર આવી અફવાઓ ઉડતી આવી છે કે, આટલા વર્ષો પછી તમારુ aadhar card અમાન્ય થઈ જશે. શું ખરેખર તેવું થાય છે? આનો સીધ્ધો જવાબ છે ના. ફક્ત એક જ પરિસ્થિતિમાં આધાર અમાન્ય થાય છે કે, જ્યારે કોઈ નાના બાળકનું aadhar card વર્ષો સુધી અપડેટ ન કરાવ્યું હોય.

બાળકોનું આધાર ક્યારે અને કેટલી વાર અપડેટ કરાવવું જરૂરી?

નાના બાળકનું aadhar card 2 વાર અપડેટ કરાવવું જરૂરી છે. 1 વાર બાળક 5 વર્ષનો થાય ત્યારે અને બીજી વાર 15 વર્ષની ઉંમરે. આ સમયે aadhar card ધરાવનાર વ્યક્તિની ફિંગરપ્રિન્ટ, આઇરિસ (આંખો) અને ચહેરાનો ફોટો અપડેટ કરાવવો જરૂરી બની જાય છે. જો એવું ન થાય તો તે aadhar card ઇનવેલિડેટ થઈ જાય છે.


10 વર્ષ પછી આધાર અપડેટ કરાવવું જરૂરી?

aadhar card આપનાર સંસ્થા UIDAIએ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે જો 10 વર્ષ પછી પણ આધાર અપડેટ ન કરાવો છતાં પણ તે માન્ય રહેશે. આમ તો aadhar cardને સમય સમય પર અપડેટ કરાવતું રહેવું જોઈએ. જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. aadhar card નજીકના કોઈપણ આધાર સેવા કેન્દ્ર પર અપડેટ કરાવી શકાય છે.

બાળકો માટે આધાર અપડેટ ફ્રી

આપને જણાવી દઈએ કે 5 કે 15 વર્ષના બાળકો માટે aadhar card અપડેટ કરાવવું અનિવાર્ય છે. જેથી સરકારે પણ તે માટેની પ્રોસેસ એકદમ નિઃશુલ્ક રાખી છે. તમારે બાળકોના aadhar card અપડેટ કરાવવા માટે એક પણ રૂપિયો દેવો પડતો નથી. જ્યારે મોટા કોઈપણ વ્યક્તિ એકદમ સામાન્ય ચાર્જ ચૂકવી aadhar card અપડેટ કરાવી શકે છે.

aadhar card કેમ આપણી માટે જરૂરી?

aadhar card એ ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ એક ઓળખાણ માટેનો પુરાવો છે. જેનો ઉપયોગ ઓળખ પત્ર, સરનામાં તરીકે અને વિવિધ સરકારી એવમ ખાનગી સેવાઓ માટે થાય છે. બેન્કિંગ, મોબાઇલ સિમ, સરકારી સબસિડી, ટેક્સ ભરતા સમયે અને અન્ય ઘણી બધી જગ્યાએ aadhar card ફરજિયાત પણ હોવું જોઈએ.

આ પણ વાંચો-હવે ટ્રમ્પની નજર ભૂતાન પર, મુસાફરી પર પ્રતિબંધની ચાલી રહી છે તૈયારી; જાણો રેડ લિસ્ટમાં કેમ છે નામ

MoneyControl News

MoneyControl News

First Published: Mar 17, 2025 6:23 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.