ડિજિટલ પેમેન્ટ પર હવે ચાર્જ લાગશે? UPI ટ્રાન્ઝેક્શનના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી, લોકસભામાં આવશે નવું બિલ | Moneycontrol Gujarati
Get App

ડિજિટલ પેમેન્ટ પર હવે ચાર્જ લાગશે? UPI ટ્રાન્ઝેક્શનના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી, લોકસભામાં આવશે નવું બિલ

શું તમારા ડિજિટલ પેમેન્ટ પર ચાર્જ લાગશે? સરકાર UPI અને RuPay ટ્રાન્ઝેક્શનના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. લોકસભામાં રજૂ થનારા નવા બિલ વિશેની લેટેસ્ટ અપડેટ જાણો.

અપડેટેડ 03:02:30 PM Aug 04, 2026 પર
Story continues below Advertisement
આ અંતર્ગત સરકાર 'પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007' ના સેક્શન 10A માં ફેરફાર કરવાની દરખાસ્ત મૂકશે.

આજના સમયમાં આપણે સૌ શાકભાજી લેવાથી માંડીને મોટા બિલ ચૂકવવા માટે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ, હવે આ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં બહુ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.CNBC-આવાઝની એક્સક્લુઝિવ માહિતી મુજબ, સરકાર લોકસભામાં કાયદામાં સુધારો કરતું નવું બિલ રજૂ કરવાની તૈયારીમાં છે. આ સાથે જ FPIsને ટેક્સમાં છૂટ આપવા અંગેના વટહુકમ પર પણ બિલ રજૂ થઈ શકે છે.

સરકાર કયો કાયદો બદલવા જઈ રહી છે?

સરકાર ટૂંક સમયમાં 'ટેક્સેશન એન્ડ અધર લોઝ એમેન્ડમેન્ટ બિલ' લાવી શકે છે. આ બિલનો સૌથી મહત્વનો ભાગ ડિજિટલ ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલો છે. આ અંતર્ગત સરકાર 'પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007' ના સેક્શન 10A માં ફેરફાર કરવાની દરખાસ્ત મૂકશે.

અત્યારે શું છે નિયમ?

તમને જણાવી દઈએ કે, 1 જાન્યુઆરી 2020 થી સરકારે એવો કાયદો લાગુ કર્યો છે કે કોઈપણ સામાન્ય ડિજિટલ ટ્રાન્ઝેક્શન, પછી ભલે તે UPI હોય કે RuPay ડેબિટ કાર્ડથી કરેલું પેમેન્ટ, તેના પર ગ્રાહક પાસેથી કોઈ MDR ચાર્જ વસૂલી શકાય નહીં. હાલમાં માત્ર અમુક પસંદગીના હાઈ-વેલ્યુ ટ્રાન્ઝેક્શન પર જ ચાર્જ લેવાની મંજૂરી છે.


નવા નિયમથી સામાન્ય માણસને શું અસર થશે?

કાયદામાં સુધારો થયા પછી પેમેન્ટ સિસ્ટમમાં મોટો બદલાવ આવશે.કાયદામાં ફેરફાર કર્યા બાદ સરકાર એક ખાસ 'લિસ્ટ' નોટિફાય કરશે. આ લિસ્ટમાં એવા ડિજિટલ ટ્રાન્ઝેક્શનના નામ હશે જેના પર કોઈ ચાર્જ નહીં લાગે. જો તમે કરેલું પેમેન્ટ આ લિસ્ટની બહારનું હશે, તો મર્ચન્ટ બેંકર અથવા પેમેન્ટ ગેટવે તમારી પાસેથી ચાર્જ વસૂલી શકશે. આ વ્યવસ્થાનો સૌથી મોટો ફાયદો એ થશે કે ભવિષ્યમાં ચાર્જ ફ્રી વ્યવહારોની યાદીમાં ફેરફાર કરવા માટે સરકારે વારંવાર સંસદમાં કાયદો બદલવો નહીં પડે. સરકાર ઇન્કમટેક્સ વિભાગ સાથે મળીને સમય અને સંજોગો મુજબ નોટિફિકેશન બહાર પાડીને આ લિસ્ટ વધારી કે ઘટાડી શકશે. બીજા શબ્દોમાં કહીએ તો, ફ્રી ડિજિટલ પેમેન્ટનો વ્યાપ ભવિષ્યમાં નાનો કે મોટો થઈ શકે છે.

ટેક્સ છૂટની સમયમર્યાદા પણ વધશે

આ ડિજિટલ પેમેન્ટના નિયમો ઉપરાંત અન્ય મોટા નિર્ણયો પણ લેવાઈ શકે છે. વિદેશી કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ પર મળતી ટેક્સ છૂટની સમયમર્યાદા 2030-31 થી વધારીને 2040-41 કરવામાં આવી શકે છે. આ સાથે જ FPIs ને ટેક્સમાં રાહત આપતું બિલ પણ આજે લોકસભામાં રજૂ થવાની પૂરી શક્યતા છે.

આ પણ વાંચો-UPL Share Price: શેરમાં 5%નો મોટો કડાકો, નિફ્ટી મિડકેપમાં બન્યો ટોપ લૂઝર! જાણો બ્રોકરેજ ફર્મ્સનો નવો ટાર્ગેટ

MoneyControl News

MoneyControl News

First Published: Aug 04, 2026 3:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.