Broker's Top Picks: એક્સિસ બેન્ક, સ્ટીલ, શ્રી સિમેન્ટ્સ, બંધન બેન્ક, એલએન્ડટી, પાવર સેક્ટર છે બ્રોકરેજના રડાર પર
એચએસબીસીએ એક્સિસ બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹1340 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બેન્કના બે મુખ્ય પરિબળો, ક્રેડિટ કોસ્ટ અને NIM મધ્યમ ગાળામાં મજબૂત રહી શકે છે. FY27માં EPS ગ્રોથ High-teens રહી શકે છે. FY26-28 માટે અર્નિગ્સમાં રિકવરીની અપેક્ષા, વેલ્યુએશન હાલ પણ આકર્ષક, આઉટલુક પોઝિટીવ છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
એક્સિસ બેન્ક પર HSBC
એચએસબીસીએ એક્સિસ બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹1340 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બેન્કના બે મુખ્ય પરિબળો, ક્રેડિટ કોસ્ટ અને NIM મધ્યમ ગાળામાં મજબૂત રહી શકે છે. FY27માં EPS ગ્રોથ High-teens રહી શકે છે. FY26-28 માટે અર્નિગ્સમાં રિકવરીની અપેક્ષા, વેલ્યુએશન હાલ પણ આકર્ષક, આઉટલુક પોઝિટીવ છે.
સ્ટીલ પર નોમુરા
નોમુરાએ સ્ટીલ પર ચીનની સ્ટિમ્યુલ્સ અપેક્ષા છે. ઉત્પાદનમાં ઘટાડો અને સ્થાનિક ભાવમાં વધારો આ ક્ષેત્રને ટેકો આપશે. તેમનું કહેવુ છે કે FY25–28 દરમિયાન EBITDA CAGR 25-27% રહેવાની અપેક્ષા છે. જેએસડબ્લ્યૂ સ્ટીલ પર ખરીદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,300 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે JSW સ્ટીલના અર્નિંગ્સ સ્થિર ગ્રોથ દેખાડી શકે. Cyclical રિકવરી સાથે આગામી ક્ષમતાને કારણે પોઝિટીવ સંકેતો છે. સ્થાનિક આયર્ન ઓરના ભાવ Import Parity પ્રાઈસથી નીચે રહેવાની અપેક્ષા છે. JSPL પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,150 પ્રતિશેરના નક્કી કર્યા છે. JSPL ક્ષમતા વિસ્તરણ અને રો મટીરિયલ ઈન્ટીગ્રેશનથી સ્ટ્રક્ચરલ અપસાઈડ છે. સ્ટ્રક્ચરલ અપસાઈડ પર પોઝિટીવ છે. FY27 સુધી 6.3 mt ક્ષમતા વધારાથી ફ્લેટ પ્રોડક્ટ શેર લગભગ 65% સુધી વધી શકે છે. આગામી પેલેટ અને કેપ્ટિવ પાવર પ્લાન્ટ્સથી ખર્ચમાં બચત થવાની શક્યતા છે.
શ્રી સિમેન્ટ્સ પર સિટી
સિટીએ શ્રી સિમેન્ટ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹35500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY26માં વોલ્યુમ 37-38 mt સુધી પહોંચવાના અનુમાન છે. બિહારની ચૂંટણીને કારણે ઈસ્ટ ઈન્ડિયા ગ્રોથ ડ્રાઈવર બની શકે છે. H1 વોલ્યુમ 17 મિલિયન ટન હોઈ શકે, વાર્ષિક ધોરણે ફ્લેટિશ છે. કંપની દ્વારા જાહેર કરાયેલ ભાવ વધારો હજુ પણ યથાવત છે.
બંધન બેન્ક પર UBS
યુબીએસે બંધન બેન્ક પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹188 રાખ્યા છે. તેમનું કહેવુ છે કે અસેટ ક્વોલિટીમાં સુધારાની ગતિ ધીમી છે. FY26/27માં ક્રેડિટ ખર્ચના અનુમાન 20 bps વધાર્યો.
L&T પર JP મૉર્ગન
જેપી મૉર્ગને એલએન્ડટી પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4240 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીને ભારતમાં ઇન્ફ્રા કેપેક્સથી નોંધપાત્ર રીતે ફાયદો છે. પશ્ચિમ એશિયામાં ઓઈલ-ગેસ અને રિન્યુએબલ પર પણ વિસ્તરણ છે.
પાવર સેક્ટર પર CLSA
સીએલએસએ એ પાવર સેક્ટર પર ભારતીય પાવર માર્કેટ (વિશ્વનું ત્રીજું સૌથી મોટું) H2FY26માં ડિમાન્ડ વધશે. SJVN રેટિંગ ડાઉનગ્રેડ કરી હોલ્ડના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹90 પ્રતિશેરના નક્કી કર્યા છે. પ્રોજેક્ટમાં વિલંબ અને મોંઘા વેલ્યુએશનને કારણે આવું કરવામાં આવ્યું. ટાટા પાવર માટે રેટિંગ અપગ્રેડના હોલ્ડ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹369 પ્રતિશેરના નક્કી કર્યા છે. NTPC, NHPC અને CESC જેવા સસ્તા રેગ્યુલેટેડ યુટિલિટીઝને ફાયદો થશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.