Brokerage Top Picks: એસીએમઈ સોલાર, સ્ટરલાઈટ ટેક, કલ્યાણ જ્વેલર્સ, બીએસઈ છે બ્રોકરેજના રડાર પર
એચએસબીસીએ એસીએમઈ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹450 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે છેલ્લા એક વર્ષમાં જોવા મળેલા સ્લોડાઉન બાદ રિન્યુએબલ-એનર્જી ઓક્શન એક્ટિવિટીમાં રિકવરીના સંકેતો છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ACME Solar પર HSBC
એચએસબીસીએ એસીએમઈ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹450 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે છેલ્લા એક વર્ષમાં જોવા મળેલા સ્લોડાઉન બાદ રિન્યુએબલ-એનર્જી ઓક્શન એક્ટિવિટીમાં રિકવરીના સંકેતો છે. Q2માં 730 MW LoAને પાવર પરચેઝ એગ્રીમેન્ટ્સમાં કન્વર્ટ કર્યા. સેક્ટરના સુધરતા બેકડ્રોપને પ્રતિબિંબિત કરવા વેલ્યુએશન મલ્ટિપલ વધારવામાં આવ્યો.
STERLITE ટેક પર CLSA
સીએલએસએએ સ્ટરલાઈટ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹1,400 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીની ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા મજબૂત છે. 10 પ્લાન્ટમાં ક્ષમતા યુટિલાઈશેન લગભગ 70% છે. FY29 સુધી ક્ષમતા 50% વધારવાનો પ્લાન છે. નવા ઓર્ડરને કારણે FY27-29 માટે ગ્રોથ અનુમાન 14-124% વધાર્યા. FY29 સુધી ₹20,000 Cr આવક અને 27% EBITDA માર્જિનના લક્ષ્ય છે.
કલ્યાણ જ્વેલર્સ પર UBS
યુબીએસે કલ્યાણ જ્વેલર્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹900 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે દેશ ભરમાં કંપનીની હાજરી વધી. હાયપર-લોકલ વેલ્યુ પ્રપોઝિશન દ્વારા વિસ્તરણ પર ફોકસ રહેશે. લો-કેપિટલ FOCO મોડેલ સફળતાપૂર્વક સ્થાપિત થયું. FOCO મોડેલ દ્વારા ઝડપી નેટવર્ક વિસ્તરણ છે. સ્ટોર રોલઆઉટ રેટ માર્કેટ લીડર ટાઇટન કરતા બમણો છે. FY22-26 દરમિયાન 35% ની આવક CAGR નો અંદાજ છે. FY22-26 દરમિયાન સ્ટોકના ભાવમાં છ ગણો વધારો થયો. FY28 P/E ના 30x પર આકર્ષક વેલ્યુએશન છે. ટાઇટનની તુલનામાં 45% ડિસ્કાઉન્ટ પર સ્ટોક ટ્રેડિંગ છે. આગામી 5 વર્ષમાં આવક અને નફામાં 23% CAGR ની સંભાવના છે. મલ્ટીપલ રિ-રેટિંગથી શેરમાં વધુ તેજી શક્ય છે.
BSE પર JP મૉર્ગન
જેપી મૉર્ગને બીએસઈ પર નેચરલ થી ઓવરવેઇટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3,950-₹4,090 આપ્યા છે. તેમનું કહેવુ છે કે CAS અંગેની અનિશ્ચિતતા હળવી થવાની અપેક્ષા, ટ્રેડિંગ વોલ્યુમમાં સુધારો શક્ય છે. SEBIનું કંસલ્ટેશન પેપર માર્કેટમાં આવેલી સમસ્યાઓ સીધો પોલિસી રિસ્પોન્સ છે. સેટલમેન્ટ પદ્ધતિઓમાં સુધારાથી CAS-સંબંધિત દબાણ ઘટવાની અપેક્ષા છે. ઓક્શન ની પ્રક્રિયાની વધુ સારી સમજ બજારનો વિશ્વાસ વધારશે. ધીરે-ધીરે વોલ્યુમમાં રિકવરીની અપેક્ષા છે. વોલ્યુમમાં ઘટાડાને કારણે ટૂંકા ગાળાના અનુમાનોમાં ઘટાડો કર્યો. રિકવરીનો માર્ગ અગાઉના અંદાજ કરતાં થોડો ધીમો રહેવાની શક્યતા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.