Broker's Top Picks: સિમેન્ટ, પાવર સેક્ટર, પેટીએમ, ડિલહેવરી, અદાણી પોર્ટ્સ, ટાઈટન, સન ફાર્મા, એક્સિસ બેન્ક છે બ્રોકરેજના રડાર પર
કોટક સિક્યોરિટીએ ડિલહેવરી પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેમણે લક્ષ્યાંક ₹540 થી વધારીને ₹550 નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ટુ-પ્લેયર માર્કેટ પોઝિશનિંગ સતત સ્વીકારી રહ્યું છે. PTL ની હાજરી અને Meeshoની ઓછી હાજરીના કારણે પોઝિશનિંગ મજબૂત બની.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સિમેન્ટ પર JP મૉર્ગન
JP મૉર્ગને સિમેન્ટ પર અલ્ટ્રાટેક સિમેન્ટ ભારતીય સિમેન્ટ સેક્ટરમાં એકમાત્ર ઓવરવેટ-રેટેડ સ્ટોક આપ્યા. છેલ્લા 12 મહિનામાં સ્ટોકે મોટાભાગની ભારતીય સિમેન્ટ કંપનીઓ કરતાં આઉટપરફોર્મ કર્યું. પ્રીમિયમ વેલ્યુએશન સુપીરિયર RoE અને વધુ મજબૂત EPS ગ્રોથની અપેક્ષા છે.
પાવર સેક્ટર પર CLSA
સીએલએસએએ પાવર સેક્ટર પર ઓગસ્ટમાં ભારતના પાવર ડિમાન્ડમાં તીવ્ર ઉછાળો. અલ નિનોને કારણે બેઝ ડિમાન્ડ +13% YoY, પીક ડિમાન્ડ +12% YoY છે. મર્ચન્ટ પાવર ભાવ વોલેટાઈલ રહ્યા. Q1FY27 રેગ્યુલેટેડ યુટિલિટીઝ NTPC, NHPC અને પાવર ગ્રિડ માટે મજબૂત રહ્યું. મર્ચન્ટ/અનરેગ્યુલેટેડ પ્લેયર્સનું પર્ફોર્મન્સ મિશ્ર રહ્યું. JSW એનર્જી, કોલ પ્લેયર્સ અને ટાટા પાવર જેવા મોંઘા મર્ચન્ટ-પાવર પ્લેઝ કરતાં NTPC, NHPC અને CESC વધુ પસંદ છે.
Paytm પર બર્નસ્ટેન
બર્નસ્ટેને પેટીએમ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2200 નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્તમાન બિઝનેસથી સારા ઓપરેટિંગ લિવરેજની અપેક્ષા છે. UPI પર MDR લાગુ થવાથી નફામાં નોંધપાત્ર ઉછાળાની અપેક્ષા છે.
Delhivery પર કોટક
કોટક સિક્યોરિટીએ ડિલહેવરી પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેમણે લક્ષ્યાંક ₹540 થી વધારીને ₹550 નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ટુ-પ્લેયર માર્કેટ પોઝિશનિંગ સતત સ્વીકારી રહ્યું છે. PTL ની હાજરી અને Meeshoની ઓછી હાજરીના કારણે પોઝિશનિંગ મજબૂત બની.
અદાણી પોર્ટ્સ પર મેક્વાયરી
મેક્વાયરીએ અદાણી પોર્ટ્સ પર આઉટપરફોર્મના રેટિંગ યથાવત રાખ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1860 થી વધારીને ₹2100 નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 1 અરબ ટનના કાર્ગો વોલ્યુમ હાસલ કરવાની દિશામાં કંપની છે. FY31 માટે વોલ્યુમ અનુમાન વધારી 931 MT કર્યું. કોલંબો પોર્ટ પર રેમ્પ-અપ, સ્થાનિક ગ્રોથને કારણે વોલ્યુમ અંદાજમાં વધારો કર્યો. નોર્થ ક્વીન્સલેન્ડ એક્સપોર્ટ ટર્મિનલના ઉમેરા પછી વોલ્યુમ અનુમાન વધ્યું. વેલ્યુએશન વાજબી લાગી રહ્યા છે.
ટાઈટન પર MOSL
મોતીલાલ ઓસવાલે ટાઈટન પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹6,000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે લોન્ગ ટર્મ જ્વેલરી બિઝનેસને લઈ પોઝિટીવ છે. ફાર્મલાઈઝેશન, બાયર્સ ગ્રોથ અને સ્ટોર એક્સપેન્શનથી ગ્રોથને અપેક્ષા છે. જ્વેલરી માર્કેટ શેર વધી 8.5%, FY30 સુધી 11%નો લક્ષ્ય છે.
સન ફાર્મા પર બર્નસ્ટેન
બર્નસ્ટેને સન ફાર્મા પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2,235 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે $11.75 બિલિયનની ઓર્ગેનન એક્વિઝિશન બાદ છે. Moody'sએ 'Baa1/Stable' અને S&Pએ પ્રિલિમિનરી 'BBB+/Stable' રેટિંગ્સ આપ્યા. ઓર્ગેનન સિનર્જીસ 3-4 વર્ષોમાં આશરે $1 બિલિયનની વેલ્યુ અનલોક કરી શકે છે.
એક્સિસ બેન્ક પર CLSA
સિએલએસએ એ એક્સિસ બેન્ક પર આઉટપરફોર્ના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1550 નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સારા અર્નિંગ્સ ગ્રોથથી પોઝિશનમાં બેન્ક, વેલ્યુએશન આકર્ષક છે. FCNR(B) ડિપોઝિટમાં મજબૂતી, અસેટ ક્વોલિટી મજબૂત છે. Agentic AI અપનાવવાની દિશામાં કામ ચાલુ છે. મજબૂત ફંડામેન્ટલ્સ, બેન્કિંગમાં ટોપ પિક્સમાં સામેલ છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.