Broker's Top Picks: સ્વિગી, ઈટરનલ, ફિનોલેક્સ કેબલ્સ, અદાણી પોર્ટ, કોલ ઈન્ડિયા, વોડાફોન આઈડિયા છે બ્રોકરેજના રડાર પર
મોર્ગન સ્ટેનલીએ કોલ ઈન્ડિયા પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹450 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઇન્વેન્ટરી ડેટાને જોતાં મહિના દરમિયાન થર્મલ પાવર માંગમાં સંઘર્ષ શક્ય છે. પાવર પ્લાન્ટ્સમાં ઇન્વેન્ટરીનું સ્તર એપ્રિલ-અંતમાં 19 દિવસથી વધીને 21 દિવસ થયું. ગ્લોબલ કોલ પ્રાઈસમાં સતત ઘટાડના અસર Q1 અને FY26ના અર્નિંગ પર શક્ય છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
Swiggy પર MS
મોર્ગન સ્ટેનલીએ સ્વિગી પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹405 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ફૂડ ડિલિવરીમાં એક્ઝેક્યુશનમાં સુધારો છે. ક્વિક કોમર્સ TAM વિસ્તાર પર ફોકસ છે. ક્વિક કોમર્સ માટે રોકાણ વધારી રહી છે. ક્વિક કોમર્સ TAM 2030 સુધી $5700 કરોડ શક્ય છે. 6 ત્રિમાસિકમાં QCના માર્જિનમાં બ્રેકઈવન શક્ય છે. H2FY29 સુધી ADJ EBITDAમાં બ્રેકઈવન શક્ય છે.
Eternal પર MS
મોર્ગન સ્ટેનલીએ એટરનલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹320 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સેગમેન્ટમાં શેર ટોપ પિક યથાવત્ છે. ફૂડ ડિલિવરી,ક્વિક કોમર્સમાં માર્કેટ લીડર છે. ETERNALનું કોસ્ટ સ્ટ્રક્ચર મજબૂત છે. યુનિટ ઈકોનોમી ઈન્ડસ્ટ્રીથી મજબૂત છે. ઈન્ડસ્ટ્રીને સરખામણીએ મજબૂત બેલેન્સશીટ છે. વર્તમાન સ્તરે રિસ્ક રિવોર્ડ વ્યાજબી છે.
ફિનોલેક્સ કેબલ્સ પર જેફરિઝ
જેફરિઝે ફિનોલેક્સ કેબલ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1235 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે હાઉસિંગ અને કન્સ્ટ્રક્શનમાં રોકાણ પોઝિટીવ નિર્ણય છે. ઈન્ડસ્ટ્રીની સરખામણએ કંપનીના શેર ડિસ્કાઉન્ટ પર છે.
અદાણી પોર્ટ પર જેફરિઝ
જેફરિઝે અદાણી પોર્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25-29માં EBITDA, લોજિસ્ટિક્સ રેવેન્યુ 5x કરવાનો લક્ષ્ય છે. ઈન્ટીગ્રેટેડ લોજિસ્ટિક્સ સોલ્યુશન પૂરા પાડવા પર ફોકસ છે. 15 પોર્ટના નેટવર્કનો ફાયદો લેવાની તૈયારી કંપની કરી રહી છે. લોજિસ્ટિક્સ, આંતરરાષ્ટ્રીય ક્ષમતા વિસ્તરણ ગ્રોથ માટે નવા ટ્રિગર્સ છે. આગળ પણ કેપિટલ એલોક્શન પર કંપનીનું ફોકસ બની રહેશે.
કોલ ઈન્ડિયા પર MS
મોર્ગન સ્ટેનલીએ કોલ ઈન્ડિયા પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹450 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઇન્વેન્ટરી ડેટાને જોતાં મહિના દરમિયાન થર્મલ પાવર માંગમાં સંઘર્ષ શક્ય છે. પાવર પ્લાન્ટ્સમાં ઇન્વેન્ટરીનું સ્તર એપ્રિલ-અંતમાં 19 દિવસથી વધીને 21 દિવસ થયું. ગ્લોબલ કોલ પ્રાઈસમાં સતત ઘટાડના અસર Q1 અને FY26ના અર્નિંગ પર શક્ય છે.
વોડાફોન આઈડિયા પર CLSA
સીએલએસએ એ વોડાફોન આઈડિયા પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹8 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4FY25 માં કેપેક્સ મર્જર પછી સૌથી વધુ ત્રિમાસિક ખર્ચ હતો. કંપનીનો કુલ કેપેક્સ ખર્ચ ₹50,000-55,000 કરોડ છે. કંપનીની બ્રોડબેન્ડ સાઇટ્સ 4.94 લાખ સુધી પહોંચી ગઈ. 25 ઓગસ્ટ સુધીમાં 17 સર્કલમાં 5G લોન્ચ કરશે. મેનેજમેન્ટને ટેરિફ વધવાથી ARPUમાં સુધારો આવવાની અપેક્ષા છે. મેનેજમેન્ટનું ફોકસ બેન્ક ફંડ રાઈઝીંગને સુરક્ષિત કરવા પર છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.