Broker's Top Picks: એટરનલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, કેન ફિન હોમ્સ છે બ્રોકરેજના રડાર પર
મોર્ગન સ્ટેનલીએ અલ્ટ્રાટેક સિમેન્ટ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹14000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1 ફરી એક મજબૂત ક્વોર્ટર રહ્યું. લાંબાગાળા પણ પરિણામ મજબૂત રહેવાની અપેક્ષા છે. વોલ્યુમ, આવક વધી અને ખર્ચ ઘટવાનો સપોર્ટ મળી શકે છે. સિમેન્ટ સેક્ટરમાં અલ્ટ્રાટેક ટોપ પિક છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
Eternal પર જેફરિઝ
જેફરિઝે Eternal પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદારીના રિટેંગ કર્યા. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹400 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1ના પરિણામ મિશ્ર રહ્યા. પણ મેનેજમેન્ટની કમેન્ટ્રીએ વિશ્વાસ આપનારું વલણ દર્શાવ્યું. ફૂડ ડિલિવરી ગ્રોથ ધીમો રહ્યો પણ માર્જિન આઉટલુકમાં સુધારો થયો. સ્પર્ધાત્મક દબાણ હળવું થતાં ગ્રોથ મજબૂત છે.
Eternal પર CLSA
સીએલએસએ એ Eternal પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹385 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનું ક્વિક કોમર્સ યુનિટ Blinkit હવે ફૂડ ડિલિવરી કરતાં પણ મોટું બની ગયું. વર્ષ દર વર્ષના આધાર પર ક્વિક કોમર્સ GOV ગ્રોથ 127% રહ્યો. વર્ષ દર વર્ષના આધાર પર Blinkit’s કોન્ટ્રીબ્યુશન ગ્રોથ 81% રહ્યો. વાર્ષિક ધોરણે 905 સ્ટોર્સ ઉમેરાયા પર બેઝ 639 છે. EBITDA ખોટ અનુમાન મુજબ પણ માર્કેટની અપેક્ષા કરતાં વધુ સારું રહ્યું.
Eternal પર બર્નસ્ટેઇન
બર્નસ્ટેઇને Eternal પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹320 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ક્વિક કોમર્સમાં મજબૂત પ્રદર્શન રહ્યુ. વર્ષ દર વર્ષના આધાર પર ફૂડ ડિલિવરી GOV 16.2% રહ્યુ. Zomato ટોચની પસંદગી રહી છે અને QC માં માળખાકીય પરિવર્તનનો લાભ લેવા માટે તૈયાર છે.
Eternal પર મેક્વાયરી
મેક્વાયરીએ Eternal પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹150 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ક્વિક કોમર્સનો Explosive ગ્રોથ ધીમો, ખોટ યથાવત્ રહી. ફુડ ડિલિવરી ગ્રોથ પણ ધીમો રહ્યો. સ્પર્ધાત્મક તીવ્રતા વધશે જેને કારણે નુકસાન લાંબાગાળા સુધી રહી શકે છે.
અલ્ટ્રાટેક સિમેન્ટ પર MS
મોર્ગન સ્ટેનલીએ અલ્ટ્રાટેક સિમેન્ટ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹14000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1 ફરી એક મજબૂત ક્વોર્ટર રહ્યું. લાંબાગાળા પણ પરિણામ મજબૂત રહેવાની અપેક્ષા છે. વોલ્યુમ, આવક વધી અને ખર્ચ ઘટવાનો સપોર્ટ મળી શકે છે. સિમેન્ટ સેક્ટરમાં અલ્ટ્રાટેક ટોપ પિક છે.
કેન ફિન હોમ્સ પર જેફરિઝ
જેફરિઝે કેન ફિન હોમ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹950 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે લોન ગ્રોથ ધીમો, પણ NIMમાં QoQ ધોરણે સુધારો થયો. FY26-28 દરમિયાન EPS CAGR 13% અને RoE 16-18% રહેવાની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.