Broker's Top Picks: ફાઈનાન્શિયલ્સ, એચડીએફસી બેન્ક, હિન્ડાલ્કો, પતંજલિ ફૂડ્ઝ, વોલ્ટાસ, ક્લીન મેક્સ છે બ્રોકરેજના રડાર પર
HSBCએ વોલ્ટાસ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,450 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માર્કેટ શેરમાં સુધારો, બીજી સૌથી મોટી કંપની તરીકે લીડ કરી રહી છે. ઈન્વેન્ટરી હોલ્ડિંગ હજુ પણ નીચું છે. 8-12 મહિનાના ટર્નઅરાઉન્ડ ટાઈમ સાથે ડેટા-સેન્ટર ઓર્ડર બુક ₹200 કરોડ છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ફાઈનાન્શિયલ્સ પર UBS
યુબીએસે ફાઈનાન્શિયલ્સ પર ભારત એક મજબૂત અનસિક્યોર્ડ ક્રેડિટ ગ્રોથ સાયકલમાં પ્રવેશી રહ્યું છે. પર્સનલ લોન્સ લીડ કરી રહી. હેલ્ધી એસેટ ક્વોલિટી, સ્ટેબલ અનસિક્યોર્ડ હાઉસહોલ્ડ લિવરેજ અને મજબૂત લિક્વિડિટીનો સપોર્ટ મળ્યો. ધીમો પડતો ગોલ્ડ-લોન ગ્રોથ, પર્સનલ લોન્સ માટેની સ્પર્ધા ઘટાડી શકે છે. બજાજ ફાઈનાન્સ માટે રેટિંગ અપગ્રેડ કર્યા, SELLથી ન્યુટ્રલના કર્યા અને લક્ષ્યાંક ₹1100 પ્રતિશેરના નક્કી કર્યા છે. L&T Fin માટે રેટિંગ અપગ્રેડ કર્યા, ન્યુટ્રલથી BUY કર્યા, લક્ષ્યાંક ₹380 પ્રતિશેરના નક્કી કર્યા છે. L&T Finની ઝડપી પર્સનલ-લોન ગ્રોથ અને RoAમાં 3% તરફ સુધારાની અપેક્ષા છે. Poonawalla Fin, ચોલા ઈન્વેસ્ટમેન્ટ અને શ્રીરામ ફાઈનાન્સ માટે BUY રેટિંગ આપ્યા છે. નબળા લોન ગ્રોથ વચ્ચે HDB Fin, SBI Card અને M&M Fin માટે ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે.
HDFC બેન્ક પર મેક્વાયરી
મેક્વાયરીએ એચડીએફસી બેન્ક પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,150 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બોર્ડે CEO પદ માટે કૈઝાદ ભરૂચા અને અનુપ બાગચીનું નામ ફોરવર્ડ કર્યા. જેમાં બાગચીને અગ્રણી માનવામાં આવી રહ્યા છે. બાહ્ય CEO ની નિમણૂકથી સિનિયર લેવલ પર લોકો કંપની છોડી શકે છે. મુખ્ય પ્રાથમિકતાઓ: રિટેલ/અનસિક્યોર્ડ ગ્રોથને વેગ આપવો છે.
હિન્ડાલ્કો પર CLSA
સીએલએસએ એ હિન્ડાલ્કો પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,240 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY26 લેવલ્સથી FY32 સુધીમાં EBITDA બમણાથી વધુ થવાનો લક્ષ્ય છે. નોવેલિસ Bay મિનેટ વિસ્તરણથી 5 મિલિયન ટનથી વધુ વોલ્યુમ અને પ્રતિ ટન $600 નો નફો થવાની ધારણા છે. $2,750 LME એલ્યુમિનિયમ હોવા છતાં ભારતનો અપસ્ટ્રીમ EBITDA બમણાથી વધુ થવાની અપેક્ષા છે.
પતંજલિ ફૂડ્સ પર જેફરિઝ
જેફરિઝે પતંજલિ ફૂડ્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹560 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્રામીણ વિસ્તારોમાં માંગ હાલમાં નબળી રહી. મજબૂત શહેરી ડિમાન્ડ સાથે તહેવારોની સીઝનમાં રિકવરીની અપેક્ષા છે. FY27 ગ્રોથ ગાઈડન્સ જાળવી રાખવામાં આવ્યું. સનફ્લાવર ઓઈલ સપ્લાયમાં સમસ્યા અને કોમોડિટી પ્રાઈસ ઉંચા હોવા છતાં માર્જિન અંગે વિશ્વાસ છે.
વોલ્ટાસ પર HSBC
HSBCએ વોલ્ટાસ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,450 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માર્કેટ શેરમાં સુધારો, બીજી સૌથી મોટી કંપની તરીકે લીડ કરી રહી છે. ઈન્વેન્ટરી હોલ્ડિંગ હજુ પણ નીચું છે. 8-12 મહિનાના ટર્નઅરાઉન્ડ ટાઈમ સાથે ડેટા-સેન્ટર ઓર્ડર બુક ₹200 કરોડ છે.
ક્લીન મેક્સ પર મેક્વાયરી
મેક્વાયરીએ ક્લીન મેક્સ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતનું સૌથી મોટું પ્યોર-પ્લે કમર્શિયલ એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિન્યુએબલ્સ પ્લેટફોર્મ છે. ઈન્સ્ટોલ્ડ બેઝ FY29 સુધીમાં બમણાથી વધુ થઈને આશરે 8 GW સુધી પહોંચવાની અપેક્ષા છે. FY29 સુધીમાં આશરે 5 GW ઈન્ક્રિમેન્ટલ કેપેસિટીની અપેક્ષા છે. EBITDA ગ્રોથથી નેટ ડેટ/EBITDA FY29 સુધીમાં આશરે 7.5x સુધી ઘટવાની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.