Hero Motocorp Share Price: ટૂ-વ્હીલર સેગમેંટ દિગ્ગજ કંપનીઓમાં શુમાર થવા વાળી હીરો મોટોકૉર્પ (Hero Motocorp) કંપનીના સ્ટૉક આજે ફોક્સમાં છે. આ ઑટો સ્ટૉકમાં આજે એક્શન જોવાને મળી રહ્યુ છે. આ શેર આજે બ્રોકરેજ ફર્મોના રડાર પર છે. આજે આ સ્ટૉક સવારે 11:33 વાગ્યે 0.26 ટકા એટલે કે 7.75 રૂપિયા વધીને 2995.90 રૂપિયાના સ્તર પર કારોબાર કરતા જોવામાં આવ્યા. તેના 52 સપ્તાહના ઉચ્ચ સ્તર 3244 રૂપિયા રહ્યા છે. જ્યારે 52 સપ્તાહના ન્યૂનતમ સ્તર 2246 રૂપિયા રહ્યા છે.
Brokerage On Hero Motocorp
યુબીએસ એ હીરો મોટોકૉર્પ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2650 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પ્રીમિયમ પોર્ટફોલિયોને પુનર્જીવિત કરવા માટે Karizma XMR 210 લોન્ચ કરી છે. રોકાણકારોના મતે નવી બાઈક લોન્ચથી માર્કેટ શેર પર કોઈ મોટો ફાયદો નહીં પડે.
Goldman Sachas On Hero Motocorp
ગોલ્ડમેન સૅક્સે હીરો મોટોકૉર્પ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2490 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Karizma XMR 210ને લોન્ચ કરી છે. નવા લોન્ચથી વોલ્યુમ પર કેટલુ યોગદાન મળશે તેના પર નજર રહેશે.
સિટીએ હીરો મોટોકૉર્પ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3600 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Karizma XMR લોન્ચ, કંપની માટે પ્રીમિયમાઇઝેશનની દિશામાં બીજું પગલું છે. બજાજ અને હોન્ડની બાઈકની સરખામણીએ વધુ આકર્ષક લાગી રહી છે. નવી Karizma XMRની કિંમત સ્પર્ધિત મોડલની સરખામણીએ થોડા ઓછા પ્રીમિયમમાં છે. હાર્લી X440, Xtreme અને Xpulse અન્ય પ્રીમિયમ મોડલ છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.