Broker's Top Picks: PTC ઈન્ડસ્ટ્રીઝ, ગ્રાસિમ, અંબર એન્ટરપ્રાઈસિઝ, વોડાફોન આઈડિયા, ટિટાગઢ રેલ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: PTC ઈન્ડસ્ટ્રીઝ, ગ્રાસિમ, અંબર એન્ટરપ્રાઈસિઝ, વોડાફોન આઈડિયા, ટિટાગઢ રેલ છે બ્રોકરેજના રડાર પર

સિટીએ વોડાફોન આઈડિયા પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹16 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2ના પરિણામો મોટાભાગે અંદાજ મુજબ છે. આવકમાં ત્રિમાસિક ધોરણે 1.7%નો વધારો, કેશ EBITDAમાં 0.9%નો વધારો થયો છે. ARPU ₹177થી વધીને ₹178 થયું.

અપડેટેડ 10:21:42 AM Nov 16, 2026 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

PTC ઈન્ડસ્ટ્રીઝ પર GS

ગોલ્ડમેન સૅક્સે PTC ઈન્ડસ્ટ્રીઝ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹26,655 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આવકમાં 80% અને EBITDAમાં 119%નો વાર્ષિક વધારો. એરોસ્પેસ અને ડિફેન્સ કંપનીઓમાં સૌથી વધુ ગ્રોથ છે. Q2FY27માં વર્કિંગ કેપિટલના દિવસો ઘટીને 254 થયા. એરોલોયઝની ક્ષમતા વધવાથી માર્જિનમાં સુધારાની શક્યતા. વિસ્તરણ માટે ₹1,800 કરોડનું ફંડ એકત્ર કરાશે. જિયોપોલિટિકલ તણાવથી FY28-29ની આવક પર અસર થઈ શકે. FY28-29ના આવક અંદાજમાં 9% અને 7%નો ઘટાડો થયો.


ગ્રાસિમ પર સિટી

સિટીએ ગ્રાસિમ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3,550 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં EBITDA વાર્ષિક ધોરણે 35% વધીને ₹490 કરોડ, અનુમાનથી નીચે છે. ત્રિમાસિક ધોરણે EBITDAમાં 48% નો ઘટાડો થયો. પેન્ટ્સ બિઝનેસમાં ₹310 કરોડનું નુકસાન, ₹Q1માં પેઇન્ટ્સ બિઝનેસને ₹140 કરોડનું નુકસાન હતું. પેન્ટ્સની આવકમાં ત્રિમાસિક ધોરણે 20%નો ઘટાડો થયો. H2FY27માં ડબલ ડિજિટ માર્કેટ શેર મેળવવાનો લક્ષ્યાંક છે. બિરલા પિવોટની વાર્ષિક આવક ₹11,000 કરોડને પાર છે. H2FY27 સુધીમાં બ્રેકઈવન થવાની અપેક્ષા છે. સપ્ટેમ્બર 2026માં નેટ ડેટ ₹7,320 કરોડ છે. પેન્ટ્સ બિઝનેસમાં વધતી સ્પર્ધા ચિંતાનો વિષય છે.

ગ્રાસિમ પર જેફરિઝ

જેફરિઝે ગ્રાસિમ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3,910 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં EBITDA વાર્ષિક ધોરણે 35% વધી પણ ત્રિમાસિક ધોરણે 48%નો ઘટાડો છે. VSF, કેમિકલ્સ અને નવા બિઝનેસમાં ખર્ચનું દબાણ થયુ છે. પેન્ટ્સની આવકમાં ત્રિમાસિક ધોરણે 20%નો ઘટાડો થયો. મેનેજમેન્ટને Q3માં મજબૂત કામગીરીની અપેક્ષા છે. B2B ઈ-કોમર્સ બિઝનેસ H2FY27માં બ્રેકઈવન તરફ છે.

અંબર એન્ટરપ્રાઈસિઝ પર CLSA

CLSAએ અંબર એન્ટરપ્રાઈસિઝ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹7,750 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એડજસ્ટેડ EBITDA વાર્ષિક ધોરણે 23% વધીને ₹112 કરોડ છે. ત્રિમાસિક ધોરણે EBITDAમાં 66%નો ઘટાડો થયો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને મોબિલિટી સેગમેન્ટના માર્જિન પર દબાણ છે. ડ્યુરેબલ્સ બિઝનેસના ગાઈડન્સનો લક્ષ્યાંક યથાવત્ છે. મોબિલિટી સેગમેન્ટના ગાઈડન્સના અંદાજમાં મોટો ઘટાડો થયો. FY27માં માર્જિન 50થી 100 બેસિસ પોઈન્ટ ઘટવાની શક્યતા છે. માર્જિનમાં સુધારો અને નવા પ્રોજેક્ટનું અમલીકરણ મહત્વપૂર્ણ છે. FY27-29ના EPS અંદાજમાં 6%થી 26%નો ઘટાડો થયો.

વોડાફોન આઈડિયા પર સિટી

સિટીએ વોડાફોન આઈડિયા પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹16 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2ના પરિણામો મોટાભાગે અંદાજ મુજબ છે. આવકમાં ત્રિમાસિક ધોરણે 1.7%નો વધારો, કેશ EBITDAમાં 0.9%નો વધારો થયો છે. ARPU ₹177થી વધીને ₹178 થયું. Q2માં 13 લાખ નવા ગ્રાહકો ઉમેરાયા છે. કેપેક્સ ₹1,900 કરોડથી વધીને ₹3,900 કરોડ છે. ₹35,000 કરોડના ફંડ રેઝિંગ પ્લાનમાંથી ₹10,500 કરોડનું ફંડ મેળવ્યું.

ટિટાગઢ રેલ પર જેફરિઝ

જેફરિઝે ટિટાગઢ રેલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,050 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સપ્ટેમ્બર 2026 ક્વાર્ટરમાં EBITDA અંદાજ કરતાં 22% વધુ છે. પેસેન્જર રેલ સિસ્ટમ્સના સારા અમલીકરણથી ગ્રોથ છે. નવા વેગન ઓર્ડરથી નજીકના ગાળાની આવક સુધરવાની અપેક્ષા છે. FY27થી FY30ના EPS અંદાજમાં 6%થી 30%નો વધારો થયો છે. પેસેન્જર કોચ પર વધતા ખર્ચનો મોટો ફાયદો મળવાની શક્યતા. FY26થી FY30 દરમિયાન EPSમાં 45% CAGRનો અંદાજ છે. પેસેન્જર રેલનો ઓર્ડર બુક ₹10,800 કરોડ છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

MoneyControl News

MoneyControl News

First Published: Nov 16, 2026 10:21 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.