Broker's Top Picks: રિલાયન્સ, ઈન્ડસઈન્ડ બેંક, બંધન બેંક, ટ્રેન્ટ છે બ્રોકરેજના રડાર પર
નોમુરાએ બંધન બેન્ક પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹165 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં લોન ગ્રોથ બિઝનેસ અને CASAમાં ઘટાડો જોવામાં આવ્યો. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર CASA રેશિયો 430 bps ઘટી 27.1% પર રહ્યો. માઇક્રોફાઇનાન્સ કલેક્શન કાર્યક્ષમતામાં થોડો ઘટાડો થયો. નોન-માઈક્રોફાઈનાન્સ કલેક્શનમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર કુલ કલેક્શન એફિસિન્સી 20 bps ઘટી 97.7% રહ્યા.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
રિલાયન્સ પર MS
મોર્ગન સ્ટેનલીએ રિલાયન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1617 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે જામનગર એનર્જી કોમ્પલેક્સને Gen AI દ્વારા વધુ સારૂ બનાવી શકાય. ન્યૂ એનર્જી વર્ટિકલથી $60 બિલિયન વેલ્યુ ક્રિએશન શક્ય છે. ડેટા સેન્ટર અને રિફાઈનરીમાં ન્યૂ એનર્જીનો ઉપયોગ કરશે કંપની. સોલર પેનલની ગ્લોલબ કિંમતો સ્થિર રહેશે. આવનારા ત્રિમાસિકમાં અર્નિંગ્સને લઈ રોકાણકારોનો વિશ્વાસ વધશે. રિફાઇનિંગ, કેમિકલ્સ અને રિટેલ સેગમેન્ટ્સ અપેક્ષાઓ પર ખરા ઉતરી શકે છે.
ઈન્ડસઈન્ડ બેન્ક પર મોતીલાલ ઓસવાલ
મોતીલાલ ઓસવાલે ઈન્ડસઈન્ડ બેન્ક પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓપરેટિંગ કામગીરી ધીમે ધીમે સુધરશે. FY28 સુધીમાં 1% RoA અંદાજ છે. નજીકના ગાળામાં બિઝનેસ ગ્રોથમાં નરમાશ રહેશે. લોન ગ્રોથ સામાન્ય રહી શકે, FY26માં 7% વાર્ષિક ગ્રોથનો અંદાજ રહેશે.
બંધન બેન્ક પર નોમુરા
નોમુરાએ બંધન બેન્ક પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹165 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં લોન ગ્રોથ બિઝનેસ અને CASAમાં ઘટાડો જોવામાં આવ્યો. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર CASA રેશિયો 430 bps ઘટી 27.1% પર રહ્યો. માઇક્રોફાઇનાન્સ કલેક્શન કાર્યક્ષમતામાં થોડો ઘટાડો થયો. નોન-માઈક્રોફાઈનાન્સ કલેક્શનમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર કુલ કલેક્શન એફિસિન્સી 20 bps ઘટી 97.7% રહ્યા.
ટ્રેન્ટ પર MS
મોર્ગન સ્ટેનલીએ ટ્રેન્ટ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹6539 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY23 ની આવકને 10 ગણા કરવાનો લક્ષ્ય છે. આગામી 5 વર્ષમાં 25-30% CAGR ગ્રોથની અપેક્ષા છે. સ્પર્ધા વિશે કોઈ ચિંતા નથી. માર્કેટમાં મલ્ટીપલ પ્લેયર્સ માટે જગ્યા છે. દર વર્ષે 250 નવા સ્ટોર ખોલવાનો લક્ષ્યાંક છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.