આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ટાટા મોટર્સ પર નોમુરા
નોમુરાએ ટાટા મોટર્સ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹799 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનું ફોકસ PV અને CVના માર્કેટ શેર અને માર્જિન વધારવા પર છે. બે વર્ષમાં 5% MHCV વોલ્યુમ CAGRની અપેક્ષા છે. ડિમાન્ડમાં સુધારાથી 11.5–12% માર્જિનની અપેક્ષા છે. JLR (જગુઆર લેન્ડ રોવર) નું આઉટલુક 16 જૂને આવવાનું છે. જેને રોકાણકારો એક વળાંક તરીકે ગણી રહ્યા છે.
ટાટા મોટર્સ પર જેફરિઝ
જેફરિઝે ટાટા મોટર્સ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹630 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે PV અને CV સેગમેન્ટમાં માર્જિન અને બ્રાન્ડ સુધારવા પર કામ કરશે. PVમાં 7 નવા વ્હીકલ લોન્ચ કરવાની યોજના છે. CVમાં FY27 સુધી 3% માર્કેટ શેર વધારવાનો લક્ષ્ય છે. પણ બ્રોકરેજને ધણા પડકારોને લઈને ચિંતા છે. કંપનીના અલગ-અલગ બિઝનેસ પર અસર જોવા મળી શકે છે.
ટાટા મોટર્સ પર નુવામા
નુવામાએ ટાટા મોટર્સ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹670 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY26માં સ્થાનિક CV અને PV સેગમેન્ટમાં સિગલ ડિજિટ ગ્રોથ રહી શકે છે. FY30 સુધીમાં PV સેગમેન્ટમાં 7 નવા પ્રોડક્ટ લોન્ચ કરશે. જેમાં 2 નવી ICE અને 2 નવી EV સામેલ છે. FY27માં ICE સેગમેન્ટથી ₹1000 કરોડની ફ્રી કેશ ફ્લો શક્ય છે. EV સેગમેન્ટમાં FCF નગેટિવ રહી શકે છે.
ટેલિકોમ પર HSBC
HSBCએ ટેલિકોમ પર રિલાયન્સ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1590 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતી એરટેલ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2100 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વોડાફોન આઈડિયા માટે રિડ્યુસ રેટિંગ,લક્ષ્યાંક ₹5.90 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વોડાફોનના નેટવર્ક વિસ્તારમાં વિંલંબથી એરટેલ અને જિયોના માર્કેટ શેર વધશે.
ટેલિકોમ પર CLSA
CLSA એ ટેલિકોમ પર Q4FY25માં જિયો માર્કેટ શેર 92 bps છે. વર્ષ દર વર્ષના આધાર પર FY25માં સેક્ટર રેવેન્યુમાં 13%નો ગ્રોથ છે. એરટેલ અને જિયો પાસે 81% સેક્ટર રેવેન્યુ છે.
MCX પર UBS
યુબીએસે એમસીએક્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઈલેક્ટ્રિસિટીના વાયદા માટે એક્સચેન્જની મંજૂરી મળી છે. ઈલેક્ટ્રિસિટીના વાયદાને મંજૂરીથી ગ્રોથની શક્યતા વધશે.
સોના BLW પર બર્નસ્ટઈન
બર્નસ્ટઈને સોના BLW પર ડાઉનગ્રેડથી માર્કેટ પરફોર્મ કરવું. તેના પર લક્ષ્યાંક ₹540 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારત-US ટ્રેડ સંકટ, ચીનના OEMની મજબૂતીથી રિસ્ક છે. ટ્રમ્પ-એલોન મસ્ક ટેન્શનથી પણ રિસ્ક વધ્યુ. USમાં કંપનીના મોટા એક્સપોઝરથી અર્નિગ્સમાં ડાનગ્રેડનું જોખમ છે.
ગ્રાસિમ પર MS
મોર્ગન સ્ટેનલીએ ગ્રાસિમ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3500 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ન્યૂ એજ બિઝનેસ ક્ષમતા વધારી રહી છે કંપની. પેન્ટ્સ બિઝનેસમાં પણ ગ્રોથ વધવાની અપેક્ષા છે. હોલ્ડકો ડિસ્કાઉન્ટમાં ઘટાડો યથાવત્, ગ્રાસિમ ટોચની પસંદગી છે.
અલ્ટ્રાટેક સિમેન્ટ પર MS
મોર્ગન સ્ટેનલીએ અલ્ટ્રાટેક સિમેન્ટ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹14000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપની ધણા વર્ષો સુધી મજબૂત આવક અર્જિત કરવાની કંપની છે. વોલ્યુમ ગ્રોથ મજબૂત છે. સિમેન્ટ સેક્ટરમાં અલ્ટ્રાટેક પંસદીદા શેર છે.
મહાનગર ગેસ પર MS
મોર્ગન સ્ટેનલીએ મહાનરગેસ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1797 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપની મુંબઈમાં આગળ વધી રહી છે. 2023માં 125 બિલિયન માઇલનો માર્કેટ શેર હાસલ કર્યો. જે ન્યૂ યોર્ક કરતાં થોડું ઉપર છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)