TCS સ્ટૉક Q4 ના પરિણામ બાદ તૂટ્યા, જાણો બોકરેજ હાઉસિઝની સલાહ - TCS stock tumbles after Q4 results, advises Bokerage Houses | Moneycontrol Gujarati
Get App

TCS સ્ટૉક Q4 ના પરિણામ બાદ તૂટ્યા, જાણો બોકરેજ હાઉસિઝની સલાહ

CLSA એ ટીસીએસ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3550 પ્રતિ શેરના નક્કી કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે નબળા ક્વાર્ટર 4 પ્રિન્ટ પરંતુ સ્વસ્થ ઓર્ડરબુક મધ્ય-ગાળાના આઉટલુક માટે આશ્વાસન આપ્યુ.

અપડેટેડ 10:29:11 AM Apr 13, 2023 પર
Story continues below Advertisement
જેપી મૉર્ગને ટીસીએસ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2700 ના નક્કી કર્યા છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    TCS ના ચોથા ક્વાર્ટરના પિરણામ અનુમાનથી નબળા રહ્યા છે. માર્જિનમાં સુધારો નથી દેખાયો. રેવેન્યૂ પણ ઉમ્મીદથી ઓછા રહ્યા. મેનેજમેન્ટે કહ્યુ કે સેંટિમેંટ સુસ્ત લાગી રહ્યા છે. ક્લાઈંટ ખર્ચને લઈને સતર્ક જોવામાં આવી રહ્યા છે. તો પણ કંપનીએ 24 રૂપિયા પ્રતિશેર વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. Q4 માં એટ્રિશન રેટ 21.30% થી ઘટીને 20.10 ટકા રહ્યા. CC રેવેન્યૂ ગ્રોથ 0.6% રહ્યો જ્યારે તેના 1 ટકા રહેવાનું અનુમાન હતુ. કંપનીએ Q4 માં રેકૉર્ડ કૉન્ટ્રાક્ટ હાસિલ કર્યો છે. કુલ કૉન્ટ્રાક્ટ વૈલ્યૂ 7.8 અરબ ડૉલરથી વધીને 10 અરબ ડૉલર રહી. કંપનીના નવા MD&CEO ની રીતે કીર્તિવાસન 1 જુનથી કામકાજ સંભાળશે. જાણીએ સ્ટૉક પર રોકાણના નજરિયાથી બ્રોકરેજીસની સલાહ -

    કાલે રજુ કરેલા પરિણામોની બાદ આજે ટીસીએસના શેર એનએસઈ પર સવારે 10:24 વાગ્યે 1.62 ટકા એટલે કે 52.55 રૂપિયા તૂટીને 3190.20 રૂપિયાના સ્તર પર કારોબાર કરતા જોવામાં આવ્યા.

    Brokerage ON TCS


    CLSA On TCS -

    CLSA એ ટીસીએસ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3550 પ્રતિ શેરના નક્કી કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે નબળા ક્વાર્ટર 4 પ્રિન્ટ પરંતુ સ્વસ્થ ઓર્ડરબુક મધ્ય-ગાળાના આઉટલુક માટે આશ્વાસન આપ્યુ. નજીકની ગાળાની અનિશ્ચિતતાઓ અને બિન-પ્રતિબદ્ધ Mgmt કોમેન્ટરી સ્ટોક પર ભાર કરી શકે છે. સમર્થન આપવા માટે ટીસીએસની સ્ટ્રક્ચરલ સ્ટ્રેંથ અને 4 ટકા ડિવિડન્ડ યિલ્ડની ઉમ્મીદ રાખો.

    Jefferies On TCS -

    જેફરીઝે ટીસીએસ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3375 પ્રતિ શેર નક્કી કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે Q4FY23 પરિણામો એસ્ટિમેટ પ્રમાણે નથી રહ્યા. યુરોપ અને ઉત્તર અમેરિકામાં અનેક વર્ટિકલ્સના ગ્રાહકોમાં સાવચેતી વધતી જતી. 3-વર્ષની નીચી બુક ટુ બિલ રેશિયો અને સબડ્યુડ હેડકાઉન્ટ એડિશન પોઈન્ટ સ્લોડાઉન તરફ છે. TCSની પ્રીમિયમ વેલ્યુએશન લિમિટ અપસાઇડ્સ છે.

    MS On TCS -

    મોર્ગન સ્ટેનલીએ ટીસીએસ પર ઈક્વલ વેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3350 પ્રતિશેરના નક્કી કર્યો છે. આગળ તેમનું કહેવુ છે કે Q4 નબળા મેક્રો બેકડ્રોપ પ્રભાવિત થયા. મજબુત ઓર્ડરબુક હોવા છતાં સેન્ટિમેન્ટમાં મુશ્કેલી આવી છે કે કેમ તેના પર સ્પષ્ટતા મર્યાદિત છે. લોઅર એટ્રિશન-આધારિત માર્જિન ટેઇલવિન્ડ્સ નબળા ઓપરેટિંગ લિવરેજ દ્વારા ઓફસેટ થશે. મૂલ્યાંકન લાંબા ગાળાની સરેરાશ કરતા વધારે છે, જોખમ-પુરસ્કાર આકર્ષક ન લાગે. FY24/25 EPS અંદાજ 1% સુધી ઓછો છે.

    Nomura On TCS -

    નોમુરાએ ટીસીએસ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹2850 પ્રતિશેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે Q4 આવક અને માર્જિન બંને પર નિરાશ રહી. નિયર-ટર્મ વિઝિબિલિટી ઓછી દેખાય રહી છે. વીક હેડકાઉન્ટ એડિશન ચાલુ રહે છે કારણ કે એટ્રિશન મધ્યમ સુધી ચાલુ રહે છે. Lower Discretionary રાજસ્વ પર Q4FY23 માર્જિન એક્ઝિટ ગાઇડન્સ ચૂકી જાય છે. નાણાકીય વર્ષ 24-25ની અર્નિંગ અંદાજે 1-2% જેટલો થોડો ઘટાડો આવક અને માર્જિન બંને દ્વારા મામૂલી ઘટ્યો છે.

    JPMorgan On TCS -

    જેપી મૉર્ગને ટીસીએસ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2700 ના નક્કી કર્યા છે. બ્રોકરેજનું કહેવુ છે કે અનિશ્ચિત ભૂ-રાજનીતિક સ્થિતિ અને ટેકનીકી ખર્ચના ચાલતા નાણાકીય વર્ષ 24 નો ગ્રોથ ઓછા રહી શકે છે. તેમણે તેના રેવેન્યૂમાં 1 ટકા ને માર્જિનમાં 20 bps અને eps માં 2 ટકાની કપાત કરી છે.

    Citi On TCS -

    સિટીએ ટીસીએસ પર વેચવાલીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3000 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ચોથા ક્વાર્ટરમાં પરિણામ અનુમાનથી નબળા રહ્યા જ્યારે તેના વૈલ્યૂએશન મોંઘા છે.

    Bernstein On TCS -

    બર્નસ્ટીને ટીસીએસ પર આઉટપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3560 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેક્રો મુશ્કિલોની બાવજૂદ ક્વાર્ટર સારૂ રહ્યુ. કંપનીની ઑર્ડરબુક સારી છે.

    ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

    Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

    MoneyControl News

    MoneyControl News

    First Published: Apr 13, 2023 10:28 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.