મોતીલાલ ઓસવાલે સન ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1160 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
JSPL પર સિટી
સિટીએ JSPL પર ખરીદદારીની સલાહ આપી છે. તેના પર તેમણે લક્ષ્યાંક 650 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ JSPMLમાં `7,780 કરોડ સુધીના તેના રોકાણમાં ઘટાડો કરવાની જાહેરાત કરી. Q3FY23માં રોકાણ સામે રેકોર્ડ સંપત્તિનું નુકસાન થયું. રોકાણ ઘટવાથી ટેક્સમાં બેનિફ્ટ થયો.
ઈન્ટરગોલબ એવિએશન પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ ઈન્ટરગોલબ એવિએશન પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3126 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ અનુમાનથી સારા પરિણામ જાહેર કર્યા. નજીકના ગાળામાં નફો ઉચ્ચત્તમ સ્તર પર રહેવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 25માં EBITDA 6.6 ગણા વધવાની અપેક્ષા છે.
દાલ્મિયા ભારત પર જેફરિઝ
જેફરિઝે દાલ્મિયા ભારત પર ખરીદદારીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક 2490 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે. નાણાકીય વર્ષ 24માં ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથ 7-9% વધવાની અપેક્ષા છે. એનર્જી ખર્ચ ઘટવાની અપેક્ષા સાથે માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 24માં કંપનીની ક્ષમતા 47 mtpa થવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 27માં કંપનીની ક્ષમતા 110 mtpa થવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 31માં કંપનીની ક્ષમતા 130 mtpa થવાની અપેક્ષા છે. EBITDA ખોટમાંથી નફામાં આવવાની અપેક્ષા છે.
સન ફાર્મા પર મોતીલાલ ઓસવાલ
મોતીલાલ ઓસવાલે સન ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1160 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. સ્પેશિયાલિટી બ્રાન્ડ્સ માટે આઉટલુક પોઝિટીવ છે. સ્પેશિયાલિટી પોર્ટફોલિયો, ગ્લોબલ ફ્રેન્ચાઇઝમાં સતત ગ્રોથ છે. USમાં જેનેરિક દવાનું વેચાણ સ્ટેબલ છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)