Today's Broker's Top Picks: એમએન્ડએમ ફાઈનાન્સ, એલ્કેમ લેબ, પાવર ગ્રિડ, સેલ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: એમએન્ડએમ ફાઈનાન્સ, એલ્કેમ લેબ, પાવર ગ્રિડ, સેલ છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

અપડેટેડ 11:41:23 AM Oct 04, 2023 પર
Story continues below Advertisement
જેફરિઝે પાવર ગ્રિડ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 212 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

OMC પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ OMC પર ભારતીય ફ્યુઅલ રિટેલર્સ પર પોઝીટીવ વ્યુહ રાખ્યો છે. રિફાઇનિંગ અપસાઇકલ, કેપિટલ એલોક્શન પર પોઝિટીવ વ્યુહ છે. અન્ડરપ્રિસિયેટેડ અર્નિંગ ક્વાલિટી સુધારણા પર હકારાત્મક દૃષ્ટિકોણ રાખ્યો છે. BPCL/IOC માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે.


M&M ફાઈનાન્સ પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ M&M ફાઈનાન્સ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 300 રૂપિયા પ્રતિ નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં GS3 Ratio 4.2% થી વધી 4.4% રહ્યો. ક્વાર્ટરના ધોરણે નેટ સ્લિપેજીસમાં ઉછાળો આવી શકે છે.

M&M ફાઈનાન્સ પર સિટી

સિટીએ M&M ફાઈનાન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 355 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં AUM ગ્રોથમાં સુધારો, સ્ટેજ-2, સ્ટેજ-3માં સુધારો થયો છે. વર્ષના ધોરણે NII 15%થી વધુ રહેવાની અપેક્ષા છે. ઓપરેટિંગ પ્રોફિટ ગ્રોથ 18%થી વધુ રહેવાની અપેક્ષા છે. RoA/RoE 1.5%-9% રહેવાની યોજના છે.

Stocks in News: સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર

એલ્કેમ લેબ પર HSBC

એચએસબીસીએ એલ્કેમ લેબ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3910 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2ના પરિણામ નીચા રહેવાની ધારણા છે. હાલમાં નિયુક્ત કરાયેલા CEOએ એલ્કેમને ઈન્ડિયા ગ્રોથ સ્ટ્રેટેજી રીબૂટ કરવામાં મદદ કરશે. વોલ્યુમ ગ્રોથમાં સુધારો આવવાની એપેક્ષા છે.

પાવર ગ્રિડ પર જેફરિઝ

જેફરિઝે પાવર ગ્રિડ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 212 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બિડિંગ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સમાં કંપનીના માર્કેટ શેર્સમાં ઉછાળો છે. H1FY24માં કંપનીએ 11000 કરોડ રૂપિયાની બિડ ભરી છે. 1,500 કરોડ રૂપિયાથી ઓછા પ્રોજેક્ટ્સમાં વધુ બિડર્સ જોવા મળ્યા. કંપનીની 47,500 કરોડ રૂપિયાની પાઈપલાઈન છે.

SAIL પર કોટક

કોટકે સેલ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 50 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કોકિંગ કોલના વધતા ભાવની અસર કંપનીઓ પર છે. SAILના પરિણામ ખરાબ જાહેર થવાની આશંકા છે. માર્કેટ શેર ઘટવાથી કંપનીનું વેલ્યુએશન મોંઘા છે. નબળા વિકાસની સંભાવનાઓથી પણ કંપનીના વેલ્યુએશન મોંઘા થઈ રહ્યા છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

MoneyControl News

MoneyControl News

First Published: Oct 04, 2023 11:41 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.