સિટીએ ડૉ.રેડ્ડીઝ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4270 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
રિયલ એસ્ટેટ પર જેફરિઝ
જેફરિઝે રિયલ એસ્ટેટ પર રેસિડેન્શિયલ પ્રી-સેલ્સ મજબૂત છે. હાઉસિંગ માર્કેટ શેર્સમાં ઉછાળો જોવા મળ્યો. રાજ્યોમાં પ્રોપર્ટીઝના ભાવ ડબલ ડિજીટમાં વધી રહ્યા છે. પણ ઈન્વેટરી હજુ પણ લો. નાણાકીય વર્ષ 24માં પ્રી- સેલ્સ ગ્રોથ 10-20% ગાઈડન્સ વધવાની અપેક્ષા છે. જેફરીઝની ગોદરેજ પ્રોપર્ટીઝ અને લોઢા ટોપ પીક છે.
SBI કાર્ડ પર નોમુરા
નોમુરાએ SBI કાર્ડ પર રેટિંગ ડાઉનગ્રેડ કરી રિડ્યુસ કર્યું છે. તેના પર લક્ષ્યાંક 1030 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 700 રૂપિયા પ્રતિશેર કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે કંપનીના નફામાં દબાણ નોંધાયું. ક્રેડિટ કાર્ડ ઈન્ડસ્ટ્રીઝ ગ્રોથમાં નરમાશ કરશે. માર્કેટ શેર્સમાં સતત ઘટાડો નોંધાયો છે.
UPL પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ UPL પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 856 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્પેશિયાલિટી કેમિકલ અને AI બિઝનેસના ડી-મર્જર પર ફોકસ છે.
એશિયન પેન્ટ્સ પર મેક્વાયરી
મેક્વાયરીએ એશિયન પેન્ટ્સ પર આઉટપરફોર્મના રેટિંગ છે. તેના પર લક્ષ્યાંક 3800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આઉટલુક પોઝિટીવ, એક્સપાન્સન, કેપેસિટી એડિશન પર ફોકસ છે. વર્ષ દર વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 24 માં RoCE 300 bps વધવાની અપેક્ષા છે.
આઈશર મોટર પર CLSA
સીએલએસએ એ આઈશર મોટર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4266 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ફોર્ટિસ હેલ્થકેર પર જેપી મૉર્ગન
જેપી મૉર્ગને ફોર્ટિસ હેલ્થકેર પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 365 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આર્કોટ રોડ હોસ્પિટલને Agmtને 152 રૂપિયા કરોડ કેશમાં વેચવા કરાર કર્યા છે. તેમનું કહેવુ છે કે હોસ્પિટલ સેગમેન્ટના EBITDA માર્જિન 20% વધવાનો અંદાજ છે. માર્જિન ગાઈડન્સ 100-200 bps વધવાની અપેક્ષા છે.
ડૉ.રેડ્ડીઝ પર કોટક
કોટક સિક્યોરિટીઝે ડૉ.રેડ્ડીઝ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બાયોસિમિલર્સ સેલ્સ અને EBITDAમાં ઉછાળો છે. US જેનેરિક દવાની કિંમતોમાં સ્થિરતા આવી છે.
ડૉ.રેડ્ડીઝ પર સિટી
સિટીએ ડૉ.રેડ્ડીઝ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4270 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે રેવલિમિડ જેનરિક દવાના માર્જિનમાં સ્થિરતા છે. ભારતમાં લાઈસન્સિંગ ડીલ્સ દ્વારા પહેલીવાર નવો પ્રોડક્ટ લોન્ચ કરશે. બ્રાન્ડેડ જેનેરિકને ટ્રેડ જેનેરિકમાં પડકાર મળી શકે છે. US જેનેરિક દવાની કિંમતમાં સ્થિરતા આવી પણ કોઈ માળખાકીય ફેરફાર નથી.
PB ફિનટેક પર કોટક સિક્યોરિટીઝ
કોટક સિક્યોરિટીઝે PB ફિનટેક પર ADD ના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 725 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વિશાળ ટેલિફોન કૉલ્સના દસ્તાવેજીકરણ દ્વારા ઓપરેટિંગ કાર્યક્ષમતામાં સુધારો છે.