મેક્વાયરીએ મારૂતિ સુઝુકી પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 11,912 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
SBI લાઈફ પર ગોલ્ડમેન સૅક્સ
ગોલ્ડમેન સૅક્સે SBI લાઈફ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1620 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના ધોરણે Q2 VNB 1,490 કરોડ રૂપિયા રહ્યો. APEમાં YoY ધોરણે 33% નો ગ્રોથ છે. વર્ષ દર વર્ષના ધોરણે VNB માર્જિનમાં 310 bpsનો ઘટાડો નોંધાયો. નાણાકીય વર્ષ 24 માટે APE ગ્રોથ ગાઈડન્સ 20% રહેવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 24 માટે માર્જિન 28-30% પર યથાવત્ રહેવાની અપેક્ષા છે.
વોડાફોન પર CLSA
સીએલએસએ એ વોડાફોન વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2 ARPU 2% વધ્યો ક્વાર્ટર દર ક્વાર્ટર પણ સબ્સક્રાઈબર ઘટ્યા છે. Q2FY24માં આવક અને EBITDA અનુમાનથી ખરાબ રહ્યા છે. કંપનીનું કુલ દેવું $26 Bn અને કેપેક્સ સ્પેન્ડિંગમાં ઘટાડો છે. નાણાકીય વર્ષ 24-26માં આવક અને EBITDA 5-14% રહેવાનો અંદાજ છે.
મારૂતિ સુઝુકી પર મેક્વાયરી
મેક્વાયરીએ મારૂતિ સુઝુકી પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 11,912 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં EBITDAમાં 17%નો ગ્રોથ, માર્જિન પણ અનુમાનથી સારા રહ્યા છે. SUV સેગમેન્ટમાં નવા મોડલ લોન્ચથી માર્કેટ શેરમાં સુધારો થયો છે. FY24 & FY25 EPS 14% રહેવાનો અંદાજ છે.
સિપ્લા પર નોમુરા
નોમુરાએ સિપ્લા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1353 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં ભારત અને USના અર્નિંગ ડેટા અનુમાનથી સારા રહ્યા છે. FY24માં EBITDA માર્જિન ગાઈડન્સ સારા રહેવાની અપેક્ષા છે. EBITDA માર્જિન 362 bps વધી 26% રહ્યા, 320 bps વધવાના અનુમાન હતા. ગ્રોસ પ્રોફિટ માર્જિન 86 bps રહ્યા. પ્રોડક્ટ મિક્સમાં સુધારો અને ખર્ચ ઘટવાથી અન્ય ખર્ચ 7%ની નીચે રહ્યો છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)