Broker's Top Picks: ટોરેન્ટ ફાર્મા, ગેસ કંપનીઓ, આરબીએલ બેંક, યુનો મિંડા છે બ્રોકરેજના રડાર પર
સિટીએ RBL બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹285 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે RoAમાં 45-50 bps સુધારાની અપેક્ષા છે. ક્રેડિટ કોસ્ટ સામાન્ય હોવાથી RoAમાં સુધારાની અપેક્ષા છે. Q1માં JGL,ક્રેડિટ કાર્ડમાં તણાવ ઘટી શકે છે. Q4ની સરખામણીએ Slippagesમાં નરમાશ શક્ય છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ટોરેન્ટ ફાર્મા પર નોમુરા
નોમુરાએ ટોરેન્ટ ફાર્મા પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3580 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે JB કેમિકલ્સ એન્ડ ફાર્મા સાથે અધિગ્રહણની જાહેરાત કરી છે. કંપનીએ પહેલા પણ સફળ અધિગ્રહણ કર્યું છે. ટૂંકાગાળામાં કોસ્ટ સિનર્જીનો ફાયદો મળી શકે છે. ડીલથી લાંબાગાળામાં રેવેન્યુને બૂસ્ટ મળી શકે છે. કાર્ડિયક અને ગેસ્ટ્રો સેગમેન્ટમાં બન્ને કંપનીની સારી હાજરી છે. પહેલાની સરખામણીએ ડીલ સાઈઝ ધણી મોટી છે.
ગેસ કંપનીઓ પર સિટી
સિટીએ ગેસ કંપનીઓ પર PNGRB નવા ટ્રાન્સમિશન ટેરિફને મંજૂરી આપી શકે છે. GAILનો અંતિમ ટેરિફ ઓર્ડર ટૂંક સમયમાં અપેક્ષિત છે. GAIL, IGL, GSPLને ટેરિફ વધારાથી ફાયદો થવાની શક્યતા છે. ગુજરાત ગેસ, MGL પર નકારાત્મક અસર થવાની શક્યતા છે. ટેરિફ વધારાથી પેટ્રોનેટ LNG પર કોઈ અસર નહીં પડે. IGL ને 90-દિવસની પોઝિટિવ કેટાલિસ્ટ વોચ પર મૂકવામાં આવ્યું.
RBL બેન્ક પર સિટી
સિટીએ RBL બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹285 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે RoAમાં 45-50 bps સુધારાની અપેક્ષા છે. ક્રેડિટ કોસ્ટ સામાન્ય હોવાથી RoAમાં સુધારાની અપેક્ષા છે. Q1માં JGL,ક્રેડિટ કાર્ડમાં તણાવ ઘટી શકે છે. Q4ની સરખામણીએ Slippagesમાં નરમાશ શક્ય છે.
UNO મિંડા પર CLSA
સીએલએસએ એ યુનો મિંડા પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1304 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ROCEમાં સુધારો થઈ રહ્યો છે, ઈન્ડસ્ટ્રીથી મજબૂત ગ્રોથની અપેક્ષા છે. ઈન્ડસ્ટ્રી ગ્રોથ, પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશનથા પરિણામને સપોર્ટ શક્ય છે. સારા કેશ ફ્લોને કારણે મર્જર અને અધિગ્રહણ શક્ય છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.