નાણા મંત્રાલય નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીએ બજેટ 2024 રજૂ કરવા જઈ રહી છે. આ 2024ના બજેમાં ઘણી મહત્વ પૂર્ણ જાહેરાતો થઈ શકે છે. આવનારા ત્રણ મહીનામાં લોકસભા ચૂંટણીને કારણે આ બજેટ અંતરિમ બજેટ તરીકે જાહેર કરવામાં આવશે. આ બજેટમાં ટેક્સને લઈને નાણામંત્રી મોટી જાહેરાતો કરી શકે છે. લોકસભા ચૂંટણી બાદ નવી સરકારના ગઠન બાદ નાણાકીય 2024-25નું સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. આવાનારા નાણાકીય વર્ષ માટે બજેટ ફાળવામાં આવે છે, જે આવનારા વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ સુધી અમલમાં આવે છે.
બજેટને લઇને આશાના વિશેમાં ક્લિયરટેક્સના ફાઉન્ડર અને સીઈઓ, અર્ચિત ગુપ્તાએ કહ્યું છે કે આવનારા બજેટમાં ઘણી સમસ્યાનું સમાધાન કરવા અને ભવિષ્યના આર્થિક વિસ્તાર માટે આધાર તૈયાર કરવાની તક આપશે.
80Dમાં કપાત કરી શકાય છે
સેક્શન 80D સારવાર ખર્ચ પર કાપ માટે છે. આ હેઠળ તમે તમારા, પરિવાર અને આશ્રિત માતા-પિતા માટે ચૂકવણી કરેલી હેલ્થ ઈન્શ્યોરેન્સ પ્રીમિયમ પર ટેક્સ બચાવી શકે છો. સ્વયં અથવા પરિવાર માટે ચૂકવવામાં આવતા પ્રીમિયમ માટે સેક્શન 80D કપાતની મર્યાદા 25,000 રૂપિયા છે. વરિષ્ઠ નાગરિક માતા-પિતા માટે 50,000 રૂપિયા સુધીના કપાત માટે દાવો કરી શકો છો.
બેંગલુરુ મેટ્રો સિટીમાં HRA છૂટ
બેંગલુરુમાં હજી પણ એચઆરએ છૂટની ઘણી જરૂરત દેખાઈ રહી છે. તે 40 ટકા છે, પરંતુ તેને વધારીને 50 ટકા કરવાની જરૂરત છે.
કેપિટલ ગેઇન્સ ટેક્સેશનને સરળ બનાવું
વર્તમાન કેપિટલ ગેઇન્સ ટેક્સ સિસ્ટમની જટિલતા રોકાણકારો માટે પડકારો ઉભી કરે છે, જેમણે એસેટ ક્લાસ, હોલ્ડિંગ પિરિયડ, ટેક્સ રેટ અને રોકાવાની સ્થિતિ જેવા મહત્વપૂર્ણને ધ્યાનમાં લેવા પડે છે. આબીઆઈના ઈન્ડેક્સેશનમાં નિયમોમાં સરળતા બાનાવી જોઈએ.
ઘર ખરીદનારાઓ માટે ટીડીએસ અનુપાલન
હાલમાં, 50 લાખ રૂપિયાથી વધુની સંપત્તિ ખરીદી પર 1 ટકા ટીડીએસ કાપવામાં આવે છે. જ્યારે આ પ્રક્રિયા નિવાસીઓ માટે સીધી છે, આ અનિવાસી ભારતીય વિક્રેતાઓ માટે વધું મુશ્કેલ બની શકે છે.