Gujarat budget 2025: રાજ્યના ખેડૂતો માટે મહત્વની જાહેરાત, કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા 3 લાખથી વધારી કરી 5 લાખ | Moneycontrol Gujarati
Get App

Gujarat budget 2025: રાજ્યના ખેડૂતો માટે મહત્વની જાહેરાત, કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા 3 લાખથી વધારી કરી 5 લાખ

રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ્ઞાન થીમ પર બજેટ તૈયાર કરાયું છે. નાણા પ્રધાન કનુ દેસાઇએ 3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ છે. આજે બજેટમાં 10 નવી જાહેરાત કરી છે. બજેટમાં ખેડુતો માટે પણ અનેક સોગાત છે.

અપડેટેડ 04:38:35 PM Feb 20, 2025 પર
Story continues below Advertisement
કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 97% ગામોને દિવસ દરમિયાન વિજ પુરવઠો આપવામાં આવશે, જેના માટે ₹2175 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે.

Gujarat budget 2025: ગુજરાત સરકારના 2024-25 ના બજેટમાં કૃષિ અને ખેડૂતો માટે અનેક મહત્વના પ્રસ્તાવો મૂકવામાં આવ્યા છે. સરકારનું મુખ્ય લક્ષ્ય કિસાન કલ્યાણ, કૃષિ વિકાસ અને ટેક્નોલોજી આધારિત ખેતીને પ્રોત્સાહન આપવાનું છે.

કૃષિ અને સિંચાઈ વિકાસ

કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 97% ગામોને દિવસ દરમિયાન વિજ પુરવઠો આપવામાં આવશે, જેના માટે ₹2175 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે. સરદાર સરોવર યોજના હેઠળ 17.22 લાખ હેક્ટર જમીન માટે સિંચાઈ સુવિધાઓ વિકસાવવામાં આવી છે, અને નહેરોના નેટવર્કનો વિસ્તાર થતો રહેશે.


નાણાકીય સહાય અને પાક સુરક્ષા

સરકારે PM Kisan ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો માટે લોન મર્યાદા ₹3 લાખથી વધારી ₹5 લાખ કરી છે. માત્ર 4% વ્યાજ દરે લોનની સુવિધા માટે ₹1252 કરોડ ફાળવવામાં આવ્યા છે. ખેડૂતો માટે પાક બીમાને વધુ મજબૂત બનાવવામાં આવશે, અને વીમા પ્રીમિયમ પર વધુ સબસિડી આપવામાં આવશે.

પ્રાકૃતિક ખેતી અને ટેકનોલોજી આધારિત ખેતી

પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ₹400 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ડિજિટલ કૃષિ અને AI આધારિત “સ્માર્ટ ફાર્મિંગ” માટે ખાસ યોજના બનાવવામાં આવશે. ડ્રોન ટેકનોલોજી દ્વારા ખાતર અને દવાઓના છંટકાવ માટે ખેડૂતોએ સહાય મળતી રહેશે.

પશુપાલન અને બાગાયતી વિકાસ

પશુપાલન અને દૂધ ઉત્પાદન પ્રોત્સાહન માટે ગીર ગૌસંવર્ધન કેન્દ્ર સ્થાપવામાં આવશે. મચ્છીપાલન માટે *₹1622 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ફળ-ફૂલની ખેતી અને કૃષિ પ્રોસેસિંગ માટે ₹100 કરોડની સબસિડી મળશે. નદીઓ અને પાણીના સ્ત્રોતો જાળવવા “નદી જોડો યોજના” હેઠળ 185 રિવર બેસિન્સ માટે અભ્યાસ થશે. નાના ખેડૂતો માટે ટપક સિંચાઈ અને સ્પ્રિંકલર સિંચાઈ માટે પણ સહાય મળશે.

કૃષિ માટે સહકારી પ્રોત્સાહન અને કૃષિ નિકાસ

“સહકારથી સમૃદ્ધિ” અભિયાન હેઠળ ખેડૂતોને સહકારી મંડળીઓ સાથે જોડવાની યોજના લાગુ રહેશે. રાજ્યને કૃષિ નિકાસ હબ બનાવવાનો પ્લાન છે, જેમાં લોજિસ્ટિક સપોર્ટ પણ ઉપલબ્ધ રહેશે. પાક વીમા યોજના અંતર્ગત વધુ સહાય મળશે, અને વૃદ્ધાવસ્થા પેન્શન યોજના ખેડૂતો માટે વિસ્તૃત કરવામાં આવશે. કૃષિ આધારિત સ્ટાર્ટઅપ્સ માટે ₹100 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે, અને MSME સહાય યોજનાઓ લાગુ કરવામાં આવશે.આ બજેટથી ગુજરાતના 50+ લાખ ખેડૂતોને લાભ મળશે.

આ પણ વાંચો-Gujarat budget 2025: ટૂંક સમયમાં પોલીસમાં કરાશે 14000થી વધુ ભરતી, નાણામંત્રીએ બજેટમાં કરી જાહેરાત

MoneyControl News

MoneyControl News

First Published: Feb 20, 2025 4:37 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.