Budget 2024: નાણામંત્રીએ કહ્યું- આ 2 સેક્ટર્સને મજબૂત કરવા પર રહેશે સરકારનો ફોક્સ | Moneycontrol Gujarati
Get App

Budget 2024: નાણામંત્રીએ કહ્યું- આ 2 સેક્ટર્સને મજબૂત કરવા પર રહેશે સરકારનો ફોક્સ

Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ કહ્યું છે કે સરકારનું ઘ્યાન કયા સેકટર્સ પર વધારે રહેશે.

અપડેટેડ 01:23:43 PM Jan 29, 2024 પર
Story continues below Advertisement

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024 એ નાણાકીય વર્ષ 2025 માટે વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે કેન્દ્રએ અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે કૃષિ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ફોકસ કરવાની યોજના બનાવી છે.

આ છે સરકારની શીર્ષ પ્રાથમિકતાઓ

તેમણે દિલ્હીના હિંદુ કૉલેજના 125મી વર્ષગાંઠના અવસર પર વિદ્યાર્થીઓને સંબોધત કરતા કહ્યું કે દેશના કૃષિ ઇકોસિસ્ટમની સાથે-સાથે રિન્યૂએબલ એનર્જી, સેમીકંડક્ટર, મટેરિયલ સાઈન્સ, સ્પેસ અને અર્થ સાઈન્સ જેવા ઉભરતી ઈન્ડસ્ટ્રીઝમાં મેન્યુફેક્ચરિંગને વધારો આપવા સરકારની શીર્ષ પ્રાથમિકતાઓમાં સામેલ છે.


ઝડપથી વધતી પ્રમુખ અર્થવ્યવસ્થા છે ભારત

તેમણે કહ્યું કે આ સેક્ટરને વધું પ્રાથમિકતા આપી રહી છે, અને તે માત્ર બજેટ સુધીની મર્યાદિત નથી. આ સાથે તેમણે કહ્યું કે અમે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં સુધાર કરવા માટે ટૉપ એક્સપર્ટને સલાહકારના રૂપમાં આ સેક્ટર્સમાં લાવા પર પણ વિચાર કરી રહી છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)ના અનુસાર, ભારત હાલમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છે, જ્યારે અન્ય વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ સુસ્ત વધારાનો સામનો કરી રહી છે.

નાણામંત્રીએ ભારતની ખાદ્ય નિકાસ અને કૃષિ ઉત્પાદનોમાં આંતરરાષ્ટ્રીય રસનો હવાલો આપતા કહ્યું કે કૃષિમાં અપાર સંભાવના છે. ગયા મહિને રાજ્યસભામાં તેમણે મેન્યુફેક્ચરિંગને કારણે અર્થતંત્રની મળી મજબૂતી માટે સરકારની પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) સ્કીમ અને મેક-ઇન-ઇન્ડિયા જેવી પૉલિસીઝને શ્રેય આપ્યો હતો. HSBC ફ્લેશ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ PMI આઉટપુટ ઈન્ડેક્સ જાન્યુઆરીમાં વધીને 60.5 પર પહોંચ્યો હતો, જે ડિસેમ્બરમાં 57.4 પર હતો.

જોકે, કેટલાક પડકારો હજુ પણ બની છે, જેમાં વૈશ્વિક વિકાસમાં ઘટાડાને કારણે ભારતીય નિર્યાતમાં મંદી પમ શામે છે. તેમણે પશ્ચિમ અર્થવ્યવસ્થાઓમાં ઉચ્ચ વ્યાજ દરો યૂક્રેન અને પશ્ચિમ એશિયામાં જિયો-પૉલિટિકલ તણાવથી થયા બાદ પ્રભાવોની તરફ ઈશારો કર્યો, જેમાં તેલની કિમત અને મોંઘવારી વધવાનો જોખિમ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 27, 2024 2:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.