મિહિર વોરાનું કહેવુ છે કે ટેક્સની સ્થિતિ ઘણી સ્ટ્રીમલાઈન થઈ ગઈ છે. GST માટે કાઉન્સિલની રચના થઈ ગઈ છે. ટેક્સની દૃષ્ટીએ બજેટ થોડું નિરાસ રહેશે. નાણાંકીય ખાધના આંકડા પર મુળ તો નજર રહેશે. નાણાકીય વર્ષ 24-25માં નાણાંકીય ખાધનો લક્ષ્ય 5.5% નો રહેવાનો અંદાજ છે.
મિહિર વોરાના મતે નાણાંકીય ખાધ પર બોન્ડ માર્કેટની નજર હોય છે. ગ્રામિણ અર્થતંત્રમાં માગ વધે તેવા પગલા લેવાય તેવી આશા છે. ગિફ્ટ સિટીમાં નવા ફંડ્સ આવવાની આશા છે. ગિફ્ટ સિટી ઈઝ ઓફ ડુઈંગની દિશામાં મહત્વનું પગલું છે. LTCG અને STT બેમાંથી એક ટેક્સ હટાવે એવી આશા છે.
મિહિર વોરાનું માનવું છે કે હવે FD અને બોન્ડ વચ્ચેનો તફાવત ઓછો કરી દીધો છે. LTCGમાં ટેક્સ રેશનલાઈઝેશન વચગાળાના બજેટમાં નહીં થાય. હાલમાં આપણી લિક્વિડિટી ઘણી નેગેટિવ છે. બેન્કોની સ્થિતિ અંગે કોઈ ચિંતા નથી. નાણાકીય વર્ષ 24માં ITનુ કલેકશન GST કરતા વધારે રહેશે.
મિહિર વોરાના મુજબ નવા ટેક્સ રિજીમમાં થોડી રાહત મળી શકે છે. ઈનકમ ટેક્સમાં ઘટાડો કરીને કન્ઝમ્પશનને બૂસ્ટ આપી શકે. રેલવે, ડિફેન્સ, કેપિટલ ગુડ્ઝમાં તેજી આવી ગઈ છે. કન્ઝમપ્શનને બૂસ્ટ મળશે તો FMCG અને ટુ વ્હીલરમાં તેજી આવશે. INVITs અને REITsનું ટેક્સેશન ઓછું થાય તો ફાયદો થશે.