Gujarat Budget 2025 Live: રાજ્યના નાણામંત્રીએ વિધાનસભામાં રજૂ કર્યું ગુજરાતનું બજેટ, બાળકો તેમજ મહિલાઓ માટે કરાઈ મોટી જાહેરાતો | Moneycontrol Gujarati
Get App

Gujarat Budget 2025 Live: રાજ્યના નાણામંત્રીએ વિધાનસભામાં રજૂ કર્યું ગુજરાતનું બજેટ, બાળકો તેમજ મહિલાઓ માટે કરાઈ મોટી જાહેરાતો

Gujarat Budget 2025: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે.. નાણામંત્રી ચોથી વાર બજેટ રજૂ કરી રહ્યાં છે. બજેટની પળેપળની અપડેટ માટે મની કંટ્રોલ સાથે જોડાયેલા રહો.

અપડેટેડ 03:15:10 PM Feb 20, 2025 પર
Story continues below Advertisement
બજેટની પળેપળની અપડેટ માટે મની કંટ્રોલ સાથે જોડાયેલા રહો.

Gujarat Budget 2025 LIVE:

જળસંપત્તિ વિભાગ માટે કુલ રુપિયા 13,366 કરોડની જોગવાઇ

દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે રુપિયા 1334 કરોડ, સૌની યોજના માટે રુપિયા 813 કરોડ તથા કચ્છ માટેની યોજના હેતુ રુપિયા 1400 કરોડ એમ કુલ રુપિયા 3547 કરોડની જોગવાઇ.


હયાત સિંચાઇ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકીકરણ માટે રુપિયા 1522 કરોડની જોગવાઇ.

ચોમાસામાં દરિયામાં વહી જતાં પાણીને રોકવા અંદાજે 1 લાખ 87 હજાર કરતાં વધુ ચેકડેમોનાં બાંધકામ કરવામાં આવેલ છે. જેને આગળ વધારતા આગામી વર્ષે 326 મોટા ચેકડેમો-વિયર બાંધવા રુપિયા 832 કરોડની જોગવાઇ.

સાબરમતી નદી પર કુલ 14 વિયર-બેરેજ બનાવવાના કરેલ આયોજનમાં પાંચ વિયર-બેરેજનાં કામો પૂર્ણ થયેલ છે જયારે ૩ કામો પ્રગતિ હેઠળ છે. બાકી રહેતા 6 કામો પૂર્ણ કરવા રુપિયા 750 કરોડની જોગવાઇ.

જળાશય આધારીત ઉદ્વહન સિંચાઇ યોજના માટે રુપિયા 813 કરોડની જોગવાઇ. જે પૈકી આદિજાતિ વિસ્તારમાં રુપિયા 548 કરોડની જોગવાઇ.

ડેમ સેફટી માટે રુપિયા 501 કરોડની જોગવાઇ.

ભૂગર્ભજળ રીચાર્જ માટે જનભાગીદારીથી જળસંચય અભિયાનને વેગવંતુ બનાવવા રુપિયા 10 કરોડની જોગવાઇ.

રાજ્ય સરકારના અનેક કાર્યક્રમો દ્વારા અત્યાર સુધીમાં 24 લાખ હેક્ટરથી વધુ વિસ્તાર સૂક્ષ્મ સિંચાઇ હેઠળ આવરી લેવાયો છે. જેનાથી અંદાજે 16 લાખ ખેડૂતોને લાભ મળ્યો છે.

ખેડૂતો સૂક્ષ્મ સિંચાઇનો ઉપયોગ કરીને વધુ કૃષિ ઉત્પાદન મેળવી શકે તે માટે આ બજેટમાં રુપિયા 1250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જે અંદાજે

2 લાખ હેક્ટર વિસ્તાર આવરી લેશે અને રાજ્યમાં લગભગ 1 લાખ 25 હજાર ખેડૂતોને તેનો લાભ મળશે.

ભાડભૂત યોજના-સમુદ્રની ભરતીનું ખારૂ પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામે બેરેજની યોજના પ્રગતિ હેઠળ છે. જે માટે રુપિયા 876 કરોડની જોગવાઇ.

સરદાર સરોવર યોજના-ગુજરાતની સમૃદ્ધિમાં અમૂલ્ય યોગદાન આપનાર નર્મદા યોજનાથી રાજ્યના ૧૦,૪૫૩ ગામો અને ૧૯૦ નગરોને ઘરવપરાશ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. જેના માટે રુપિયા 5979 કરોડની જોગવાઇ.

અમદાવાદ જીલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધારવા માટે રુપિયા 875 કરોડની જોગવાઇ.

નર્મદા યોજનાના કમાન્ડ એરિયાના નહેરના વિસ્તરણ વિકાસના કામો માટે રુપિયા 501 કરોડની જોગવાઇ.

સૌરાષ્ટ્ર તથા કચ્છ શાખા નહેરના પમ્પિંગ સ્ટેશન તથા હાઇડ્રોપાવર સ્ટેશન પર કુલ 14 જગ્યા પર સોલાર પ્રોજેક્ટ માટે રુપિયા 300 કરોડની જોગવાઇ.

નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રકચર તેમજ જાળવણીની કામગીરી માટે રુપિયા 204 કરોડની જોગવાઇ.

દિયોદરના 14 ગામો અને સાંતલપુર તાલુકાના 11 ગામોના હાઈ ગ્રાઉન્ડ અનકમાન્ડ વિસ્તાર માટે લિફ્ટ-ગ્રેવિટી પાઈપલાઇન પ્રોજેક્ટ માટે રુપિયા 100 કરોડની જોગવાઇ.

બજેટમાં વાહનવ્યવહાર વિભાગ માટે મહત્વની જાહેરાત

-પ્રથમવાર રાજ્યમાં કેરેવાનની કરાઈ જાહેરાત

-વાહનવ્યવહાર વિભાગ 10 નવી કેરેવાન સંચાલનમાં મુકશે

-1850 નવી બસો માટે રૂપિયા ૭૬૬ કરોડ ફાળવણી

-200 પ્રિમિયમ એસી બસો અને કેરેવાન માટે રૂપિયા 360 કરોડની જાહેરાત

-એસી પ્રિમિયમ બસો અને કેરેવાન દ્વારા પ્રવાસન સ્થળો તથા યાત્રાધામોને જોડાશે

બજેટમાં શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ રુપિયા 59,999 કરોડની જોગવાઈ

-સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ 25 હજારથી વધુ વર્ગખંડોની માળખાકીય સુવિધા માટે 2114 કરોડની જોગવાઈ

-નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ

-RTE હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવા માટે 782 કરોડની જોગવાઈ

-નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે 250 કરોડની જોગવાઈ

-વિદ્યાર્થી બસ પાસ ફી કંસેશન માટે 223 કરોડની જોગવાઈ

-જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ માટે 200 કરોડની જોગવાઈ

-ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં અંદાજિત 22 હજાર શિક્ષકોની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં

-મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માં 78 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા 410 કરોડ

-અમદાવાદની એલ.ડી ઇજનેરી સહિત છ સરકારી ટેકનીકલ સંસ્થાઓમાં AI લેબની સ્થાપના માટે 175 કરોડ

રાજ્યના પ્રવાસન વિભાગના બજેટમાં 31 ટકાનો વધારો

-રાજ્યના પ્રવાસન વિભાગના બજેટમાં 31% નો વધારો થયો છે. પ્રવાસન વિકાસ માટે 6505 કરોડની જોગવાઈ

-અંબાજી ધામ વિકાસ માટે 180 કરોડની વિશેષ જોગવાઈ

-પ્રવાસન સ્થળોના રસ્તાઓના વિકાસ માટે અલગ બજેટની જોગવાઈ કરાઈ

સાયબર ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે

-રાજ્યમાં નાગરિક માટે સાઇબર સેન્ટર ઓફ એક્સેલન્સ તેમજ તમામ જિલ્લામાં સાયબર ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે.

-નાર્કોટિક્સ ડ્રગ અને સાયકોટ્રોપિક પદાર્થોની હેરફેર માટે કડક પગલાં લેવા માટે એન્ટી નાર્કોટિક્સ ફોર્સનું ઓપરેશનલ યુનિટ ઊભું કરશે.

-આ માટે ૩૫૨ કરોડ રૂપિયાની જોગવાઈ

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 30325 કરોડની જોગવાઈ

-શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને નાણાકીય સહાય માટે 3,353 કરોડની જોગવાઈ

-મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 27,330 કરોડની જોગવાઈ

-અમૃત 2.0 મિશન અંતર્ગત પાણી ડ્રેનેજ તળાવ અને પરિવહનના વિકાસ માટે 1,950 કરોડની જોગવાઈ

-શહેરના વિવિઘ વિકાસ માટે 15 માં નાણા પંચ હેઠળ 1,376 કરોડની જોગવાઈ

-પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના માટે 1,360 કરોડની જોગવાઈ

-સ્વચ્છ ભારત મીશન અને નિર્મળ ગુજરાત માટે 808 કરોડ જોગવાઈ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 23385 કરોડની જોગવાઇ

-ગત વર્ષના 20100 કરોડના બજેટમાં 16.35 કરોડનો વધારો કરાયો

-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 2 કરોડ 67 લાખ લોકોને કેસલેસ સારવાર માટે 3676 કરોડની જોગવાઈ

-જીએમઇઆરએસ મેડીકલ હોસ્પીટલ માટે 1392 કરોડની જોગવાઈ કરવામાં આવી

-બિનચેપી રોગ અને અન્ય સમસ્યાઓના નિવારણ માટે 400 કરોડની જોગવાઇ

“પઢાઇ ભી, પોષણ ભી” યોજના માટે 617 કરોડ રુપિયાની જોગવાઇ

-“પઢાઇ ભી, પોષણ ભી”ના ધ્યેયને સાકાર કરવા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”ની ડિસેમ્બર-2024થી શરૂઆત કરવામાં આવી

-32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેના માટે આ બજેટમાં કુલ રુપિયા 617 કરોડની જોગવાઇ કરવામાં આવી

-કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદામાં વધારો કરાયો

-3 લાખથી વધારી 5 લાખ કરાયો

-રાજ્ય સરકાર દ્વારા 4 ટકા વ્યાજ પર રાહત આપવામાં આવી

ગૃહ વિભાગ માટે રૂપિયા 12,659 કરોડની જોગવાઈ

-રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સાયબર ક્રાઈમ, સાયબર સિક્યુરિટી અને સાયબર ઈન્ટેલિજન્સની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન

-જે માટે 1186 નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹299 કરોડની જોગવાઇ કરી.

-સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ફોર સાયબર ક્રાઇમ સિક્યુરિટી અને સુરક્ષા ઉભી કરવા માટે જોગવાઇ

-1186 નવી જગ્યાઓ તથા આઈ.ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 299 કરોડની જોગવાઇ

-રાજ્યના તમામ બાકી રહેતા 24 જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ કરવા 30 કરોડની જોગવાઈ

-એન્ટીન નાર્કોટિક્સ માટે 23 કરોડની જોગવાઈ

-રાજ્યની તમામ જેલો તથા તાલુકા સબજેલ ખાતે સેન્ટ્રલાઈઝ પ્રમાણે એન્ડ કંટ્રોલ સિસ્ટમ માટે 44 કરોડની જોગવાઈ

-શેરી વિસ્તારોમાં માર્ગ સલામતી માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા 1390 નવી જગ્યાઓ ઊભી કરાશે, આ માટે 63 કરોડની જોગવાઈ કરાઈ

-રાજ્યમાં પોલીસ ખાતાના રહેઠાણા તેમજ બિન રહેઠાણાત મકાનોમાં બાંધકામ માટે 982 કરોડની જોગવાઈ

-વિવિધ જેલોના તેમજ અન્ય મકાનોના બાંધકામ માટે 217 કરોડની જોગવાઈ

-વલસાડ જિલ્લાના વાપી શહેર ખાતે ટ્રાફિક પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવશે

-આધુનિક ટેકનોલોજી ધરાવતી 1750 ડીલક્ષ અને 400 મીની બસ એમ કુલ 1850 નવી 200 પ્રજાની સેવામાં મૂકવામાં આવશે, આ માટે 766 કરોડની જોગવાઈ

-200 નવી પ્રીમિયમ એસી બસ અને 10 સંચાલન મુકવામાં આવશે, 25 પ્રવાસી અને યાત્રાધામ સ્થળોને સાંકળવા 360 કરોડની જોગવાઈ

-સુરત ખાતે બની રહેલા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ ઓફ પ્રોજેક્ટ માટે 185 કરોડની જોગવાઈ

-એસટી નિગમમાં ડ્રાઇવર કંડકટર મિકેનિક અને ક્લાર્કની કક્ષામાં કુલ 11000 વધુ ઉમેદવારોની ભરતી પ્રગતિમાં

-જળ સંપતિ પ્રભાગ માટે 13366 કરોડની જોગવાઈ

-દરિયામાં વહી જતા નર્મદા ના પાણી ને બચાવવા સરકારનું આયોજન

-ઉત્તર ગુજરાત સૌરાષ્ટ અને કચ્છના સુક્કા વિસ્તારમાં સુજલામ સુફલામ સૌની યોજના અને કચ્છ માટેની યોજના હેતુ 3547 કરોડની જોગવાઈ

મહિલાઓ માટે મોટી જાહેરાત

-મહિલાઓને આત્મ નિર્ભર કરવા માટે સખી સાહસ યોજનાની જાહેરાત

-સખી સહાય યોજનામાં 100 કરોડની જોગવાઈ કરાઇ

-આગામી 3 વર્ષમાં પૂરું થશે સાબરમતી ફેઝ 2નું કામ

-સાબરમતી નદી પર અમદાવાદ ગિફ્ટ સિટી અને ગાંધીનગર એમ દેશના સૌથી લાંબા રીવરફ્રન્ટ માટે 350 કરોડની ફાળવણી

-અમદાવાદ મેડિસિટી ખાતે ન્યુરોલોજી ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સરકારની જાહેરાત

-સાયબર સેન્ટર ઓફ એક્સીલેન્સ હેઠળ સાયકો ટ્રોપિક અને નાઈકોટ્રિક પદાર્થોની ગેરકાયદેસર કામગીરી સામે કડક પગલાં લેવા માટે એનટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું ઓપરેશનલ યુનિટ ઊભું કરવાની સરકારની જાહેરાત

-352 કરોડની જોગવાઈ કરવામાં આવી

-રાજ્ય સરકાર આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવશે

-શહેરી વિભાગના બજેટ માં 40 ટકાનો વધારો

-30325 કરોડની કરાઈ જોગવાઈ

નાના માણસો માટે થોડી મોટી જાહેરાતો

- ગરીબોના આવાસ માટે સહાય રૂપિયા 1.20 લાખને બદલે રુપિયા 1.70 લાખ મળશે

- ST, SC અને OBC યુવાનોના સ્વરોજગાર મળે તે માટે મહિલાને 7 ટકા અને પુરૂષોને 6 ટકા વ્યાજે લોન મળશે.

-ખેડૂતોને ટ્રેક્ટર સહાય વધીને એક લાખ કરાઇ

ગુજરાતમા ખેતીની જમીન ઉપર મત્સ્ય ઉછેર કરવા બિનખેતીની મંજૂરી લેવી નહી પડે

-ગાંધીનગર વડોદરા સુરત અને રાજકોટમાં મેડીસીટી પ્રકારની હોસ્પિટલો બનશે

-પોલીસની 14 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરાશે

-ટ્રાફિક પોલીસની 1390 નવી જગ્યા ઊભી કરાશે

-નર્મદા બલ્ક પાઈપ લાઇન માટે 2636 કરોડની જોગવાઈ

-સર્વિસ સેક્ટરને વેગ આપવાં માટે કમિશ્નર ઓફ સર્વિસ નવી કચેરી ઊભી થશે

-હાઈ સ્પીડ કોરિડોર અને એક્સપ્રેસવે માટે 1020 કરોડની જોગવાઈ

-નવા બે એક્સપ્રેસ વે બનશે

-ડીસાથી પીપાવાવ રસ્તાને નમોશક્તી એક્ષપ્રેસ વે બનશે

-અમદાવાદથી રાજકોટ અને તેનું એક્સટેન્શન દ્વારકા સોમનાથ પોરબંદરને જોડતો સોમનાથ દ્વારકા એક્સપ્રેસવે વિકસાવાશે

-નીતિ આયોગ મુજબ 4 વિસ્તારને ગ્રોથ હબ તરીકે વિકસાવવાની સરકારની જાહેરાત

-કુલ 56 પરિયોજનાઓ બનાવવામાં આવી

-SER સુરત ઇકોનોમી રિઝન હેઠળ સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, તાપી, ડાંગ 6 જિલ્લામાં ઉધ્યોગ પ્રવાસન

-રોડ નેટવર્ક તથા માળખાગત સુવિધામાં વધારો કરશે

-સરકારે વિકસિત ગુજરાત 2047 માટે રોડમેપ જાહેર કર્યો

-સરકારે આગામી 5 વર્ષ માટે 50 હજાર કરોડના વિકસિત ગુજરાત ફંડની સ્થાપનાની જાહેરાત કરી

-જેમાં 5 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે

જે મહિલાઓ ઘરથી દૂર રહે છે તેમના માટે અમદાવાદ સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન

ITI અપગ્રેડેશન માટે 450 કરોડ

એઆઈ માટે અમદાવાદ એલ.ડી.એન્જીનીયરિંગ કોલેજ સહીત 6 સરકારી પોલિટેકનિક કોલેજ માં એઆઈ લેબ બનાવાશે.

નવા મકાનો માટે સહાય વધી

-નવા મકાનો માટેની સહાય રુપિયા 50,000 વધારીને રુપિયા 1.20 લાખથી રુપિયા 1.70 લાખ કરવામાં આવી

વિધાનસભામાં ગુજરાતનું 3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ

-વિધાનસભામાં ગુજરાતનું 3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 20, 2025 12:18 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.