Budget 2024: સરકારે એન્જલ ટેક્સને નાબૂદ કર્યો, મિડિલ ક્લાસને આપી ભેટ | Moneycontrol Gujarati
Get App

Budget 2024: સરકારે એન્જલ ટેક્સને નાબૂદ કર્યો, મિડિલ ક્લાસને આપી ભેટ

નાણામંત્રી નિર્મલા સીતારમણ લોક સભામાં સામાન્ય બજેટ રજૂ કરી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 7મી વાર બજેટ રજૂ કરી રહી છે. છેલ્લા 10 વર્ષમાં ભારતીય ઈકોનોમીની કાયાપલટ થઈ. લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરતાં તેમણે કહ્યું કે મોદી 3.0નું બજેટ રજૂ કરતા આનંદ થાય છે.

અપડેટેડ 01:06:06 PM Jul 23, 2024 પર
Story continues below Advertisement
Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ લોક સભામાં સામાન્ય બજેટ રજૂ કરી રહી છે.

Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ લોક સભામાં સામાન્ય બજેટ રજૂ કરી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 7મી વાર બજેટ રજૂ કરી રહી છે. છેલ્લા 10 વર્ષમાં ભારતીય ઈકોનોમીની કાયાપલટ થઈ. લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરતાં તેમણે કહ્યું કે લોકોએ ત્રીજીવાર મોદી સરકાર પર ભરોસો કર્યો. પોલિસી અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક ઈકોનોમી ઢીલી રહી. એસેટના ઉંચા ભાવના કારણે ગ્રોથ રૂંધાયો.

12:32 PM

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે ₹3 લાખ સુધી નવા રિઝીમમાં કોઈ ટેક્સ નહીં. નવા ટેક્સ રિઝીમમાં ₹3-7 લાખ આવક પર 5% ટેક્સ લાગશે. નવા રિઝીમ ₹10 લાખથી ₹12 લાખ સુધી આવક પર 15% ટેક્સ લાગશે. નવા રિઝીમ ₹7 લાખથી ₹10 લાખ સુધી આવક પર 10% ટેક્સ લાગશે. ટેક્સ ફેરફારથી સરકારને ₹30,000 કરોડ આવક શક્ય છે. નવા રિઝીમ ₹12 લાખથી ₹15 લાખ સુધી આવક પર 20% ટેક્સ લાગશે.


12:29 PM

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે વિદેશી કંપનીનો કોર્પોરેટ ટેક્સ 40થી 35% કરાયો. ફ્યૂચર પરનો STT વધારીને 0.02% કરાયો. ઑપ્શનનો STT વધારીને 0.1% કરાયો. પગારદાર લોકો માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન વધ્યું. સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારીને ₹75,000 કર્યુ.

12:27 PM

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે કંપની ધારા, 1961ની સમીક્ષા કરાઈ. ઈ-કોમર્સ પર TDS રેટ ઘટાડી 0.1% કર્યો. ચેરીટી માટેના 2 Tax Incentiveને મર્જ કરાશે. અમુક એસેટ પર 20%નો Short-term Gains લાગશે. અમુક અસેટ પર LTCGને વધારી 12.5% કરી. 1 વર્ષથી વધુના લિસ્ટેડ અસેટ LTCGમાં થશે. અનલિસ્ટેડ MF પર પણ કેપિટલ ગેઈન ટેક્સ લાગશે. Angel Tax નાબૂદ કરાયો. કોઈ પણ પ્રકારની અસેટ પર Angel Tax લાગશે નહીં.

12:17 PM

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે લેધર, ફૂટવેર પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો. ટેલિકોમ સાધનો પર કસ્ટમ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો. PVC ફ્લેક્સ બેનરો પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 10% કરવામાં આવી. એમોનિયમ નાઈટ્રાઈટ પર કસ્ટમ ડ્યુટી વધારીને 10% કરાઈ. ટેલિકોમ સાધનો પર કસ્ટમ ડ્યુટી વધીને 15% થઈ. ઈ-કોમર્સ પર TDS રેટ ઘટાડીને 0.1% કરવામાં આવ્યો. ઈ-કોમર્સ પર TDS 1% થી ઘટાડીને 0.1% કરવામાં આવ્યો.

12:13 PM

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે મોબાઈલ, ચાર્જર પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી. મોબાઈલ ફોન, પાર્ટ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડી. મોબાઈલ, ચાર્જર પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 15% કરવામાં આવી. Lithium, Copper, Cobalt પર હવે કસ્ટમ જકાત નહિ. સોના-ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડી. Shrimp Feed પરની BCD ઘટાડીને 5% કરાઈ. પ્લેટીનમ પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6.4% કરી.

12:10 PM

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે નાણાકીય વર્ષ 2025માં નાણાકીય ખાધ GDPના 4.9% રહી શકે. નાણાકીય વર્ષ 2026માં નાણાકીય ખાધ GDPના 4.5% રહી શકે. GSTના માળખાને વ્યવહારુ કરાશે. કસ્ટમ ડ્યુટીમાં રાહત આપી. કેન્સરની 3 દવા પરની કસ્ટમ જકાત ઘટાડી.

12:07 PM

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે FDI સંબંધના નિયમો સરળ કરાશે. ઓવરસીઝ રોકાણ માટે INRનો ઉપયોગ જરૂરી કરશે. ઉત્પાદિતા વધારવા માટે તકનીકીનો ઉપયોગ કરાયો. વિદેશી રોકાણ માટે રૂપિયાને પ્રોત્સાહન આપશે. નાણાકીય વર્ષ 25 માં કુલ ખર્ચ ₹48.2 લાખ કરોડ કરશે.

12:04 PM

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે રૂરલ લેન્ડ સંબંધિત પગલા લેવાશે. લેન્ડ રિફૉર્મ પર 50 વર્ષ માટે વ્યાજ ફ્રી કર્ઝ આપશે. પેડેસ્ટ્રલ મેપનું ડિજીટાઈઝેશન કરાશે. શહેરમાં રહેલી જમીનોનું ડિજીટાઈઝેશન કરાશે. લેબર સંબંધિત સુધારા કરાશે. ઈ-શ્રમ પોર્ટલ શરૂ કરાશે. શ્રમ સુવિધા અને સમાધાન પોર્ટલ શરૂ કરાશે. ક્લાઈમેટ કમિટમેન્ટ માટે પગલા લઈશુ.

12:01 PM

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે સ્પેસ ઈકોનોમિક માટે ₹1,000 કરોડ વેંચર કેપિટલ ફંડ કરશે. 10 વર્ષમાં સ્પેસ ઈકોનોમિકમાં 5 ગણો વધારો કરશે. સુધારા માટે Eco Policy Framework ઘડીશુ. ગ્રામીણ, શહેરી જમીન સંબંધિત રિફોર્મ કરાશે.

11:58 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે ભારત વિશ્વમાં ટુરીઝમ હબ બની ગયું છે. બિહારમાં વિષ્ણુપાથ,ગયાના વિકાસ માટે ફાળવણી કરી. નાલંદાને ટુરીઝમ સેન્ટર તરીકે વિકસાવાશે. ઓડીશાને પણ ટુરીઝમ સેન્ટર તરીકે વિકસાવાશે.

11:56 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે બજેટની કુલ કેપેક્સ ₹11.11 લાખ કરોડ છે. PM ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો જાહેર કર્યો. આસામમાં ફ્લડ મેનેજમેન્ટ માટે સહાયતા પૂરી પાડીશુ. ઉતરાખંડ, હિમચાલને ફ્લડ મેનેજમેન્ટ માટે પેકેજ આપીશું. સિક્કિમને પૂર હોનારત માટે રાહત પેકેજ આપીશું. સિંચાઈ પ્રોજેક્ટ માટે ₹11,500 કરોડની ફાળવણી કરીશું. પૂર હોનારત પર બિહાર માટે ₹11,500 કરોડની ફાળવણી કરીશું.

11:52 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે સોલાર પેનલ સ્કીમ માટે 1.3 કરોડ રજીસ્ટ્રેશન છે. ન્યૂક્લીઅર રિએક્ટર રિસર્ચ પર પ્રાઈવેટ Cosથી કરાર કર્યા. Bharat Small Modular Reactors માટે Pvt Co સાથે કરાર કર્યા. BHEL, NTPC મળીને UMPP લગાવશે. UMPP એટલે કે સુપર અલ્ટ્રા થર્મલ પાવર પ્લાન્ટ. કેન્દ્ર સરકારે ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ઘણા ખર્ચા કર્યા.

11:49 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે 100 મોટા શહેરોમા વોટર સપ્લાય,સેનીટેશન પ્રમોટ કરીશું. 14 શહેરોમાં ટ્રાન્ઝિસ્ટથી જોડાયેલા પ્લાન લાવીશું. સ્ટ્રીટ વેન્ડર્સ માટે PM સ્વનિધિ યોજના જાહેર કરીશું. મહિલા માટે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા રાજ્યોને પ્રોત્સાહન કરીશું. PM સ્વનિધિમાં 100 સાપ્તાહિક હાટનું આયોજન કરીશું. 1 કરોડ ઘર માટે PM સૂર્ય ઘર ફ્રી વીજળી યોજના આપીશું.

11:46 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે ડોર્મીટરી જેવા રેન્ટલ હાઉસીંગ ઈન્ડસ્ટ્રીયલ વર્કરને અપાશે. રેન્ટલ હાઉસીંગમાં PPPને મંજૂરી આપી. 1,000થી વધુ Cosની નાદારીની પ્રક્રિયા પૂરી કરી છે. IBC કેસો માટે એડિશનલ ટ્રિબ્યુનલ બનાવીશું. ₹10 લાખ કરોડનો PM Urban Housing Plan જાહેર કર્યો. અર્બન હાઉસિંગ મિશન હેઠળ ₹10 લાખ કરોડની ફાળવણી કરશે. અર્બન હાઉસિંગ પ્લાન હેઠળ વ્યાજમાં રાહત મળશે. 5 વર્ષમાં શહેરી હાઉસિંગ પર ₹2.2 લાખ કરોડની ફાળવણી કરશે.

11:43 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે ગ્રામીણ વિકાસ માટે ₹2.66 લાખ કરોડની ફાળવણી કરી. TREDS પ્લેટફોર્મ પર 22 PSU,7000 Co લાવશે. 500 કંપનીમાં ઈન્ટર્નશીપ સ્કીમ લોન્ચ કરી. 12 માસ માટે રીયલ લાઈફ કામનો અનુભવ મળશે. ઈન્ટર્નશીપ માટે ₹5000/-નો પગાર મળશે. ઈન્ટર્નશીપનો ખર્ચ કંપનીએ CSRમાંથી કાઢવાનો રહેશે. 12 ઔદ્યોગિક પાર્કને મંજૂરી આપી.

11:38 AM

MSMEs માટે નાણાંકીય પેકેજની જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે MSMEs માટે નાણાંકીય પેકેજની જાહેરાત કરી. મુશ્કેલ સમયમાં MSMEsને ગેરંટી વગર લોન આપીશું. MSMEના ધિરાણ માટે PSU બેન્ક ઈન-હાઉસ ક્ષમતા વિકસાવશે. MSMEs માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ સેટઅપ છે. નવી યોજના હેઠળ MSMEsને ₹100 કરોડ સુધી લોન આપીશું. મુદ્રા લોનની મર્યાદા ₹10 લાખથી વધારીને ₹20 લાખ કરી. ટર્નઓવર આધારિત ધિરાણની મર્યાદા અડધી કરી.

11:35 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે રાયલસીમા AP માટે પેકેજ આપીશું. પીર પૈઠીમાં 2400 MWનો પાવર પ્રોજેક્ટ લાગશે. MSMEના વિકાસ માટે ક્રેડિટ ગેરન્ટી સ્કીમ જાહેર કરીશું. મહિલાઓ માટે સ્કીમ પર ₹3 લાખ કરોડની ફાળવણી કરીશું. ગ્રામીણ વિકાસ પર ₹2.66 લાખ કરોડની ફાળવણી કરીશું. ટ્રાઈબલ કમ્યુનિટી સ્કીમથી 5 કરોડ લોકોને લાભ થશે.

11:32 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે પટણા-પૂર્ણિયા એક્સપ્રેસ વે પ્રોજેક્ટને મંજૂરી આપીશું. બિહાર હાઈવે માટે ₹26,000 કરોડની ફાળવણી કરીશું. અમૃતસર-કલકત્તા કૉરિડોર માટે ગયા હેડ ઑફિસ. બક્સર-ભાગલપુર રોડ કનેક્ટીવિટી પ્રોજેક્ટ મંજૂરી આપીશું. આંધ્ર માટે ₹15,000 કરોડની ફાળવણી કરીશું. બિહારમાં નવું એરપોર્ટ, મેડિકલ કૉલેજ બનાવીશું. બિહારમાં હાઈવે માટે ₹26,000 કરોડની ફાળવણી કરીશું. આંધ્ર માટે ₹15,000 કરોડનો ફાઈનાન્શિયલ સપોર્ટ આપીશું.

11:29 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે 3 ભાગમા 1 મહિનાના ભાગરૂપે બેન્ક ટ્રાન્સફર થશે. Modal Skill Loan સ્કીમ ₹7.5 લાખ સુધીની જાહેર કરશે. સ્થાનિક સંસ્થાના વિદ્યાર્થીઓને 10 લાખની મદદ મળશે. પૂર્વના રાજ્યો માટે પૂર્વોદયા પ્લાન જાહેર કરશે.

11:25 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે રોજગાર લક્ષી પ્રોત્સાહન માટે 3 સ્કીમ લોન્ચ કરી. PM યોજના હેઠળ 3 ફેઝમાં ₹15,000 મળશે. પહેલીવાર નોકરી મેળવનારાઓને વધારાનું વેતન મળશે. સ્કીમથી 30 લાખ નવા કર્મચારીઓને ફાયદો થશે.

11:22 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે ભારત માટે 9 પ્રાથમિકતા નક્કી છે. તેમાં એગ્રી, ઈન્ક્લૂઝિવ ડેવલપમેંટ, મૈન્યુફેક્ચરિંગ અને સર્વિસિઝ, અર્બન ડેવલપમેંટ, એનર્જી, ઈન્ફ્રા, ઈનોવેશન R&D અને આવનાર પેઢીના રિફૉર્મ્સ છે.

11:17 AM

કૃષિ સેક્ટરનો વિકાસ પહેલી પ્રાથમિકતા

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે કૃષિ સેક્ટરનો વિકાસ પહેલી પ્રાથમિકતા આપી છે. 1 કરોડ ખેડૂતો માટે નેચરલ ફાર્મિંગ પર ભાર છે. સર્ટિફિકેશન અને બ્રાન્ડિંગ મારફતે પ્રોત્સાહન આપીશું. 10,000 બાયો રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે. 10000 નીડ-બેઝડ બાયો રિસોર્સ સેન્ટર સ્થાપીશુ. 32 પાક માટે 109 વેરાયટી લૉન્ચ કરીશું. એગ્રી રિસર્ચ માટે સરકાર રકમ આપશે. 400 જિલ્લામાં ડિજીટલ ખરીફ પાક સર્વે કરીશું. 6 કરોડ ખેડૂતો માટે જમીન રજીસ્ટ્રી માટે ભાર આપીશું.

11:14 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે બજેટમાં ઈન્ફ્રા પર ધ્યાન આપ્યું. મેનુફેક્ચરિંગ, સર્વિસિસ મોટી પ્રાથમિકતા છે. આગળ તેમણે કહ્યું કે શિક્ષા અને સ્કીલ વધારવા પર ₹4.8 લાખ કરોડની ફાળવણી કરશે.

11:12 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે 5 સ્કીમ માટે 2 લાખ કરોડ ના પેકેજની જાહેરાત કરી. 5 વર્ષમાં 4.1 કરોડ યુવાઓ માટે પેકેજ પર ફોકસ રહેશે. વિકસીત ભારત માટે 9 બાબતોને પ્રાધાન્ય અપાશે. વિકસીત ભારત માટે 9 બાબતોને પ્રાધાન્ય અપાશે.

11:09 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણ કહ્યું કે ભારતની મોઘવારી હજુ પ્રમાણમાં ઓછી છે. ભારતમાં મોંઘવારી મોરચે સ્થિરતા જોવા મળી રહી છે. હાલમાં કોર મોંઘવારી દર 3.1%ની નજીક છે. બજેટમાં ગરીબ, મહિલા, યુવા પેઢી પર ફોકસ રાખવામાં આવ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 23, 2024 11:05 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.